મલેકપુર તા.1 ફેબ્રુઆરી 2020 શનિવાર
લુણાવાડા તાલુકાના માવાની મુવાડી ખાતે તુવેર ના ખેતરમાં ગાંજાના છોડનું વાવેતર કરતા પકડાયેલ બે આરોપીઓને મહીસાગર સેશન્સ કોર્ટે કરી દસ વર્ષ સખત કેદની સજા ફટકારતાં ગેરકાયદ માદક દ્રવ્યોનું વાવેતર કરતા તત્વોમાં ફફડાટ ફેલાયો છે.
લુણાવાડા તાલુકાના લાલસર પાસેની માવાની મુવાડી ગામે વગર પાસ પરમીટે રૃપાભાઈ ધીરાભાઈ પગી તેમજ ખાતુભાઈ માનાભાઈ પગી બંનેને પોતાના ખેતરમાં ગેરકાયદે રીતે લીલાશ પડતા ફુલ પાંદડી દાંડી સહિતના માદક વાસવાળા વનસ્પતિજન્ય ગાંજાના છોડનું વાવેતર કરાયુ હતું ગેરકાયદે રીતે કરેલા વાવેતરની બાતમી પંચમહાલ આર.આર.સેલ ને મળતા તેઓએ કોઠંબા પોલીસ અને બાલાસિનોર પોલીસને સાથે રાખી મળેલ બાતમીવાળા સ્થળે ખેતરોમાં આ માલિકોને સાથે રાખી તેમના ખેતરમાં ગેરકાયદે રીતે વગર પાસ પરમીટે ગાંજાનું વાવેતર થયેલ છે .
આ બાબતે આર.આર.સેલ દ્વારા ખેતરની ઝડતી લઇ તેની તપાસ કરવાની છે તેમજ આ ખેતરની ઝડતી લેવાની હોઇ ખેતર માલિકોએ મેજીસ્ટ્રેટ કક્ષાના કોઈ અધિકારી ને બોલાવો હોય તો તેમનો કાનૂની અધિકાર અંગે જણાવ્યું પરંતુ ખેતરના માલિકે ના પાડતા આવેલ પોલીસ તેમજ અધિકારીઓએ તેની ઝડતી લેતા બન્ને ખેતરમાંથી 419 નંગ કુલ વજન 471 કિલો ગાંજો મળી આવ્યો હતો તેની કુલ કિંમત ૪૭ લાખ દસ હજાર થાય છે.
તેમજ બીજા અન્ય બીજા એક ખેતરમાંથી છુટા છવાયા ગાજાના બાર છોડ મળેલ તેમ કુલ 431 છોડ નું કુલ વજન 474 કિલો ગ્રામ છે જેની કુલ કિંમત 4740000 મુદ્દામાલ સાથે આરોપીઓને પકડી પાડી કાયદેસરની કાર્યવાહી હાથ ધરી હતી.
આ અંગે મહીસાગર સેશન્સ કોર્ટ એડિશનલ સેશન્સ જજ ડી. એલ.પટેલની કોર્ટમાં કેસ ચાલી જતાં સરકારી વકીલ સરજન ડામોર ની ધાર દાર દલીલોને ગ્રાહ્ય રાખી તમામ આધાર પુરાવાને ધ્યાને લઇ આરોપીઓ રૃપાભાઈ ધીરાભાઈ પગી તેમજ ખાતુભાઈ માનાભાઈ પગી બંનેને ગેરકાયદ ગાંજાના છોડનું વાવેતર કરવાના ગુનામાં ગુનેગાર ઠેરવી દસ વર્ષ સખત કેદની સજા ફટકારતાં ગેરકાયદ માદક દ્રવ્યોનું વાવેતર કરતા તત્વોમાં ફફડાટ ફેલાયો છે.


