Get The App

લુણાવાડા પાનમ પુલ નદી પાસે રિવર ફ્રન્ટ પાર્ક સોસાયટીમાં માટી પુરાણ મામલે રૂ. 32 લાખનો દંડ

-ખનિજ ચોરી કરતાં તત્વોમાં ફફડાટ ફેલાયો

Updated: Feb 5th, 2020

GS TEAM

Google News
Google News
લુણાવાડા પાનમ પુલ નદી પાસે રિવર ફ્રન્ટ પાર્ક સોસાયટીમાં માટી પુરાણ મામલે  રૂ. 32 લાખનો દંડ 1 - image

મલેકપુર તા.5 ફેબ્રુઆરી 2020 બુધવાર

લુણાવાડા પાનમ પુલ નદી પાસે બની રહેલી રિવર ફ્રન્ટ પાર્ક સોસાયટીમાં  ગેરકાયદે  માટી પુરાણની વર્ષ 2017 ની તપાસમાં મદદનીશ ભૂસ્તરશાસ્ત્રીએ રૂ.32 લાખનો દંડ ફટકારતા ગેરકાયદે માટી પુરાણ અને ખનિજ ચોરી કરતાં તત્વોમાં ફફડાટ ફેલાયો છે. 

 ગુજરાત રાજ્ય ખાણ ખનીજ વિભાગના અધિક નિયામક  અપિલ અને ફ્લાઇંગ સ્કોવોર્ડની  સુચના મુજબ મહિસાગર  જિલ્લાના મદદનીશ ભૂસ્તરશાીની ટીમ દ્વારા લુણાવાડા તાલુકાના ચોપડા ખાનગી માલિકીના સર્વે નં . 9 પૈકી 1 ની જમીનમાં માટી ખનિજ ગેરકાયદે મેળવી પુરાણ કર્યાની તપાસ રેવન્યુ તલાટીને સાથે રાખી તપાસ કરવામાં આવેલી રોજ કામ તા.29/ 12 / 17 ના રોજ કરી હતી. આ  સ્થળ તપાસમાં  સ્થળ પર માટી ખનિજથી પુરાણ કામ થયેલું જોવા મળ્યું  હતુ.

જેની માપણી કચેરીના સર્વેયર  દ્વારા ટેપિંગ પટ્ટીથી રેવન્યુ તલાટી કમ મંત્રી  નવા મુવાડાની હાજરીમાં કરવામાં આવ્યુ હતું. સ્થળ પર માટી કામ કરનાર ઇસમ રૂબરૂ ન હોઇ રોજકામ કર્યુ હતું અને માટી પુરાણની માપણી કરતા કુલ. 48426.98 મે.ટન સાદી માટી ખનિજનુ પુરાણ થયેલી હોવાનું ફલિત થયુ હતું.  જે માટી ખનિજ પુરાણની  રેવન્યુ તલાટી કમ મંત્રી નવા મુવાડાને જમીન માલિક બાબતે  તપાસમાં ગોકુલભાઇ ભરતભાઇ શાહ રહે . લુણાવાડા , જી . મહીસાગર ની માલિકીની જમીન હોવાનું જણાવેલ છે. 

આ અંગે મહીસાગર જિલ્લા કલેક્ટરની ફાઇલ નોંધ અનુસાર મહીસાગર  મદદનીશ ભૂસ્તર શાીએ સાઘનિક કાગળો ધ્યાને લઇ  ગોકલ ભરતભાઇ શાહ દ્વારા મોજે ચોપડા  તા . લુણાવાડા ના સર્વે નં . 9 પૈકી 1 ( ખાનગી માલિકી ) ની જમીન જે ડી.આઇ. એલ.આર ધ કચેરી , લુણાવાડા , જી , મહીસાગર ની માપણીમાં પણ તેમનો માલિકીનો વિસ્તાર દર્શાવેલ છે . જે જગ્યા પર સોસાયટીધ બનાવવા માટે મકાનો બનાવવા માટે સા . માટી ખનિજ ગેરકાયદે મેળવી પુરાણ કરેલ છે. 

જે સ્થળે 3339 ક્યુબીક મીટર જથ્થો માપણીમાં ગેરકાયદે મેળવી પુરાણ કરેલ હોવાનું જણાયેલ છે . જેના કુલ.48426.91 જથ્થાની ખનિજ કિંમત સદર ગુનો કર્યા  સમયે રૂ.66 લેખે રૂ.31,96,181 ભરપાઇ કરવા ગુજરાત  પ્રિવેન્શન ઓફ ઇલીગલ માઇનીંગ , ટ્રાન્સપોર્ટેશન એન્ડ સ્ટોરેજ  રૂલ્સ - 2017  ના નિયમ - 21 મુજબ  ભરપાઇ કરવા  હુકમ કરવામાં આવ્યો છે.આ ગેરકાયદે માટી પુરાણ કરી ઉભી કરાયેલી  સોસાયટીની ગત ચોમાસામાં દીવાલ ધરાશાયી થતાં  જિલ્લાના ઉચ્ચ અધિકારીઓ આ સોસાયટીની સલામતી ચકાસણી અર્થે દોડી આવ્યા હતા

પરંતુ ત્યારબાદ આ મામલામાં ભીનું સંકેલાઈ જતાં પુન થ બાંધકામ ની ગતિવિધિ શરૂ થઈ છે. જો કે ગેરકાયદે  માટી પુરાણમાં  32 લાખ રૂપિયાનો દંડ ફટકારતા ગેરકાયદે માટી પુરાણ અને ખનીજ ચોરી કરતાં તત્વોમાં ખળભળાટ  મચી જવા પામ્યો છે. 

Tags :