બાકોર મામલતદાર ઓફિસના લાંચિયા સ્ટેમ્પ વેન્ડરને પાંચ વર્ષની કેદની સજા
-દારપણાનાદાખલા કાઢવા માટે રૃ.૬૦૦૦ની માગણી કરી હતીઃમહીસાગર સેશન્સ કોર્ટનો ચુકાદો
મલેકપુર તા.1 ફેબ્રુઆરી 2020 શનિવાર
બાકોર પોલીસે દારૂના કેસમાં પકડેલ આરોપીને જામીન ઉપર છૂટવા માટે દારપણાના દાખલાની જરુરીયાત હોઇ આરોપીના સબંધીને આ દારપણાનાદાખલા કાઢવા માટે બાકોર મામલતદાર ઓફીસમાં સ્ટેમ્પ વેન્ડર દ્વારા રૃપિયા ૬૦૦૦ની માગણી કરવામાં આવી હતી જે અંગે ફરિયાદીએ સ્ટેમ્પ વેન્ડરે માંગેલ લાંચ સબંધે લુણાવાડા લાંચ રૃશ્વત વિરોધી ખાતા નો સંપર્ક કરી સમગ્ર હકીકત જાહેર કરી હતી અને તેમાં મહીસાગર લાંચ રુશ્વત વિભાગ દ્વારા છટકું ગોઠવી આ લાંચિયા સ્ટેમ્પ વેન્ડર ને રંગેહાથ પકડી પાડયો હતો
ફરિયાદીનો નાનો ભાઈ ઈંગ્લીશ દારૃના કેસમાં બાકોર પોલીસે તેની સામે કાયદેસરની કાર્યવાહી કરેલ છે અને તેને સંતરામપુર સબજેલમાં મોકલી આપ્યો હતો જેથી તેને જામીન પર છોડવા માટે ફરિયાદી ના સગા કાકા ને જામીનદાર તરીકે રાખવાનો હોવાથી તેઓના નામનો દારપણાનો દાખલો મામલતદાર ઓફિસ બાકોર ખાતેથી કઢાવવાનો હોઇ તેઓને કોર્ટ કચેરીમાં કામકાજમાં જરૂરી સમજણ પડતી ન હોય જેથી ફરિયાદી ગામના તલાટીને મળેલ અને તેઓની પાસેથી દાર પણા ના દાખલા કઢાવવા જરૃરી દસ્તાવેજી કાગળો કરાવી મામલતદાર કચેરી બાકોર ખાતે સર્કલ ઓફિસમાં કામ કરતા કર્મચારીઓને મળેલ અને તેઓને દાખલો કઢાવવા માટે તૈયાર કર્યો કાગળો બતાવતા તેઓએ કાગળ જોઈ કાગળો ઉપર તેમની સહી કરી આપેલ તે વખતે મામલતદાર કચેરી ખાતે સ્ટેમ્પ વેન્ડર અને નોટરી દસ્તાવેજનું કામ કરતા આ સ્ટેમ્પ વેન્ડર ચંદ્રકાંત દવે એ તેની પાસે 500 રૂપિયા લીધેલ ત્યારબાદ આ સ્ટેમ્પ વેન્ડરે જણાવેલ કે તારે તાત્કાલિક દારપણાનો દાખલો આજે જ કાઢવો હોય તો આ કામ તાત્કાલિક હું સાહેબને મળી તમારા દારપણાનો દાખલો કરાવી આપીશ .
આ કામ માટે તમારે સાહેબ ને રૃપિયા 6000 વ્યવહાર કરવો પડશે તોજ સહી થશે અને દાખલો મળી જશે તેમ જણાવેલ પરંતુ ફરિયાદી પાસે લાંચ આપવાની રકમ ના હોય તેને લુણાવાડા લાંચરૃશ્વત વિરોધી કરતાં સંપર્ક કરતાં મહિસાગર એસીબીની ટીમે આ લાંચિયા સ્ટેમ્પ વેન્ડર ને ઝડપ્યો હતો.
આ અંગેનો કેસ મહીસાગર સેશન્સ કોર્ટમાં ચાલી જતાં મહીસાગર સેશન્સ જજ બી.જી.દવેએ સરકારી વકીલ સરજન ડામોર ની ધારદાર દલીલો ને ગ્રાહ્ય રાખી આરોપી સ્ટેમ્પ વેન્ડર ચંદ્રકાંત દવેને પાંચ વર્ષની સાદી કેદની સજા ફટકારતાં લાંચિયાઓમાં ફફડાટ ફેલાયો છે.