મહીસાગર જિલ્લામાં કોરોના પોઝિટિવના 12 કેસ નોંધાયા
-કુલ આંક 335 ઉપર પહોચ્યો
લુણાવાડા તા.27 જુલાઇ 2020 સાેમવાર
મહીસાગર જિલ્લામાં સતત કહેર યથાવત રહયો હતો .આજે કોરોનાનાના 12 પોઝિટિવ કેસ નોંધાયા હતા. મહીસાગર જિલ્લામાં કોરોનાના કેસનો આંકડો કુલ 335 ઉપર પહોચી ગયો હતો.
મહીસાગર જિલ્લામાં આજે લુણાવાડા તાલુકામાં પાંચ કેસ નોંધાવા પામ્યા હતા. જેમાં (1)66 વર્ષના પુરુષ લુણાવાડા (2) 37 વર્ષના પુરુષ લુણાવાડા (3) 52 વર્ષના પુરુષ, લુણાવાડા (4) 23 વર્ષના પુરુષ વરધરી તા.લુણાવાડા (5) 36 વર્ષના પુરુષ લુણાવાડા જયારે બાલાશિનોર તાલુકામાં બે કોરોના કેસ પોઝિટિવ નોંધાવા પામ્યા હતા .
જેમાં 74 વર્ષ પુરુષ બાલાશિનોર, 66 વર્ષ પુરુષ બાલાશિનોર ખાતે નોંધાયા હતા સંતરામપુર તાલુકામાં આજે કુલ 4 કેસ પોજીટીવ નોંધાયા હતા .જેમાં (1) 75 વર્ષ પુરુષ સંતરામપુર (2 )33 વર્ષ પુરુષ મોવાસા (સંતરામપુર) (૩) 20 વર્ષ પુરુષ ગોઠીબ (તા.સંતરામપુર) (4) 60 વર્ષ પુરુષ સંતરામપુર જયારે એક કેસ 64 વર્ષના પુરુષ નરોડા ખાનપુર તાલુકા ખાતે નોંધાયો હતો .
અત્યાર સુધીમાં તા. 27-7-20 ના સાંજ 6 વાગ્યા સુધીમાં જિલ્લામાં કોરોનાના 335 કેસ પોઝિટિવ નોંધાયા હતા .આજે કોરોનાના કુલ 2 લોકોને તેઓ સાજા થઇ જતા તેઓને રજા આપી હતી. અત્યાર સુધીમાં કુલ 215 દર્દીઓ સ્વસ્થ થઇ સ્વગૃહે પરત ફર્યા છે. જિલ્લામાં કોરોનાના સંક્રમણને કારણે 2 વ્યક્તિનું મૃત્યુ થયુ છે.
જયારે અન્ય કારણથી 19 દર્દીનુ મૃત્યુ થતાં જિલ્લામાં કુલ 21 મૃત્યુ નોંધાવા પામ્યા છે.અત્યાર સુધીમાં જિલ્લામાં સીઝનફલુ/ કોરોનાના કુલ 8100 રીપોર્ટ નેગેટીવ આવ્યા છે. તેમજ જિલ્લાના 423 વ્યક્તિઓને હોમ ક્વોરેન્ટાઇન હેઠળ રાખ્યાં છે.