Get The App

વૃધ્ધા પર બળાત્કાર કરી હત્યા કરનાર આરોપી ઝડપાયો

-બાલાશીનોરના ગોલવાડમાં તા.17 મીએ વૃધ્ધા પર બળાત્કાર કરી તેની હત્યા કરી લૂંટ કરાઈ હતી

Updated: Aug 21st, 2019

GS TEAM

Google News
Google News
વૃધ્ધા પર બળાત્કાર કરી હત્યા કરનાર આરોપી ઝડપાયો 1 - image

લુણાવાડા તા.21 ઓગષ્ટ 2019 બુધવાર

બાલાશીનોર ટાઉન ગોલવાડ વિસ્તારમાં  એકલવાયુ જીવન ગુજારતા અને મહોલ્લામાં ટીફીન બનાવી  ગુજરાન ચલાવતી વૃધ્ધાના ઘરમાં તા.૧૭મીની રાત્રિના સમયે ઘૂસી જઇ વૃધ્ધાની એકલતાનો ફાયદો ઉઠાવી તેના પર બળાત્કાર ગુજારી, ઘરમાંથી દાગીના તથા મોબાઇલની લૂંટ ચલાવી ,ં ગળુ દબાવી હત્યા કરવાનો બાલાશીનોર પોલીસ સ્ટેશનમાં ગુનો નોંધાયેલ હતો. મહીસાગર લોકલ ક્રાઇમ બ્રાન્ચ અને એસ.ઓ.જી તેમજ બાલાશિનોર પોલીસે આરોપીને ઝડપી પાડયો હતો.

 આ ગુના સંદર્ભે આજુ-બાજુ રહેતા રહીશોની પૂછપરછ કરેતાં જાણવા મળ્યું હતું કે વૃધ્ધા તેમના પડોશીના ઘરે રસોઇ કામ માટે ગઈ ન હોવાથી તેનો મોબાઇલ ઉપર સંપર્ક કરતા તેઓનો ફોન બંધ આવતો હોઇ તેઓ વધ્ધાના ઘરમાં આવી જોતા ભોગ બનનાર નિર્વસ્ત્ર મૃત હાલતમાં જોવા મળતાં આ ઘટનાની પોલીસને જાણ કરાતાં પોલીસ ગુનાવાળી જગ્યા ઉપર પહોચી આજુ-બાજુના વિસ્તારના અવર-જવર માટેના રોડ ઉપર આવેલ સી.સી.ટી.વી. કેમેરાના ફૂટેજની તપાસ કરતાં  શરૃઆતના દિવસથી જ આ ઘટનાની કડી જીલ્લા પોલીસને પ્રાપ્ત થયેલ હતી.

 આ ગુનાને ઘટનાને અંજામ આપવા માટે આરોપી તા. ૦૭/૦૮/૨૦૧૯ થી જ મરનાર વૃધ્ધાના ઘરની આજુબાજુના વિસ્તારની રેકી કરતો માલુમ પડયો હતો.મરનાર વૃધ્ધાનું ઘર બાલાશીનોરના ખૂબ ગીચ વિસ્તારમાં  હોવાથી ગુનાગાર અંજામ આપી ત્યાથી છટકી જાય તે હેતુથી મદન મોહનજી મંદીરના વૃધ્ધાની ઘર સાઇડના વ્યુનો કેમેરો તોડી નાખ્યો હતો. આ ઉપરાંત હત્યા કોઇ પૂર્વ આયોજીત કાવતરૃ હોવાની શંકાથી ટીમો દ્વારા બનાવવાળી જગ્યાની આજુ-બાજુના વિસ્તારોમાં આવેલ મંદિર તેમજ સોનીની દુકાન તથા મેડીકલ સ્ટોરના સી.સી.ટી.વી. કેમેરાની તપાસ કરી હતી.  સાથે-સાથે આ ખૂનના ગુનાનો ભેદ ઉકેલવા માટે હ્યુમન ઇન્ટેલીજન્સનો પણ સહારો લેવામાં આવ્યો હતો. 

સી.સી.ટી.વી. ફૂટેજના અભ્યાસ દરમ્યાન કેટલીક શંકાસ્પદ હરકતો નજર આવતા સ્થાનિક માણસોનો સહારો લેતા એક વ્યક્તિની ઓળખ કરવામાં આવી હતી. આ વ્યક્તિ ગોલવાડ વિસ્તારમાં રહેતો ગુલામ મોયુદ્દિન ઇકબાલ શેખ હોવાનું માલુમ પડયું હતું. ગુનાની ગંભીરતા જોતા મજબૂત પુરાવા ભેગા કરવાના હેતુથી લૂંટાયેલા મોબાઇલ ઉપર એલ.સી.બી.ની ટીમ દ્વારા ઝીણવટભર્યો અભ્યાસ શરૃ કરતાં  આ મોબાઇલ મોયુદ્દીને  બાલાશીનોરમાં આવેલ મહેન્દ્ર મોબાઇલ દુકાનમાં રૂ.320  માં વેચ્યો હોવાનું જાણવા મળ્યું હતું . મહેન્દ્ર મોબાઇલવાળાએ વેચેલો મોબાઇલ પોલીસે ગળતેશ્વર તાલુકાના ભીમકુઇ ગામના વિજયભાઇ લલ્લુભાઇ ભોઇને રીકવર કરવામાં આવ્યો હતો. 

મહીસાગર એલ.સી.બી , એસ.ઓ.જી.ને  મજબૂત કડી હાથ લાગી જતા નિશાળ ચોકમાંથી આરોપીની ધરપકડ કરી પૂછપરછ કરતા તે ગોળગોળ જવાબ આપતો હતો. આરોપીની  પૂછપરછમાં જાણવા મળ્યું હતું કે મરનાર વૃધ્ધાએ આ આરોપીને પોતાની સામે ખરાબ નજરે જોતા એકાદ મહિના અગાઉ તેને ઠપકો આપ્યો હતા.ે તેથી આરોપીએ  કાવતરૃ ઘડી વરસાદનો લાભ લઇ પાણી પીવું છે કહી ઘરમાં ઘુસી જઇ વૃધ્ધાનું ગળુ દબાવી તેના ઉપર બળાત્કાર ગુજારી, ઘરમાં ઉપરના માળે તિજોરીમાં રાખેલ સર-સામાન વેર વિખેર કરી નાખેલ અને  મોબાઇલ ફોન તેમજ દાગીના લઇને તેની  હત્યા કરી તે પલાયન થઇ ગયેા હતો.પોલીસે આ ઘટનાના આરોપીને ઝડપી પાડવા ડોગ સ્ક્વોડની   મદદ લીધી હતી.