Magazines

વ્રત-તહેવારોના વમળમાં ગરક થઈ રહી છે મહિલાઓની આઝાદી-આવડત

By GS TEAM
4 Aug 20257 mins read
વ્રત-તહેવારોના વમળમાં ગરક થઈ રહી છે મહિલાઓની આઝાદી-આવડત

- લગ્ન પહેલાં હસતી રમતી, મોજમસ્તી કરતી છોકરીના જ્યારે લગ્ન કરાવી દેવામાં આવે છે ત્યારે તેની દિનચર્યા પણ બદલાઈ જાય છે. આ દિનચર્યા એવી થઈ જાય છે કે તેને શાંતિથી બેસવા નથી દેતી. રોજના વ્રત તહેવાર અને જાતજાતના રીતરિવાજ તેનું જીવવું મુશ્કેલ બનાવી દે છે.

અંજલિના લગ્નને ૬ મહિના જ થયા હતા કે કરમાયેલીદેખાવાલાગી.તેના ચહેરાની રોનકઅને હાસ્ય કોણ જાણએ ક્યાં ગાયબથઈગયા હતા. તેને પોતાને પણ ખબર નહોતી. જોકે આ તો થવાનું જ હતું. હકીકતમાં, જ્યારથી તે લગ્ન કરીને આવી હતી, ત્યારથી જ તેની સ્વતંત્રતા પર અંકુશ મૂકી દેવામાં આવ્યો હતો. જેવી તે સ્વતંત્ર હતી તેવી તેને રહેવા દેવામાં નહોતી આવી. તેના બોલવા હસવા, ચાલવા પર સાસરી તરફથી પ્રતિબંધ મુકાવા લાગ્યો હતો.

અંજલિનાં લગ્ન થયા પછી ૧ મહિના સુધી તો બધું બરાબર રહ્યું. હનીમૂન, સગાંસંબંધીમાં જવુંઆવવું, પરંતુ ત્યાર પછી શરૂ થયો પ્રતિબંધનો સમયગાળો, જે તેણે તોડી નાખ્યો. આજે આ ભગવાનનું વ્રત છે તો ક્યારેક બીજાનું. પતિના દીર્ઘાયુષ્ય માટે વ્રત તો આજે સ્ત્રીમર્યાદાનો તહેવાર. દર બીજા દિવસે કોઈને કોઈ વ્રતતહેવાર, રીતરિવાજ તેની સ્વતંત્રતામાં અડચણરૂપ બનતા હતા. તેની ઉપર અન્ય બંધન કે જીન્સ ન પહેરીશ, કારણકે હવે તું પરિણીત છે. માંગભર, સાડી પહેર, માથું ઢાંકેલું રાખ જેવા બંધનના કા૨ણે અંજલિ જાણે ખુલ્લા આકાશ નીચે ગૂંગળાઈને રહી ગઈ હતી.

હકીકતમાં વ્રતતહેવાર, રીતરિવાજ, મર્યાદા, સંસ્કાર વગેરે મહિલાઓ પર નિયંત્રન મૂકવા માટે જ બનાવવામાં આવ્યાછે. તેની જાળમાં ૧૦ દિવસ પછી ૧ મહિનો અને ત્યાર પછી ૧ વર્ષ પૂરું થવા પર કોઈને કોઈ વ્રતતહેવાર કરાવીને મહિલાની આઝાદીને એક કેદી જેવી જીવનશૈલીમાં બદલી નાખવામાં આવે છે.

