વીજ ગ્રાહકો માટે બીલ ભરવા એક જ કાઉન્ટર હોવાથી ગ્રાહકોની લાંબી કતારો
-લુણાવાડા એમ જી વી સી એલ ની બેદરકારીના કારણે ગ્રાહકાે પરેશાન
લુણાવાડા તા.6 નવેમ્બર 2019 બુધવાર
લુણાવાડા એમ જી વી સી એલના બેદરકાર તંત્રના પગલે વીજ ગ્રાહકોને બીલ ભરવામાં મુશ્કેલીનો સામનો કરવો પડે છે .સમય બગાડીને દિવસો સુાૃધી કતારોમાં ઊભા રહેવું પડે છે. લુણાવાડાનું વીજ તંત્ર નિયમિત વિજ બીલ ગ્રાહકો પ્રત્યે બેદરકાર વલણ દાખવી રહ્યું છે.
લુણાવાડાના એમ જી વી સી એલ દ્વારા વીજ ગ્રાહકો માટે માત્ર એક કાઉન્ટર રાખીને લાંબી કતારો થતી હોવા છતાં પણ ગ્રાહકો પ્રત્યે દુર્લક્ષ સેવવામાં આવી રહ્યું છે. મોદી સરકારના હવે ન્યુ ઈન્ડિયામાં બીલ ભરવા માટે કતારો બંધના સૂત્રની લુણાવાડાનું વીજ તંત્ર ઠેકડી ઉડાડી રહ્યું છે. તાજેતરમાં લુણાવાડા પેટા ચુંટણીમાં ઉર્જા મંત્રીનું લુણાવાડા વિસ્તારમાં લાંબા સમયનું રોકાણ પણ તંત્રમાં ગતિશીલતા લાવી શક્યું નથી .
તેમ બબ્બે ત્રણ ત્રણ દિવસો સુાૃધી કતારોમાં ઊભા રહીને વીજ ગ્રાહકો બીલ ભર્યા વગર પાછા જાય છે .તેમાં પણ છેલ્લી તારીખ વીતી જાય તો રૂ.100 વધારાના વસૂલી લેવામાં આવે છે .જે ખરેખર તો રીકનેક્શન ચાર્જ હોય છે .જે ગ્રાહકનું કનેકશન કપાયા વગર જ વસૂલી લેવામાં આવતો હોય છે.અનેક મુશ્કેલીઓ વચ્ચે રોજે રોજની વીજબિલ ભરવા માટે લૂણવાડામાં શહેરા દરવાજા પાસેના કલેક્શન સેન્ટર પર લાંબી કતારોમાં સમયનો દુર્વ્યય થતાં ગ્રાહકોમાં ઉગ્ર રોષ જોવા મળી રહ્યો છે.