એકથી વધુ પતિ ધરાવતી પત્ની: બહુપતિત્વ પ્રથા
પૌરાણિક સમયથી સ્ત્રી બહુભર્તૃકા (એકથી વધારે પતિ ધરાવનાર) બનતી આવી છે. આધુનિક સમયમાં પણ ભારતમાં અમુક પ્રદેશોમાં સ્ત્રીને બહુભર્તૃકા બનાવામાં આવે છે. શું નારીજીવન તથા મૂલ્યોનું કંઇ જ મહત્ત્વ નથી?
જે પરંપરાનો આશ્રય લઇને પાંડવોએ દ્રૌપદીને બહુભર્તૃકા (એકથી વધારે પતિઓની પત્ની) બનાવી હતી, તે પ્રથા ઉત્તરપ્રદેશના પહાડી વિસ્તાર જૉનસાર બાવર, રંવાઈ અને જૉનપુર ટિહરીના ઘનોલ્ટી તાલુકામાં છે.
પ્રખ્યાત પર્યટન સ્થળ મસૂરીની પાછળ દૂરદૂર સુધી વિસ્તરેલ પર્વતમાળાઓમાં, એકબીજાની અડોઅડ આવેલી યમુના, સુધિણ, રૂધિણ અને ટોંસ તથા તેમની સહાયક નદીઓનાં પાણીથી સિંચાયેલ આ ક્ષેત્ર અર્વાચીન ગઢવાલમાં એક વિશિષ્ટ સાંસ્કૃતિક અને પ્રાંચલિક એકમ બનાવે છે. પોતાના આવા બહુપતિત્વ રિવાજને કારણે આ વિસ્તાર પશ્ચિમ હિમાલયના એક વિશાળ બહુપતિત્વવાળા સાંસ્કૃતિક પ્રદેશમાં સમાઈ જાય છે, જે હિમાચલ પ્રદેશના ઉત્તરના જિલ્લાઓ વટાવી કુલ્લુ લદ્દાખ અને તિબેટ સુધી વિસ્તરેલ છે.
જૉનસાર બાવરમાં ગવાતા નેગી નતિયરાય ગીત મુજબ મોગલકાળ દરમ્યાન જૉનસાર બાવરના વિસ્તાર ન્હાન (નહાન) રાજ્યમાં હતા. ત્યાર બાદ શ્રીનગર પર ગઢવાલ રાજ્યનું આધિપત્ય આવ્યું. ૧૯મી સદીની શરૂઆતમાં ગુરખાઓએ આ ક્ષેત્રો ગઢવાલના રાજા પાસેથી છીનવી લીધાં. પ્રથમ ગુરખા યુદ્ધ (૧૮૧૫-૧૭) બાદ જૉનસાર બાવરને અંગ્રેજોએ પોતાના અધિકારમાં લઈ લીધા અને ૧૯૫૪ સુધી રંવાઈ જૉનપુર ટિહરી રાજ્યમાં રહ્યા. વિક્ટોરિયા યુગની જીવનદ્રષ્ટિથી અનુપ્રમાણિત તથા દુનિયાને સભ્ય અસભ્ય તથા આધુનિક અને આદિવાસીના ભિન્ન દ્રષ્ટિકોણથી નિહાળનારા અંગ્રેજોએ બહુપતિત્વ પરંપરાને કારણે જોનસાર બાવર પ્રદેશને વિશિષ્ટ અને ભારતની સમાજનિર્માત્રી પ્રક્રિયાઓ કરતાં ભિન્ન ગણ્યો. તેમણે એના રીત-રિવાજો ને રૂઢિઓને વિકસાવી. ત્યાંના રીત-રિવાજોને 'દસ્તૂ-ઉલ-અમલ' નામે ગ્રંથસ્થ કર્યા. માનવશાસ્ત્રના વિદ્વાનોએ પણ તેનું અનુકરણ કર્યું અને હજી કરી રહ્યા છે.
'નરેન્દ્ર હિન્દ લૉ'માં જણાવ્યા મુજબ, ટિહરી રાજ્યમાં રંવાઈ જૉનપુરના લોકોને વિશિષ્ટ ન માનતાં તેમને તેમની શાસ્ત્રીય વિધિ અને રીત-રિવાજોનો સમન્વય હોય તે સમુદાયના ગણવામાં આવ્યા છે. અહીં બહુપતિત્વ રિવાજ લગ્નશાસ્ત્રપ્રણીત આસુરી પરંપરા (વરવિક્રમ કે કન્યાવિક્રય) મુજબ કાયદેસર હોવા છતાં પ્રશંસનીય નથી.
