Magazines

મૃત્યુના પ્રકાશમય અને આનંદમય દર્શન થશે ખરા? .

By GS TEAM
18 Jun 20252 mins read
મૃત્યુના પ્રકાશમય અને આનંદમય દર્શન થશે ખરા?                    .

ભગવાન  બુદ્ધ પરમ જ્ઞાનમાં સ્થિર હતા, સર્વજ્ઞાતા એટલે કે પરમાત્મ સ્વરૂપતા ધારણ કરી હતી ,આમ ભગવાન બુદ્ધનું વ્યક્તિત્વ અપૂર્વ અદ્વિતીય અને અત્યંત  પ્રભાવશાલી હતું, આવું  વ્યક્તિત્વ  માનવ ઇતિહાસમાં  બીજું મળતું જ નથી,  કારણ કે સાવજ સામાન્ય માણસમાંથી અવતારી પુરુષ બન્યા પોતાની અતિ કઠોર આંતર ધ્યાનની  સાધના કરીને જ તેઓ બુદ્ધ  બન્યા હતા, એટલે તો આજે વિશ્વના ચિંતકોમાં ભગવાન બુદ્ધને માનવ જાતિનું પ્રથમ પુષ્પ કહેવામાં આવે છે, તેજ  તેની વિશેષતા છે, આવું બિરુદ આજ સુધીમાં કોઈને પણ મળ્યું નથી. પરમ સત્ય તો બુદ્ધની  અનુભૂતિ અને એમાંથી નિપજતી અભિવ્યક્તિ પર જ આધારિત હોવાનું, આવી અનુભૂતિમાંથી જન્મતી  અભિવ્યક્તિ હંમેશા પરમ સત્ય, સ્વાભાવિક અને સરળ જ હોય છે, આવો બુદ્ધે મૂળ, રૂપે સત્ય સ્વરૂપે સત્ય આધારિત  પ્રયોજેલો ધર્મ સરળ અને સહજ છે. તેમાં કોઈપંણ પ્રકારની આંટીધુટીઓ નથી. અને  પરમ સત્ય પરજ આધારિત છે, તેમ છતાં  તેમણે  પોતાના અનુભૂતિજન્ય અભિવ્યક્તિ વ્યક્ત કર્યા પછી કહ્યું કે મે કહ્યું છે, મને સત્યની અનુભૂતિ થઇ છે અને મે જે અભિવ્યક્ત કરેલ છે, તે મારુ જ સત્ય છે, તે તમારું સત્ય  કદી  પણ બની શકે જ નહિ, તમાંરે માંરા સત્યને  આચારણમા મૂકવાનું જ નથી,  તેને તમો તમારું આત્મિક સત્ય માંનીને ચાલવા માડતા જ નહી, પણ મારી અભિવ્યક્તિને તમારા નિર્મલ અંતકરણમાં બરાબર કસજો અને તેમાંથી તમારો અર્ક કાઢશો અને આ તમારા અર્કનું જ આચરણ કરજો  આવું તમારૂ અર્ક પુર્ણપુર્ણ રૂપે તમારું છે તેનું આચરણ મારુ કહ્યા પ્રમાણેનું નહિ જ રહે, તે તો તમારું સત્ય બની જશે, અને તમારું સત્ય જ તમારું ઊર્ધ્વી કરણ કરી શકે, મારુ સત્ય તમારું ઊર્ધ્વી કરણ કરી શકે જ નહિ  એટલે જ સ્પષ્ટ કહું છું કે તમારો આત્માં જેમ કહે તેમ ચાલો, એ જ તમારો આત્મ ધર્મ છે, અને આત્મા જ સત્ય છે. એજ તમોને તમારા દુખમાંથી મુક્ત કરશે જીવનમાં દુખ છે, દુખના  કારણો અંદર જ છે  તેને ધ્યાન દ્વારા અંદર ઊતરો અને દુખના  કારણો શોધો ને  જાણો અને કારણોથી મુક્ત થાવ એટલે દુખ મુક્તિ અને આનંદ અવસ્થા  આજ દુખ મુક્તિનો  સર્વોત્તમ  ઉપાય છે, તમારા દુખમાંથી બીજો કોઈ મુક્ત કરી શકે જ નહિ અને હુ પણ નહિ. એટલું શુધ્ધ અંતરથી જાણો, શુદ્ધ અંતરથી જાણી જાગૃતિ પૂર્વક જીવન  જીવો, આમ તમારે ધ્યાનની સાધના દ્વારા અંદર ઉતરી તમારે તમારા આત્મામાંથી દુખના કારણો શોધીને તેનો નીકાલ  કરવાનો છે, એ જ તમોને દુખની મુક્તિ સુધી લઈ જાશે.

- તત્ત્વચિંતક વી. પટેલ