આ બધાથી મહિલાના બોલવાચાલવા, હસીમજાક, બેસવાઊઠવા, ખાવાપીવા સુધ્ધાં પર અંકુશ મૂકવામાં આવે છે અને તેને એવી રીતે નિયંત્રિત કરવામાં આવે છે કે જાણે તેનું પોતાનું તો કોઈ અસ્તિત્વ જ ન હોય. મહિલાને પોતાની પસંદના કપડાં પહેરવા સુધ્ધાંની આઝાદી નથી હોતી. ઘણા બધા પરિવારમાં મહિલાઓને સાડી પહેરવા માટે વિવશ કરવામાં આવે છે. તેથી મહિલાની પોતાની રુચિ અને પ્રતિભા લુપ્ત થઈ જાય છે. એક નક્કી કરવામાં આવેલું બીબાઢાળ જીવન થઈ જાય છે. આ બધા બંધનને સહન કરતાં કરતાં મહિલા આ બધાથી ટેવાઈ જાય છે અને ત્યારપછી તેને કંઈ કરવા માટે તૈયાર કરવી મુશ્કેલ બની જાય છે.

હિંદુ સમાજ પણ શરૂઆતથી પુરુષપ્રધાન રહ્યો છે. કોઈ ને કોઈ કારણસર પુરુષ પરંપરા, રીતરિવાજ અને રૂઢિઓથી પોતાને બચાવતો રહ્યો છે. એક સમય હતો જ્યારે પુરુષો પણ ધોતી ઝભ્ભો પહેરતા હતા. આજે બધા પેન્ટશર્ટ પહેરે છે. તેનું કારણ પુરુષપ્રધાન સમાજ પુરુષને ઘરની બહાર જઈને પૈસા કમાવાનું કહેતો હોય છે. તેમના કહેવા અનુસાર પહેલી સ્વતંત્રતા બહાર નીકળીને પૈસા કમાવાથી મળે છે, જે આજે પુરુષ નેતો મળે છે, પરંતુ મહિલાને તેની હકદાર માનવામાં નથી આવતી.

આ ક્રમમાં જોડાતા ધીરેધીરે બધા ક્ષેત્રમાં પુરુષની સ્વતંત્રતાનો વ્યાપ વધતો જાય છે, જ્યારે મહિલાને તો લગ્ન પછી આથક રીતે સ્વાવલંબી બનવા ઘરની બહાર નીકળવા દેવામાં નથી આવતી. તેને ઘરના કામકાજ, બાળકો અને વડીલોની સારસંભાળની જવાબદારી સોંપવામાં આવે છે. રાતદિવસ ઘરમાં રહેવા છતાં તેને બેરોજગારની શ્રેણીમાં માનવામાં આવે છે. આ માનસિકતાના કારણે આજે પણ મોટાભાગની મહિલાની પ્રાથમિકતા ઘર સંભાળવું બની ગઈ છે.

કમાવા અને ઘર ચલાવવા માટે હાથમાં પૈસા રહેવાના કારણે પુરુષ પોતાની ઇચ્છાનુસાર કામ કરવા માટે આઝાદ રહે છે, પરંતુ મહિલા એ બધાં કામ માટે પુરુષ પર નિર્ભર રહેવું પડે છે. આ પુરુષ પરની નિર્ભરતા તેને કમજોર બનાવે છે. પુરુષવાદી માનસિકતાને મહિલા પર થોપવાની પુરુષની આ એક ખૂબ જ સરસ રીત છે.

ઘરમાં મહિલાની યોગ્યતા તેણે બનાવેલી રસોઈ, નાસ્તા અને ઘરની સાફસફાઈથી આંકવામાં આવે છે, તેમાં પણ કોઈ ભૂલ ન થવી જોઈએ, નહીં તો મહેણાં મારવામાં આવે છે કે તે મહિલાને મહિલા જ કહી ન શકાય જે આ બધાં કામ સારી રીતે ન કરી શકે.

સુરભિનાં લગ્ન થયા ત્યારે તે પોતાનું જ્યુએશન પૂરું કરી ચૂકી હતી, સાથે તેણે ફેશન ડિઝાઈનિંગનો કોર્સ પણ કર્યો હતો, પરંતુ લગ્ન પછી ન તો તેના શિક્ષણનું કોઈ મહત્ત્વ રહ્યું કે ન તે પોતાની બુટિક ખોલવાની ઇચ્છાને પૂરી કરી શકી, કારણ કે તેના પતિએ તો તેની પર બંધ મૂકી દીધું હતું કે બુટિક ખોલીને શું કરીશ. જો પૈસા જકમાવાની વાત છે તો તે હું કમાઈ જ રહ્યો છું ને. અમારા પરિવારમાં મહિલાઓ કામ નથી કરતી.

