કરોળિયાની અજાયબ જાત .
કરોળિયા સૌથી અજાયબ જંતુ છે. તેની ઘણી જાત જોવા મળે છે. તેમાંની કેટલીક જાતોના લક્ષણ નવાઈ ઉપજાવે તેવા છે. યુરોપ અને એશિયામાં જોવા મળતાં ફોર સ્પોટ વીવર ઘાસમાં રહે છે. ઘાસમાં હોય ત્યારે તે લીલા રંગના હોય છે. બહાર નીકળે ત્યારે વાતાવરણ મુજબ રંગ બદલે છે. અર્ધો ઇંચ લાંબા આ કરોળિયાના પગ ત્રણ ઇંચ લાંબા હોય છે.
દક્ષિણ ભારતમાં મોરપીંછ રંગના કરોળિયા જોવા મળે છે. તે કદાવર હોય છે. ત્રણ ઇંચના શરીર પર આઠ ઇંચ લાંબા છ પગ હોય છે. આ કરોળિયા તો ગરોળીનો શિકાર કરે છે. યુરોપના ફેનરાઈટ સ્પાઈડરના પગમાં સેન્સર હોય છે. તેનાથી તે શિકારી હિલચાલ પારખી શકે છે. પાણીના તળિયે રહેલા જીવડાનો પાણીમાં તરાપ મારીને શિકાર કરે છે.