આજે જોનસાર બાવરમાં બહુપતિત્વ લગ્નપ્થા કાયદેસર છે, પરંતુ રંવાઈ જોનપુરમાં ગેરકાયેદસર છે. જ્યારે ૧૯૫૪માં ટિહરી રાજ્યને ઉત્તર પ્રદેશમાં ભેળવવામાં આવ્યું ત્યારે ત્યાં હિંદુ કોડ લાગુ કરવામાં આવ્યો. હિંદુ લગ્નનો કાયદો બહુપતિ લગ્નને માન્યતા આપતો નથી, તેમ જ શાસ્ત્રપ્રણીત આસુરી લગ્નપ્રથા, જે સ્થાનિક ભાષામાં દામવિવાહ કહેવાય છે, તેને પણ માન્ય રાખતો નથી. તદુપરાંત, અહીં પ્રચલિત બહુપત્નીત્વ અને એની સાથે જોડાયેલી શોક્યપ્રથાને પણ આ કાયદા હેઠળ કોઇ માન્યતા આપવામાં આવી નથી.
આનું પરિણામ એ આવ્યું કે આજે જૉનસાર બાવરના લોકોને જોનસારી અનુસૂચિત જનજાતિના ગણવામાં આવે છે અને આથી તે તેમને મળતા લાભ માટે પણ હકદાર છે. બહુપતિત્વ પ્રથા સાથે સંલગ્ન હોવા છતાં રંવાઇ જોનપુરના લોકોને અનુસૂચિત જનજાતિના ગણવામાં આવતા નથી.
હા, અહીંનાં વિકાસક્ષેત્રોને અનુસૂચિત જનજાતિ વિકાસક્ષેત્રોની સગવડ અવશ્ય મળે છે. જોકે એનાથી સરકારી નોકરીઓમાં આરક્ષણ મળતું નથી, તેથી અનુસૂચિત જનજાતિનો દરજ્જો મેળવવા માટે રંવાઇ જોનપુરના લોકો અવારનવાર 'સંઘર્ષ અને તેનાં ગંભીર પરિણામો'ની ધમકી આપતા રહે છે. બહુપતિત્વ પ્રથાના આધારે અનુસૂચિત જનજાતિનો દરજ્જો મેળવવો અને જાળવી રાખવો, તે અહીંની રાજનીતિનો મુખ્ય મુદ્દો બની ગયો છે.
પરંપરાની પ્રતીતિ : બદલાતી રાજનીતિ, સામાજિક રિવાજ અને તેને ઉત્પન્ન કરનારી બૌદ્ધિક જીવનદ્રષ્ટિમાં સ્ત્રીનું બહુપતિત્વનું ધોરણ અને તેનાં બદલાતાં પરિમાણ જો દબાઈ જાય તો તેમાં આશ્ચર્ય કેવું? જોનસાર બાવર પર ઝડપથી એક પછી એક થઇ રહેલ અભ્યાસ અને સર્વેક્ષણોમાં ભાગ્યે જ ક્યાંક એવો પ્રશ્ન ઉઠાવવામાં આવ્યો હશે કે, ભારતીય સંવિધાને અપનાવેલા નારીવિષયક પરિપ્રેક્ષ્યમાં નારીને બહુભર્તૃકા બનાવવા પાછળ શું ઔચિત્ય રહેલું છે.
પશ્ચિમથી આવેલ મૂલ્ય-તટસ્થતાની આંધીમાં નારીને બહુભર્તૃકા બનાવવાનું વિદ્વાનોની નજરે ક્ષમ્ય જ નહીં, ઉપયોગી પણ છે. ત્યાંના સમાજની આ જરૂરિયાત છે, નારીની સામાન્ય સામાજિક સ્થિતિ અંગે એક બાબત અવશ્ય જણાય છે કે બહુભર્તૃકા પ્રથા મહાભારતકાળથી ચાલી આવી છે, પરંતુ કોઇ એ જોવાની તકલીફ નથી લેતું કે મહાભારતના લેખકે બહુભર્તૃકા પ્રથાને કેવા દ્રષ્ટિકોણથી નિહાળી છે અને તેની સ્થિતિ કેવી છે. મહાભારતમાં કર્ણે દ્રૌપદીને 'બહુભર્તૃકા' કહીને એનું અપમાન કર્યું છે. દુર્યોધને ગાય સાથે તેની તુલના કરી છે. આજે પણ બહુભર્તૃકા બનવાનો ઇન્કાર કરતી સ્ત્રી એવી દલીલ કરે છે કે, હું કોઈ ગાય નથી.' આ પ્રથાના વિરોધીઓ સ્ત્રીને ગાયની તથા પુરુષોને સાંઢની ઉપમા આપીને આ પ્રથાની મજાક ઉડાવે છે.
