Get The App

વિરપુરમાં એક મહિલા અને એક યુવકનો કોરોના રિપોર્ટ પોઝિટિવ આવ્યો

Updated: May 23rd, 2020

GS TEAM

Google News
Google News
વિરપુરમાં એક મહિલા અને એક યુવકનો કોરોના રિપોર્ટ પોઝિટિવ આવ્યો 1 - image

લુણાવાડા  તા.23 મે 2020 શનિવાર

મહીસાગર જિલ્લામાં એક દિવસના વિરામ બાદ આજે કોરોનાએ ફરી માથુ ઉચકયુ હતુ .આજે મહીસાગર જિલ્લાના વિરપુર તાલુકામાં બે કેસ  પોઝિટિવ આવ્યા હતા .જેમાં રડિયાતા ગામની એક બાવન વર્ષની મહીલા અને વઘાસ ગામના 19  વર્ષના યુવકનો રિપોર્ટ પોઝિટિવ  આવ્યો હતો. મહીસાગરમાં કોરોનાના કુલ 83  કેસ થવા પામ્યા હતા. જિલ્લા કલેકટર દ્વારા કોરોના પોજીટીવ આવેલા લોકોના સંપર્કમાં આવેલા લોકોને ક્વોરેન્ટાઇન  કરવાની પ્રક્રિયા હાથ ધરી હતી.  

મહીસાગર જિલ્લામાં વધુ બે કેસનો વિરપુર તાલુકામાં ઉમેરો થવા પામ્યો હતો .જેમાં વિરપુર તાલુકાના રડિયાતા ગામની એક 52 વર્ષીય મહીલા અને વઘાસ ગામના 19 વર્ષીય પુરુષને કોરોના  પોઝિટિવ  આવ્યો હતો. આમ અત્યાર સુધીમાં મહીસાગર જિલ્લામાં કુલ 83  કોરોના પોઝિટિવ કેસ નોંધાવા પામ્યા છે. કોરોના અંતર્ગત કુલ 1812  સેમ્પલ  લીધા  હતા. જેમાંથી 1429  રિપોર્ટ નેગેટીવ આવ્યા હતા. અત્યાર સુધીમાં કુલ ૪૩ દર્દીઓ સાજા થઇ જતા તેમને રજા આપી વ હતી. જિલ્લામાં કોરોનાના સંક્રમણને કારણે 1 વ્યક્તિનું મૃત્યુ થયુ છે. 

જિલ્લાના 4166 વ્યક્તિઓને હોમ ક્વોરેન્ટાઇન  હેઠળ રાખ્યા  છે જયારે કોરોના અંતર્ગત કુલ 1812  સેમ્પલ લેવામાં આવ્યા છે .જેમાંથી 1429  દર્દી ઓના નેગેટીવ રીપોર્ટ આવ્યા હોવાનું મુખ્ય જિલ્લા આરોગ્ય અધિકારીએ જણાવ્યુ છે. જિલ્લામાં કોરોના પોઝિટિવના કારણે ૩૫ દર્દીઓ હાલ કે.એસ.પી.(કોવીડ) હોસ્પિટલ બાલાશિનોર ખાતે તેમજ 2 દર્દી ગોત્રી મેડીકલ કોલેજ ખાતે તેમજ 1 દર્દી વડોદરા ખાતેની ટ્રીકલર હોસ્પિટલ વડોદરા અને એક હોમ આશોલેશન છે કોરોના પોઝિટિવ ૩૯ દર્દીઆની હાલ સામાન્ય છે.

-મહીસાગર જિલ્લામાં કોરોના પોઝિટિવ કેસની યાદી

લુણાવાડા - 09

ખાનપુર -11

વિરપુર-11 

કડાણા -20

સંતરામપુર - 14

બાલાશિનોર -18

કુલ નોંધાયેલા કેસ -83

કુલ મરણ  - 01 

સાજા થયેલા દર્દી - 39

એકટીવ કેસ -43

આજે વિરપુર તાલુકામાં  નવા બે કેસસનોંધાયા હતા.  

Tags :