મહીસાગર જિલ્લામાં સતત બીજા દિવસે આઠ કેસ નોંધાયા, આંકડો 120 ઉપર પહોંચ્યો
લુણાવાડા તા.28 મે 2020 ગુરૂવાર
મહીસાગર જિલ્લામાં કોરોનાના કહેર યથાવત રહયો હતો .ગઇ કાલે 18 કેસ આવ્યા બાદ કોરોનાએ આજે ફરીથી માથુ ઉચકયુ હતુ .આજે મહીસાગર જિલ્લામાં બીજા આઠ કેસ વધી જતા કોરોનાનો આંક 120 પહોચ્યો છે.
મહીસાગર જિલ્લામાં કોરોના પોઝિટિવની સંખ્યામાં ઉત્તરોત્તર ચિંતાજનક વધારો થઈ રહ્યો છે. લોકડાઉન ઢીલ મુકાયાના થોડા જ દિવસોમાં કોરોના દર્દીઓની સંખ્યા 100 ને પાર કરીને આજે 120 ઉપર પહોંચી ગઈ છે. આજે સતત બીજા દિવસે પણ આઠ કેસનો વધારો થવા પામ્યો છે.
જેમાં કડાણા તાલુકામાં ૩ ,લુણાવાડા તાલુકામાં 1, ખાનપુર તાલુકામાં 1, બાલાશિનોર તાલુકામાં 2, સંતરામપુર તાલુકામાં 1 મળીને કુલ આઠ કેસ નોંધાયા હતા. મહીસાગર જિલ્લામાં કોરોનાનો આંક 120 પહોચી જતા કોરોનાએ મહીસાગર જિલ્લામાં સદી મારીને આગેકૂચ ચાલુ રાખી હતી. જિલ્લા કલેકટર દ્વારા કોરોનાના કેસ આવેલ તમામ વિસ્તારોમાં પ્રવેશબંધી ફરમાવી હતી. કોરોના પોઝિટિવ આવેલા લોકોના સંપર્કમાં આવેલા લોકોને ક્વોરેન્ટાઇન કરવાની પ્રક્રિયા હાથ ધરી હતી.
મહીસાગર જિલ્લામાં કોરોનાનો કહેર દિન પ્રતિદિન વધુને વધુ વકરી રહયો છે .ગઇ કાલે અઢાર કેસ નોંધાવ્યા બાદ આજે ફરી આઠ વધુ કેસ નોંધાવા પામ્યા હતા જેમાં કડાણા તાલુકામાં (1)પુરુષ-(ઉ.32), (2) યુવક- (ઉ.28) (૩) પુરૂષ (ઉ.40 ) જયારે લુણાવાડા તાલુકામાં ૨૩ વષય મહિલાનો કેસ પોઝિટિવ આવ્યો હતો .ખાનપુર તાલુકામાં ૩૦ વષય પુરુષનો કેસ પોઝિટિવ આવ્યો હતો .
જયારે બાલાશિનોર તાલુકામાં બે કેસ નોંધાયા હતા. જેમા બે 22 વષય મહિલાઓના કેસ પોઝિટિવ આવ્યા હતા.
સંતરામપુર તાલુકામાં એક કેસ પોઝિટિવ આવ્યો હતો .જેમાં 53 વષય પુરુષ નો કેસ પોઝિટિવ આવ્યો હતો. આમ મહીસાગર જિલ્લમાં કોરોના પોજીટીવનો આંકળો 120 ઉપર પહોચી જતા મહીસાગર જિલ્લાવાસીઓમાં ભારે ફફડાટ વ્યાપી જવા પામ્યો છે.
મહીસાગર જિલ્લામાં કોરોના પોઝિટિવ કેસની સ્થિતિ
લુણાવાડા -14
ખાનપુર - 16
વિરપુર - 16
કડાણા - 25
સંતરામપુર - 23
બાલાશિનોર - 26
કુલ નોંધાયેલા કેસ -120
એકટીવ કેસ -57
સાજા થયેલા દર્દી -61
કુલ મરણ -02
(મહીસાગર જિલ્લામાં આજે નવા 8 કેસ નોંધાયા હતા.)