કાછરોટા ગામે અજાણ્યા વાહનની ટક્કરે બાઇક ચાલકનું મોત
લુણાવાડા તા.12 ડિસેમ્બર 2019 ગુરૂવાર
મહીસાગર જિલ્લાના લુણાવાડા તાલુકાના કાછરોટા ગામે અજાણ્યા વાહન ચાલકે પોતાનુ વાહન પુરઝડપે હંકારી એક બાઇકને ટક્કર મારતા એક વ્યક્તિનું મોત નીપજયુ હતુ.
લુણાવાડા તાલુકાના કાછરોટા ગામે અજાણ્યા વાહન ચાલકે પોતાનુ વાહન પુરઝડપે હંકારી એક બાઇકને ટક્કર મારતા બાઇક ચાલક જયંતી શંકરભાઈ મહેરા (ઉ.વ.35)રહે.સરોડા,મહેરા ફળિયું,તા.બાલાસિંનોર,જી.મહીસાગરનું મોત નીપજયુ હતુ . બનાવની જાણ પંકજ શંકરભાઈ મહેરાએ કોઠંબા પોલીસ સ્ટેશને વાહન ચાલક સામે ફરિયાદ નોંધાવતા કોઠંબા પોલીસે ફરિયાદ નોંધી કાર્યવાહી હાથ ધરી હતી.