Magazines

યુવાન તરોતાજા દેખાતો ચહેરો .

By GS TEAM
28 Jul 20254 mins read
યુવાન તરોતાજા દેખાતો ચહેરો                           .

ચહેરાની કરચલીઓ ઉંમર વધવાનો સંકેત તો આપે છે. પરંતુ તે ત્વચા પર ત્યારે પણ દેખાય છે જ્યારે ત્વચાના ટિશ્યુમાં બળપૂર્વક ખેંચાણ ઉત્પન્ન થાય છે. ઘણી વખત આ ખેંચાણ ટિશ્યુમાં કાયમી એટલે કે વારસાગત રીતે જોવા મળે છે.

કપાળે તથા હોઠના ખૂણે પડતી રેખાઓ આનું સચોટ ઉદાહરણ છે. પરંતુ ઉંમર વધવાની સાથે જેમ-જેમ ત્વચાની લચક ઓછી થતી જાય છે. તેમ-તેમ તેમાં રહેલા 'કોલોજન' તથા 'ઈલાસ્ટિક ફાઈબર' દાટતાં જાય છે જેને કારણે ત્વચા પર કાયમી કરચલીઓ પડી જાય છે.

ખૂબ તડકાને કારણે પણ ચહેરા પર કરચલીઓ પડી જાય છે કારણ કે સૂર્યનાં અલ્ટ્રાવાયોલેટ કિરણો ત્વચાની અંદરની વ્યવસ્થાને એ રીતે અવ્યવસ્થિત કરે છે કે તેમાં કોમળતા ઉત્પન્ન કરતાં ઈલાસ્ટિક ફાઈબર અને કોલોજન સમૂહોનો ક્ષય થવા માંડે છે, પરિણામે ત્વચા લચી પડે છે જે કરચલીઓનો આભાસ આપે છે.

આ ઉપરાંત પ્રદૂષણ, ધૂળમાટી વગેરેને કારણે ત્વચાની કુદરતી કોમળતા નષ્ટ થાય છે. તેથી ત્વચાની કોમળતા તથા ચમક બનાવી રાખવા માટે નીચેની વાતો ધ્યાનમાં રાખો.

-  ત્વચાને નિયમિત રીતે માઈલ્ડ સાબુથી સાફ કરો.

- ત્વચાને સ્વચ્છ, મુલાયમ ટોવેલથી હળવા હાથે  સાફ કરો.

- ત્વચા પર મોઈશ્ચરાઈઝર કે કોલ્ડક્રિમ જરૂર લગાવો જેથી તેની કુદરતી કોમળતા જળવાઈ રહે.

- બહાર નીકળતી વખતે ત્વચા પર સનસ્ક્રીન લોશન જરૂર લગાવો. તાપથી બચવા માટે હેટ, છત્રી તથા સનગ્લાસનો ઉપયોગ જરૂર કરો.

- ધૂમ્રપાન તથા આલ્કોહોલનું સેવન ન કરો.

- ચા, કોફી, કોલ્ડ ટ્રિંક, ફાસ્ટફૂડ, મીઠાઈ, આઈસક્રીમ, ચોકલેટનો ઉપયોગ ઓછો કરો.

- ત્વચામાં તાજગી લાવવા માટે બાર-તેર ગ્લાસ પાણી જરૂર પીઓ. કારણ કે પાણીની ઉલપથી ત્વચા શુષ્ક બની જાય છે.

- ટેન્શન મુક્ત તથા પ્રસન્ન રહો.

- કપાળ પર રેખાઓ કે કરચલીઓ ન પડયા છે.

- અઠવાડિયામાં એક વખત ચહેરા પર ફેસપેક તથા ફેસસ્ક્રબ જરૂર લગાવો.

- મહિનામાં એક વખત નિયમિત ફેસિયલ તથા થર્મોહર્બ માસ્કનો પ્રયોગ કરીને આ કરચલીઓને દૂર કરી શકાય છે.

- રાત્રે સૂતાં પહેલાં વિટામિન ઈ યુક્ત ક્રીમ ઓવર નાઈટ  નરિસિંગ ક્રીમ લગાવીને હળવા હાથે મસાજ કરો જેથી ચહેરા પર આવી કરચલીઓ નહીં પડે.

* સમતોલ તથા પૌષ્ટિક ખોરાક લો. બિનજરૂરી ડાયેટિંગ ન કરો.

- ઓછામાં ઓછા નવથી દસ કલાકનો આરામ જરૂર કરો. આ રીતે તમે આ કરચલીઓ પર કાબૂ મેળવીને તેને વધતી અટકાવી શકો છો, છતાં પણ જો આ કરચલીઓ તમારો પીછો ન છોડે તો તેને મેકઅપ અને વ્યાયામ દ્વારા દૂર કરવાનો પ્રયત્ન કરો.

