Magazines
આફ્રિકાનું મિનિ કાંગુરૂ જોરબા .
By GS TEAM
30 Jan 20261 min read

પેટ ઉપર બચ્ચાં રાખવાની કોથળી અને કૂદકા મારીને ચાલવા માટે જાણીતા કાંગારૂ સામાન્ય રીતે બે થી ત્રણ ફૂટની ઊંચાઈના મોટાં પ્રાણી છે પરંતુ આફ્રિકાના ઠંડા રણપ્રદેશમાં જોવા મળતા મિની કાંગારૂને જોઈને વધુ નવાઈ લાગે.
મોંગોલિયા, આફ્રિકા અને ચીનના રણપ્રદેશમાં જોવા મળતા મિનિ કાંગારૂ જેવા જોરબા નાનકડા ઊંદર જેવા હોય છે. ૩ થી ૧૫ સેન્ટિમીટર સુધીની લંબાઈના આ પ્રાણીઓ ઉંદર જેવા હોય છે. પૂંછડી શરીર કરતાંય લાંબી હોય છે. જોરબાના પાછલા બે પગ આગળના પગ કરતાં ચાર ગણા લાંબા હોય છે. તે દોડે કે ચાલે ત્યારે કાંગારૂની જેમ કૂદકા મારે છે. તેનો કૂદકો ૧૦ થી ૧૫ સેન્ટીમીટરનો હોય છે. જોરબાના પેટે કોથળી હોય છે. તે દર બનાવીને જમીનમાં રહે છે અને વનસ્પતિ ખાઈને જીવે છે.