એવું લાગે છે, જાણે યુરોપ અને અંગ્રેજોની અસરે આ પ્રથા પ્રત્યે આપણી દ્દષ્ટિ જ બદલી નાખી હોય. અંગ્રેજીના પોલિએન્ડ્રી શબ્દનો શબ્દશ: અનુવાદ કરીને આપણે 'બહુપતિત્વ' નામનો એક નવો શબ્દ ઘડયો અને તેની પરિભાષા પછાત જાતિઓમાં સ્ત્રી એક સમયે એકથીવધારે પતિઓ સાથે લગ્ન કરે છે, તે પ્રથા મુજબ કરવામાં આવી, ત્યારે આપણે એ યથાર્થ ન જોયો કે એ સ્ત્રીને દ્રૌપદીની માફક લાચારીવશ બહુભર્તૃકા બનવું પડે છે.
પોલિએન્ડ્રીની સંકલ્પના પુરુષની પ્રમુખતાની દ્યોતક છે એટલું જ નહીં, યથાર્થથી પણ દૂર છે. મહાભારતમાં એકમાત્ર દ્રૌપદી જ બહુભર્તૃકા છે, સુભદ્રા અને હેડંબા નહીં, લેખકે કરેલા એકસર્વેક્ષણ મુજબ જોનસાર બાવરમાં બહુભર્તૃકાઓ માત્ર ૪૮.૩% છે અને રંવાઈ જોનપુરમાં ૩૦.૫૬%, એક જ પતિવાળી અનુક્રમે ૩૪.૩% અને ૫૫.૨૦% તથા સહપત્નીઓ અનુક્રમે ૧૭.૪% અને ૧૪.૨૪% છે.
આના પરથી સ્પષ્ટ થાય છે કે અહીંની દરેકસ્ત્રી બહુભર્તૃકા હોતી નથી. છૂટાછેડા લેવા માટે હકદાર હોવાને કારણે અહીંની સ્ત્રીઓ માટે એ અનુકૂળતા રહે છે કે બહુભર્તૃકાનું પદ છોડી એકભર્તૃકામાંથી બહુભર્તૃકા બને. આથી અહીંના લોકોની નજરે દરેક પરિણીતા કાં તો 'એક'ની (એક પતિની) અથવા 'અનેક'ની (વધારે પતિઓની) પત્ની હોય છે. પોલિએન્ડ્રી (બહુપતિત્વ) નહીં, બહુભર્તૃકા સંપ્રત્યય વાસ્તવિકતાને વધુ સ્પષ્ટ રીતે વ્યક્ત કરે છે.
બહુભર્તૃકાની સ્થિતિ : પરંપરા અનુસાર મોટાભાગે એક જ માતાની કૂખે જન્મેલા એટલે કે સહોદર ભાઈઓ જ સમ્મિલિત પત્ની રાખે છે. રંવાઈ જોનપુરમાં નાનામોટા (રોટી-બેટીના વ્યવહારવાળા) ભાઈઓ ઘણી વાર આમ કરે છે.
આ પ્રથામાં મોટાભાગે બે ભાઈઓ વચ્ચે એકથી લઇને ત્રણ જેટલી ભાગીદાર પત્નીઓ જોવા મળે છે. જોનસાર બાવરમાં બેથી ચાર ભાઈઓ વચ્ચે એકથી ચાર જેટલી સમ્મિલિત પત્નીઓ જોવા મળે છે. સહોદર બહુભર્તૃકાની આ પ્રથામાં અનેક સહોદર ભાઈ અનેક સમ્મિલિત પત્નીઓ રાખે છે, ત્યારે ત્યાં દરેક સમ્મિલિત પત્ની શોક્ય (સપત્ની) બહુભર્તૃકા બની જાય છે, કારણ કે એ શોક્ય હોવાની સાથોસાથ બહુભર્તૃકા પણ હોયછે.
પોલિએન્ડ્રીની સંકલ્પનાને માનનારાઓએ આને પોલિજિનેન્ડ્રી (સમૂહ્ન)ની સંજ્ઞાા આપી. આ કહેવાતા સમૂહલગ્નની પ્રથામાં સામેલ સ્ત્રીનું શોક્ય રૂપ અજ્ઞાાત જ રહ્યું. તેમણે એ બાબત પ્રત્યે ધ્યાન જ ન આપ્યું કે, અહીં દેરાણી-જેઠાણી પણ એકબીજાને શોક્ય (સૌંખ) કહીને બોલાવે છે. ગમેતેમ પણ આજેય અહીંની સ્ત્રી સહપત્ની અને બહુભર્તકા શોક્ય બને છે. પરંતુ શોક્યનું સ્થાન આપવાની આ પ્રથામા એ પોતાના ઉત્તરાધિકારથી વંચિત થઇ ગઇ છે. સમય બદલાવાની સાથે, એક પતિની ઝાઝી-પત્નીઓમાંની એક બનવાને બદલે ઝાઝા ભાઈઓની પત્ની બનવાનું સ્ત્રી વધુ પસંદ કરે છે.