હકીકતમાં, પુરુષવાદી દંભનીચે દબાયેલા ભારતીય સમાજમાં મહિલાની કોઈપણ યોગ્યતાની કોઈ કદર નથી થતી. તેણે પોતાના જીવનમાં અન્ય ક્ષેત્રમાં અત્યાર સુધી શું મેળવ્યું અથવા તો ભવિષ્યમાં તેશું કરવા ઇચ્છે છે તે વાતથી કોઈને કોઈ સંબંધ નથી હોતો, પુરુષ માત્રવાતો કરીને પ્રશંસા લૂંટે છે, પૈસા આપીને તે પોતાની જવાબદારીનું પાલન કરી લીધું હોવાનું સમજે છે. લગ્ન પહેલાં હસતીરમતી, મોજમસ્તી કરતી છોકરીના જ્યારે લગ્ન કરાવી દેવામાં આવે છે ત્યારે તેની દિનચર્યા પણ બદલાઈ જાય છે. આ દિનચર્યા એવી થઈ જાય છે કે તેને શાંતિથી બેસવા નથી દેતી. રોજના વ્રત તહેવાર અને જાતજાતના રીતરિવાજ તેનું જીવવું મુશ્કેલ બનાવી દે છે. ક્યારેક નવદુર્ગાના ૯ વ્રત અથવા પડવો, ક્યારેક અષ્ટમી, ક્યારેક એકાદશી, તો ક્યારેક ગૌરીપૂજાના નામે મહિલાએ ભૂખ્યા રહીને દિવસ પસાર કરવો પડે છે.

નેહા ૩ મહિનાથી પ્રેગ્નન્ટ હતી. એક દિવસે તેની જેઠાણીએ તેને કહ્યું, ''નેહા, ૨ દિવસ પછી કડવા ચોથનં  વ્રત આવી રહ્યું છે. પૂરો દિવસ વ્રત રાખવાનું છે. પાણી સુધ્ધાં પીવાનું નથી. આ વ્રત પતિના લાંબા આયુષ્ય માટે રાખવામાં આવે છે.'' આ વાત સાંભળતા જ નેહાએ કહ્યું, ''દીદી, આ તે કોઈ લોજિક છે? તમે ભણેલાગણેલા થઈને પણ આવી વાતો કરો છો?''

પરંતુ પરિવા૨ના દબાણ હેઠળ નેહાએ વ્રત રાખવું પડયું, જેનું પરિણામ એ આવ્યું કે સાંજ થતાં થતાં તો નેહાની તબિયત એવી બગડી કે તેને હોસ્પિટલ લઈ જવી પડી.

હવે જન્માષ્ટમીના વ્રતની વાત કરીએ. તેને કૃષ્ણના જન્મ લેવા પ૨૨ાખવામાં આવે છે, જ્યારે કોઈના જન્મ પર તો ભલા વ્રત રાખવાનું શું મહત્ત્વ? જો વ્રત ઘરના બધા સભ્યો રાખતા હોય તો ઘરમાં એક ઉત્સવ જેવું વાતાવરણ બની જાય છે, પરંતુ તેનું નુકસાન તો એક મહિલાએ જ ભોગવવું પડે છે. તેને પોતાના વ્રતનું પાલન કરવા સાથે ખાસ રસોઈ પણ તૈયાર કરવી પડે છે. તેનાથી તેનું કામ વધી જતું હોય છે.

