મહીસાગર જિલ્લામાં 19 વ્યક્તિ સાજા થતાં રજા અપાઈ
-24 કલાકમાં કોરોનાનો કોઈ કેસ નોંધાયો નથી
લુણાવાડા તા.29 મે 2020 શુક્રવાર
મહીસાગર જિલ્લામાં બે દિવસના કોરોનાના કહેર વધ્યા બાદ આજે કોરોનાનો એક પણ કેસ નહી નોંધાતા લોકોએ રાહતનો શ્વાસ લીધો હતો આ ઉપરાંત ગઇ કાલે મોડી સાંજથી આજ સુધી કુલ 19 લોકો સાજા થતા તેમને રજા આપવામાં આવી હતી હોસ્પિટલના સ્ટાફ દ્વારા તેમની ઉપર પુષ્પવર્ષા કરીને તેમને શુભેચ્છાઓ પાઠવવામાં આવી હતી.
મહીસાગર જિલ્લામાં આજે એક પણ કેસ નહી નોંધાવા પામતા લોકોએ રાહતનો શ્વાસ લીધો હતો અને સાથે સાથે એક સાથે ૧૯ જેટલા વ્યકિતઓ સાજા થઇ જતા તેમને બાલાશિનોર હોસ્પિટલમાંથી રજા આપવામાં આવી હતી કોરોના અંતર્ગત આજ સુધી કુલ 2091 સેમ્પલ લેવામાં આવ્યા હતા જેમાંથી 1871 દર્દીના રીપોર્ટ નેગેટીવ આવ્યા હતા. અત્યાર સુધી કોરોનાના 120 પોજીટીવ કેસ મહીસાગર જિલ્લામાં નોંધાવા પામ્યા છે જેમાંથી કુલ 68 દર્દીઓને રજા આપવામાં આવી હતી.
જયારે બે વ્યકિતઓ કોરોનાને કારણે મૃત્યુ પામી હતી. હાલમાં કોરોના એકટીવ દર્દીની સંખ્યા 50 છે. જયારે 3938 લોકોને હોમકોરોન્ટાઇન કરવામાં આવ્યા છે.