Magazines

તમે ધરતીનું લૂણ છો .

By GS TEAM
21 Jan 20262 mins read
તમે ધરતીનું લૂણ છો                                     .

લૂણનો પર્યાય મીઠું છે. તેમાં ખારાશ હોવા છતાં ભોજનમાં તેની મોનોપોલી છે. મીઠા વિનાનો ખોરાક બેસ્વાદ લાગે છે. પણ મીઠું તેને સ્વાદિષ્ઠ બનાવે છે. લૂણ કે મીઠાને ખોરાકનો બેતાજ બાદશાહ કહીએ તો ખોટું નથી. તેના વિના બધું અલૂણું લાગે.

ઈસુના ગિરિપ્રવચનમાં આ ઉક્તિ છે : ''તમે ધરતીનું લૂણ છો, જગતનું મીઠું છો.લ્લલ્લ આ કથનમાં ઈસુએ માણસોના પદને પ્રતિષ્ઠિત ગણેલું છે, અને તેને લૂણની ઉપમા આપેલી છે, તે પ્રમાણે માણસોએ એ લૂણ તરીકે તેના જેવી ફરજો બજાવવાની છે. લૂણ ખોરાકમાં ભળી જઈને તેને ખાવાલાયક બનાવે છે. તે પ્રમાણે માણસે જગતમાં એકાકાર થઈને તેને જીવવા જેવું સલૂણું બનાવવાનું છે. 

વેસ્ભાવ, ચડસાચડસી, પજ્ઞાપક્ષી, ઈર્ષા, ઝનૂન અને હિંસાખોરી જેવાં પરિબળો જગતને બેસ્વાદ બનાવે છે, બગાડે છે, તેથી ધરતીમાં લૂણ સમાજે અલ્પજનો છે તેઓએ આવાં વાતાવરણ વચ્ચે એકરૂપ થઈને ભળવાનું છે. અને જગતને બેસ્વાદ બનાવનારા પરિબળોની અસરો નિર્મૂળ કરવાની છે. જેઓ ધરતીનું લૂણ છે તેઓ વસવાટ તથા ધરતીને સલૂણું સ્થાન બનાવી શકે છે.

લૂણ સારી ચીજ છે. તે અલૂણું કે બેસ્વાદ બની જાય તો તેને સુધારવાનો કોઈ વિકલ્પ રહેતો નથી. તેને ફેંકાઈ જવું પડે છે. લોકોના પગ નીચે રોળાઈ જવાનું થાય છે. પછી તે ઉકરડામાં કે ખાતરના કામમાં પણ આવતું નથી. તેથી પોતાની અસલિયત જાળવી રાખવા માટે લૂણે પોતાનું લૂણત્વ સાચવવાનું છે. એ જ પ્રમાણે માણસોએ પણ સાવચેતીથી પોતાની સારય સંભાળીને લૂણની માફક સૌમાં ભળેલા રહેવાનું છે.

જો અત્તર, ધૂપસળી કે ગુલાબનું પુષ્પ પોતાની સુવાસ જાળવી રાખે નહિ, તો તેનું મૂલ્ય કે મહત્ત્વ રહેતું નથી. તેમ માણસ પણ જો પોતાનું લૂણત્વ કે મનુષ્યત્વ ગુમાવી બેસે તો તેની કિંમત કોડીની થઈ જાય છે. માણસાઈ વિનાનો માણસ સ્વાદ વગરના મીઠા જેવો છે. વાસ્તવમાં તો માણસમાં રહેલી, માનવતા એ જ એનામાં રહેલું સલૂણત્વ છે. ઈસુ પોતે પણ તેમના કથન અનુસાર લૂણની માફક સંસારમાં ભળી ગયા હતા.

સાચે જ સજ્જનો અને સંતો ધરતીના લૂણ સમાન છે.

- ડૉ. સુરેન્દ્ર આસ્થાવાદી