આ યાદીમાં તીજ વ્રત ખૂબ અઘરા હોય છે. આ વ્રત પહેલાં જ મહિલાઓને ગભરામણ થવા લાગે છે. તે વિચારતી હોય છે કે ગમે તે રીતે આ વ્રત સારી રીતે પસાર થઈ જાય તો સારું.

આ વ્રતનું મહત્ત્વ પણ પુરુષ માટે જ છે. મહિલાઓ તેને પોતાના પતિની સલામતી માટે રાખતી હોય છે. તેને એક વાર રાખી લીધું પછી જીવનભર રાખવું અનિવાર્ય થઈ જાય છે. ભૂખ્યાતરસ્યા રહેવાના કારણે સાંજ થતાં થતાં તો મોટાભાગની મહિલાઓ માથાના દુખાવા અને કમજોરીના કારણે પથારી પકડી લેતી હોય છે. આ સ્થિતિમાં પણ તેમને ઘરના કામકાજ માટે ઇચ્છા ન હોવા છતાં પણ ઊઠવું પડતું હોય છે. આજ રીતે તહેવાર પર કોઈખાસ વાનગી બનાવવા અનિવાર્ય કરી દેવામાં આવતા હોય છે. તે બનાવ્યા વિના તહેવારને અધૂરો જમાનવામાંઆવે છે. હોળી પર ઘુઘરા, જન્માષ્ટમી પર ચાસણી, સંકટ ચોથ પર તલના લાડુ, ગણેશ ચતુર્થી પર બેસનના લાડુ, રક્ષાબંધન પર સેવની ખીર એટલે કે અલગઅલગ તહેવાર પર અલગઅલગ વાનગી બનાવવામાં મહિલાઓએ તો શ્રમ કરવો જ પડતો હોય છે.

આ બધા ઉપરાંત પ્રત્યેક પ્રસંગે ઘરની સાફસફાઈની જવાબદારી પણ મહિલાઓ પરજ રહેતી હોય છે. ઘરમાં રહે છે તો બધા, પરંતુ ઘરને વ્યવસ્થિત રાખવામાં મહિલાએ જ મહેનત કરવી પડતી હોય છે, કારણ કે અતિથિ ખાસ પુરુષપ્રધાન સમાજના પ્રતિનિધિ બનીને મહિલાએ કરેલા આતિથ્ય સત્કારને પારખવાની સાથે સાથે ઘરની સજાવટના આધારે પણ તેને આંકતા હોય છે. વ્રત તહેવાર ઉપરાંત મહિલાને શ્રાદ્ધ પક્ષ અથવા પિતૃ પક્ષના સમયે પણ શ્વાસ લેવાની નવરાશ નથી હતી. આ પ્રસંગે મહિલાઓએ બ્રાહ્મણોને ખવડાવવા માટે વિવિધ પ્રકારના ભોજન બનાવવા પડે છે અને કોણ જાણે આ પ્રસંગે કેટલાય સગાંસંબંધીને પણ આમંત્રણ આપવામાં આવતું હોય છે. કોઈના મૃત્યુ પ૨તેરમું, વરસી જેવા પ્રસંગે કંદોઈ ખાવાનું બનાવતા હોય છે, પરંતુ શ્રાદ્ધમાં બજારમાંથી કંઈક મંગાવવા પર વાંધો વ્યક્ત કરવામાં આવે છે એટલે કે અહીં પણ મહિલાઓએ જ પિસાવું પડે છે. બીમાર હોવા છતાં પણ તેમણે રસોઈ બનાવવી પડે છે. આ કામમાં પુરુષ ક્યારેય મદદ નથી કરતા, કારણકે તેમણે જ તો આ બધાં કામ મહિલાઓ માટે નક્કી કર્યાં છે.

એક મહિલાના જીવનની આજ હકીકત છે. સ્વતંત્રતા ન હોવાથી પુરુષપ્રધાન સમાજે ગૂંથેલી આ જાળમાં અટવાઈને જ તે પોતાનું જીવન પસાર કરી દેતી હોય છે.