- ડાર્કને બદલે લાઈટ મેકઅપ કરો. જેનાથી કરચલીઓ ઓછી દેખાશે.

- મેકઅપ કરતાં પહેલાં ચહેરા પર કન્સિલર લગાવો. ખાસ કરીને જ્યાં કરચલીઓ વધુ હોય ત્યાં લગાવો.

- કન્સિલરથી આ કરચલીઓ દેખાશે નહીં પછી ફાઉન્ડેશનમાં મોઈશ્ચરાઈઝરનાં બે-ચાર ટીપાં નાખીને ચહેરા પર લગાવો. પછી આછો કોમ્પેક્ટ પાઉડર લગાવો.

- ગાલ પર આછા ગુલાબી રંગનું બ્લશર લગાવો.

- હોઠ પર લિપસ્ટિક લગાવતાં પહેલાં આછું ફાઉન્ડેશન લગાવો પછી ડાર્ક શેડની લિપસ્ટિકથી બહારની આઉટલાઈન બનાવી લો. પછી લાઈટ શેડની લિપસ્ટિકથી અંદરના ભાગમાં લિપસ્ટિક કરો.

- હોઠ પર ચમક લાવવા માટે  લિપગ્લોઝ પણ લગાવો.

- આંખોમાં કાજલ તથા પાંપણના ઉપરના ભાગમાં આઈલાઈનર લગાવો. ભરાવદાર પાંપણ દેખાય તે માટે પાંપણ પર મસ્કરા લગાવો. આંખો ઉપર ડબલ રોડ એટલે એક ડાર્ક અને એક લાઈટ રંગના આઈશેડો લગાવો.

- આઈબ્રો પેન્સિલ તથા આઈબ્રો બ્રશથી આઈબ્રોને શેપ આપો.

- આંખોની આસપાસ તથા ગાલ પર ગ્લિટર ડસ્ટનો લાઈટ ટચ આપો, જેથી તમારા ચહેરા પર ચમક  આવશે. આવા મેકઅપની કરચલીઓ આપોઆપ ઢંકાઈ જશે.

- રાત્રે તથા કોઈ ખાસ પ્રસંગે જ ડાર્ક મેકઅપ કરો. મેકઅપ ઉપરાંત કસરત પણ જરૂર કરો.

- વધુ પડતાં ચિંતા તથા કુદરતી ચમક ઘટી જવાને કારણે ચહેરા પર કરચલીઓ પડે છે. તેથી હંમેશાં પ્રસન્ન રહો. આ માટે દરરોજ પંદર-વીસ મિનિટ ખડખડાટ હસો. જેટલું મોટેથી હસશો તેટલું ત્વચામાં લોહીનું પરિભ્રમણ સારી રીતે થશે અને કરચલીઓ પણ દૂર થશે.

- રોજ સવારે ખુલ્લી હવામાં લાંબો શ્વાસ લો અને પછી નાકથી ધીમે-ધીમે શ્વાસ છોડો. જો શક્ય હોય તો હવા થોડીવાર સુધી મોઢામાં ભરી રાખો. પછી તેને ધીરે-ધીરે બહાર કાઢો જેનાથી ત્વચા કસાશે.

- સવાર-સાંજ એક કલાક ખુલ્લી હવામાં ચાલો. જો શક્ય હોય તો સવાર-સવારમાં ખુલ્લા પગે લીલાં ઘાસ પર ચાલો, જેનાથી તમારી ત્વચામાં નવી ચમક આવશે.

- કેટલીક હળવી કસરતો કરો જેમકે એક જ જગ્યાએ સાઈકલ ચલાવવી, તરવું, એરોબિક્સ કરવું, દોરડાં કૂદવાં વગેરે.

- યોગાસન જેમકે વજ્રાસન, પદ્માસન, શ્વાસન, પ્રાણાયમ, સર્વાંગાસવ વગેરે પણ કરી શકો છો. જેનાથી તમારા ચહેરાની ચમક જળવાઈ રહેશે અને તમારો ચહેરો સુંદર લાગશે.આ ઉપરાંત કેટલાંક સૌંદર્ય ઉપચારો જેમકે ફેસલિફિટંગ તથા કોસ્મેટિક સર્જરી દ્વારા તમે ચહેરાની કરચલીઓ દૂર કરી શકો છો. તમે કોઈ સ્કિન સ્પેશિયાલિસ્ટને મલીને આ વિશે સલાહ લઈને કરચલીઓ પડતી રોકી શકો છો.