Magazines

આફ્રિકન સફારીનું આકર્ષણ ઝિબ્રા

By GS TEAM
20 Feb 20261 min read
આફ્રિકન સફારીનું આકર્ષણ ઝિબ્રા

કેન્યા, ઇથોપિયા, સોમાલિયા સહિત આફ્રિકન દેશોના ઘાસીયા મેદાનોમાં જોવા મળતા ઝિબ્રા તેના શરીર પર એક સરખી કાળી પટ્ટીની પેટર્ન ધરાવનારા પ્રાણી છે. કહેવાય છે કે ઝિબ્રાના સફેદ શરીર પર કાળા પટ્ટા છે કે કાળા શરીર પર સફેદ પટ્ટા તે રહસ્ય ઉકલ્યું નથી.

દેખાવમાં ખચ્ચર જેવા લાગતા ઝિબ્રાના શરીર પર કાળજીપૂર્વક પેટર્ન કરી હોય તેવા ઊભા કાળા અને સફેદ પટ્ટા તેને ઘાસીયા મેદાનોમાં સંતાઈ જવાની સરળતા ઊભી કરે છે. દરેક ઝિબ્રાની પટ્ટાની પેટર્ન અલગ અલગ હોય છે.  આપણને બધા ઝિબ્રા એક સરખા દેખાય. તેના બચ્ચાં પણ માતાને તરત જ ઓળખી શક્તાં નથી. ઝિબ્રાનું બચ્ચું જન્મ પછી માત્ર પાંચથી દસ મિનિટમાં જ ઊભું થઈ જાય છે અને એક કલાકમાં તે દોડવા લાગે છે. ઝિબ્રા ઘાસ ખાનારૃં પ્રાણી છે. જંગલી હિંસક પ્રાણીઓ તેનો શિકાર કરે છે એટલે દોડવું તેના માટે જરૂરી છે.

ઘાસના મેદાનોમાં ઝિબ્રા ટોળામાં રહે છે. દરેક ટોળું પોતાના નક્કી કરેલા વિસ્તારમાં જ રહે છે. ઝિબ્રા પાણી વિના લાંબો સમય ચલાવી લે છે. આફ્રિકાના જંગલોમાં ઝિબ્રાની વસતિ ઓછી થતી જાય છે.