વુલન વસ્ત્રોની સારસંભાળ
મોંઘવારીનાં જમાનામાં ઊન અને અન્ય ગરમ કપડાં અવારનવાર ખરીદવા શક્ય નથી હોતા. એવામાં તમારા જૂના ઊનના અને અન્ય ગરમ કપડાની યોગ્ય રીતે સારસંભાળ કરી ફરી કામમાં લઈ શકાય છે. પ્રસ્તુત છે, ઠંડીની ઋતુમાં ગરમ કપડાની સારસંભાળના કેટલાક મહત્ત્વનાં ઉપાય:
રૂ ની રજાઈમાં કુદરતી ગરમાહટ પેદા કરવા માટે તેને દિવસમાં ૨-૩ કલાક તડકામાં રાખો.
હિના કે અત્તરનો ઉપયોગ રજાઈમાં કરી શકાય છે. રૂનું પીંજામણ કરતી વખતે તેને રૂમાં નાખવાથી રજાઈમાં વધારે ગરમાહટ રહે છે.
નવી રજાઈ અને તકિયા ભરાવતી વખતે થોડું કપૂર નાખવામાં આવે તો માંકડ દૂર જ રહેશે.
હિના, શમામા અને મુશ્કીના નામના અત્તરની અસર ગરમ હોય છે તેથી તેમને ઊનના કપડાં પર લગાવવાથી શરીરને ગરમી મળે છે.
ઊનનાં કપડાને વૂલમાર્ક દ્વારા દર્શાવેલ ડિટર્જન્ટથી જ ધુઓ. જો ગરમ કપડામાં કરચલી થઈ જાય તો સ્ટીમ બાથરૂમમાં રાખો.
ઊનનાં કપડાં પ્રેસ કરવા માટે સ્ટીમ આયર્નનો ઉપયોગ કરો.
ગરમ કપડાં પહેરતા પહેલાં ડ્રાઈક્લીન કરાવો, નહીં તો તે મેલથી ચીરા થઈ શકે છે.
ભીના કે ભેજવાળા ગરમ કપડાં પર પ્રેસ ન કરો. આવું કરવાથી તેની ચમક ફીકી થઈ જાય છે. તેને હેંગર પર લટકાવવાને બદલે ગડી વાળીને મૂકો.
ગરમ કપડાને બ્લીચ ન કરો, નહીં તો રંગ ઊડી શકે છે.
ઊનનાં કપડાં સૂકવતી વખતે બાંયનું ધ્યાન જરૂર રાખો, નહીં તો તે લટકીને ઢીલી થઈ જશે.
ઊનનાં કપડાંને ઊંધા કરીને ધુઓ અને સૂકવો.
ભેજયુક્ત સ્થળે ગરમ કપડાં ક્યારેય ન રાખો, નહીં તો તે ખરાબ થઈ શકે છે.
ઊનનાં ગુંથેલા સ્વેટર હાથથી ધોઈ શકો છો, પરંતુ તૈયાર ઊનનાં કપડાને ડ્રાઈક્લીન જ કરાવો.
ઊનનાં કપડાં જાડા ટુવાલમાં લપેટી તેનું પાણી નીતરી જાય પછી સીધા ફેલાવી દો.
જો તમારા ગરમ કપડાં પર કોફી પડી જાય અને ડાઘ રહી જાય, તો તમે આલ્કોહોલ અને સફેદ સરકો સરખા પ્રમાણમાં મિક્સ કરીને ડાઘવાળી જગ્યાને તેમાં પલાળો. પછી ડાઘવાળી જગ્યાને હળવું મસળીને સાફ કપડાંથી લૂછો. ડાઘ જતો રહેશે.
જો ગરમ કપડાં પર ઘી, સોસ કે ગ્રીસનો ડાઘ લાગી જાય તો તેને ચમચીથી કોતરો. ત્યારપછી કપડાને ડ્રાઈક્લીન ફ્લ્યુડમાં પલાળીને ધીમેધીમે ઘસો. ડાઘ જતો રહેશે.
ઈંડાં, દૂધ કે શાહીથી ઊનનાં કપડાં ખરાબ થઈ જાય, તો વાઈટ સ્પ્રિટમાં એક કપડું પલાળીને ડાઘ પર ઘસો. પછી સફેદ સરકો લગાવીને ધુઓ.
જો તમારા ગરમ કપડાં પર આલ્કોહોલ પડી જાય તો તેને તરત સાફ કપડાથી લૂછીને ગરમ પાણી અને સર્જિકલ સ્પ્રિટથી ધુઓ. આલ્કોહોલ નીકળી જશે.