મહિસાગર જિલ્લામાં કોરોનાના 6 પોઝિટિવ કેસ નોંધાયા
-કુલ 183 પોઝિટિવ કેસ નોંધાયાઃ૩૩ દર્દીઓ સારવાર હેઠળ
લુણાવાડા તા.11 જુલાઇ 2020 શનિવાર
મહીસાગ જિલ્લાના સંતરામપુર તાલુકાના ડોલી ગામે આજે 35 વર્ષના પુરૃષ, ટીંભરવાડા ગામના 50 વર્ષના પુરૂષ, બટકવાડા ગામના 22 વર્ષીય પુરૂષ, લુણાવાડા અર્બનના 46 વર્ષ પુરૃષ અને લુણાવાડા તાલુકાના ભલાડા ગામના 25 વર્ષ પુરૂષ અને જીતપુર- ઉંદરા ગામના 28 વર્ષીય પુરૂષનો રીપોર્ટ પોઝિટિવ આવ્યો છે.
અત્યાર સુધીમાં તા.11-7-20 ના સાંજે 6 વાગ્યા સુધીમાં જિલ્લામાં કોરોનાના 183 કેસ પોઝિટિવ નોધાયેલ છે. આજે કડાણા તાલુકાના ભેમાની વાવ ગામની દર્દીઅે કોરોનાને મહાત આપી સ્વગૃહે પરત ફરતાં અત્યાર સુધીમાં કુલ કુલ 141 દર્દીઓ સ્વસ્થ થઇને સ્વગૃહે પરત ફર્યા છે.
જિલ્લામાં કોરોનાના સંક્રમણને કારણે 2 વ્યક્તિનું મૃત્યુ થયુ છે. જયારે અન્ય કારણથી 7 દર્દીનુ મૃત્યુ થતાં જિલ્લામાં કુલ 9 મૃત્યુ નોંધાવા પામ્યા છે.અત્યાર સુધીમાં જિલ્લામાં સીઝનફલુ/કોરોનાના કુલ ૫૫૫૬ રીપોર્ટ નેગેટીવ આવ્યા છે. તેમજ જિલ્લાના 147 વ્યક્તિઓને હોમ કવોરેન્ટાઇન હેઠળ રાખવામાં આવ્યા હોવાનું મુખ્ય જિલ્લા આરોગ્ય અધિકારીએ જણાવ્યું છે.કોરોના પોઝીટીવ આવેલ દર્દીઓ પૈકી ૨૯ દર્દીઓ સામાન્ય હાલતમાં છે. જયારે 4 દર્દીઓ ઓક્સિજન પર છે.