લુણાવાડા તા.19 મે 2020 મંગળવાર
મહીસાગર જિલ્લાના સંતરામપુર તાલુકાના પાનમ કાંઠાના જંગલ વિસ્તારમાં ચાર શિંગ વાળા ચોસીંગા (હરણની એક પ્રજાતિ)ના ટોળાં જોવા મળતાં પ્રાણી પ્રેમીઓમાં આનંદની લાગણી ફેલાવા પામી છે. આ જંગલ વિસ્તારમાં ૨૦થી ૨૫ ચોશિંગા હરણનું ટોળું હોવાની મહીસાગર જિલ્લા નાયબ વનસંરક્ષકે સત્તાવાર જાહેરાત કરી છે. જો આ પ્રજાતિના હરણની સંખ્યામાં હજી વધારો જોવા મળશે તો ભવિષ્યમાં અહીં ચોશિંગા હરણ અભ્યારણની કવાયત હાથ ધરવા જણાવ્યું હતું.
લોકડાઉનના કારણે વાહન વ્યવહાર થંભી જવાથી જંગલો, નદીઓના કુદરતી સ્વરૃપમાં ઘણો ફેરફાર જોવા મળ્યો છે. જંગલોમાં વસતા પ્રાણીઓને કોઈ રોકટોક વિના છુટથી હરવા ફરવાનું કુદરતી વાતાવરણ ઉભું થવા પામ્યું છે. લોકડાઉનના કારણે વન્ય પ્રાણીઓને પણ સાનુકુળ વાતવરણ મળવા પામ્યુ છે.
મહીસાગર જિલ્લાના સંતરામપુર તાલુકાના પશ્વિમ વિસ્તાર અને પાનમ કાંઠા ના જંગલ વિસ્તારમાં ૨૦ થી ૨૫ ચોશિંગા હરણના ટાળું જોવા મળી આવ્યા હતા. આ પ્રજાતિ ગુજરાતમાં કચ્છ સિવાય બધે જોવા મળતા ચોશિંગા હવે ફક્ત વિજયનગર, રતન મહાલ, જાંબુઘોડા, રાજ પીપળા, વ્યારા,ડાંગ, અને વલસાડમાં ડુંગરાળ પ્રદેશમાં જોવા મળે છે. હવે મહીસાગર જિલ્લામાં પણ ચોશીંગા હરણને સાનુકુળ વાતાવરણ મળતાં તેમનું રહેઠાણ બન્યું હોવાનું પ્રાણી નિષ્ણાતાનું અનુમાન છે.
છોઉદેપુરના કવાંટ અને નસવાડીના નર્મદા તરફની ઊંચી હિલોમાં જંગલોમાં જોવા મળે છે. હાલ ગીર અને ડાંગ શિવાય મોટાભાગે એ પ્રાણીએ તેનો વિસ્તાર ગુમાવી લીધેલ છે . ગીરમાં પણ આઉટર ગીર દેવળીયા હરિપુરની આસપાસ ખાસ જોવા મળી રહે છે. અને મોટાભાગે ઓછી ઝાડીવાળો મેદાન વિસ્તાર પસંદ કરે છે વ્યારા ના નોર્ધન તાપીનો અંદાજે ૫૫૦ ચો.કી.ના ઉપરી હિલ ભાગમાં વિસ્તારમાં આ પ્રાણી જોવા મળે છે.
મહીસાગર જિલ્લાના નાયબ વનસંરક્ષક દ્વારા આ વાતની પુષ્ટી કરવામાં આવી હતી. તેઓએ જણાવ્યુ હતુ કે ચોશીંગાનું કુદરતી આયુષ્ય ૧૨ થી ૧૫ વર્ષનું હોય છે અને તેનું વજન ૧૭-૨૨ કીલો સુધીનું હોય છે તે ખુબ જ ઝડપથી દોડી શકે અને ખુલ્લા વિસ્તારમાં પાણી ન હોય તેવા વિસ્તારમાં વધુ જોવા મળતુ હોય છે. ચોશિગા એ એન્ટિલર પ્રકારનું એક પ્રાણી છે જે એવી ૪ પ્રજાતિમાથી એક છે તે આ પ્રજાતિ પોતાના શીંગડા ખેરવતું નથી.
વાઘ ની પુષ્ટિ કરી ત્યારે એક ઈમેજ ચોંશિગા હરણની હોવાની જાણકારી મળી હતી. પરંતુ ત્યારબાદ આ પ્રાણી જોવા મળ્યું નહોતું પરંતું હવે મોટી સંખ્યામાં આ હરણની પ્રજાતિ આ વિસ્તારમાં જોવા મળતાં મહીસાગર જિલ્લા નાયબ વનસંરક્ષક આર.ડી.જાડેજા દ્વારા તેની સત્તાવાર જાહેરાત કરવામાં આવી છે.
મહીસાગર જિલ્લામાં પણ ચોશીંગાનું રહેઠાણ છે તેમ જણાવ્યુ હતુ. વન વિભાગ દ્વારા નેચરલ ફોર્મમાં પાણી મળી શકે તે માટે ખાડા કરી પાણીની વ્યવસ્થા કરવામાં આવી છે. આગામી સમયમાં અભ્યરણ માટે પણ કવાયત હાથ ધરવામાં આવશે . અગાઉ મહીસાગર જિલ્લામાં વાઘ પણ મળી આવ્યો હતો એ પણ આજ વિસ્તારમાંથી મળી આવ્યો હતો આ વિસ્તારમાં દિપડા પણ વધુ જોવા મળે છે ત્યારે દીપડા ગણતરીની સાથે અથવા અલગથી આ ચૌસીંગાની ગુજરાત સ્તરે તેની વસ્તીની ગણતરી હાથ ધરાશે.