દ્રૌપદી બહુભર્તૃકા એટલા માટે નહોતી બની કે કુંતીએ પોતાના દીકરાઓને કહ્યું હતું કે, 'તમે ભિક્ષામાં જે લાવ્યો હો તે બધા સરખે ભાગે વહેંચી લો.' યુધિષ્ઠરે કરેલું એવું સ્પષ્ટીકરણ કે, 'આ રીતે સહોદર બહુભર્તૃકા રાખવાની આપણી પ્રાચીન પરંપરા છે,' તે વધારે સ્પષ્ટ અને પ્રાસંગિક છે. દ્રૌપદી એટલા માટે બહુભર્તૃકા બની કે સ્વયંવરમાં અર્જુન વિજયી થયા બાદ દ્રૌપદીના સૌંદર્ય પર મોહિત થઇને દરેક પાંડવે મનોમન નક્કી કર્યું હતંુ કે તે પણ દ્રૌપદીને પોતાની પત્ની બનાવે. (સ્વયંવર પર્વ.)
અને પોતાની એકજૂથતાની રક્ષા માટે બધા પાંડવો દ્રૌપદીને બહુભર્તૃકા બનાવવા માટે રાજી પણ થઈ ગયા.શું કોઇને દ્રૌપદીનો આ અંગે અભિપ્રાય લેવાનું યોગ્ય લાગ્યું? ના, કારણ કે દ્રૌપદી સ્વયંવરમાં જીતેલી સંપત્તિ હતી, નહીં તો જુગારમાં એને દાવમાં મૂકવા અંગેનું કંઇ ઔચિત્ય હતું ખરું?
પૌરાણિક ઉદાહરણોના આધારે કૃષ્ણે પણ બહુભર્તૃકા પ્રથાને યોગ્ય ગણાવી. આજના સમાજશાસ્ત્રીઓ પણ 'ફંક્શન' એટલે કે વ્યાવહારિક ઉપયોગિતાના આધારે આને યોગ્ય માને છે.
અહીંની સ્ત્રી આજે પણ સંપત્તિ ગણાય છે. દામવિવાહ પ્રથા એનો પુરાવો છે, જેના આધારે કન્યાના પિતાને શુલ્ક (કિંમત) આપીને કન્યા (પત્ની) ખરીદવામાં આવે છે. એને દાનમાં (કન્યાદાન તરીકે) પણ આપવામાં આવે છે. દાન આદર્શ, સત્કાર્ય, સંસ્કાર અને પ્રશસ્ત છે, છતાં વહેવારમાં દામવિવાહનું મહત્ત્વ વધારે છે. અગત્યની વાત એ છે કે, કિંમત ચૂકવીને ખરીદેલી પત્નીને પણ બહુભર્તૃકા બનાવવામાં આવે છે અને મોટા ભાગે એને મોટા ભાઈના નામે લાવવામાં આવે છે.
રંવાઈ જોનપુર કરતાં જોનસાર બાવરમાં દામવિવાહનું પ્રચલન વધારે હોવા છતાં ત્યાં કન્યાની કિંમત માત્ર સવા રૂપિયો જ છે, જ્યારે રંવાઇ જોનપુરમાં કન્યાની કિંમત હજારો રૂપિયા આપવા-લેવામાં આવે છે. એક દાયકા અગાઉ તેની વધારેમાં વધારે કિંમત ૧૦-૧૨ હજાર રૂપિયા જેટલી બતાવવામાં આવી હતી. રકમ ગમે તેટલી હોય, પરંતુ તેમાં બને ત્યાં સુધી મહારાણી વિક્ટોરિયાના સમયના ૧૦૦ રૂપિયા (ચાંદીના સિક્કા) હોવા જરૂરી છે. વર્તમાન અર્થવ્યવસ્થા અને મોંઘવારીને કારણે કન્યાના ભાવ પણ સતત વધતા રહે છે.
દામવિવાહની પ્રથામાં શાસ્ત્રીય કર્મકાંડનું વિઘન હોતું નથી. કન્યાપક્ષનાં માણસો કન્યાની જાન લઇને વરના ઘેર જાય ે અને એને ચૂલા પાસેબેઠેલી સાસુને અર્પણ કરી દે છે. આમાં કન્યાની જાનનો તમામ ખર્ચ વરપક્ષે ચૂકવવાનો હોય છે, જ્યારે દાનવિવાહમાં વરની જાન આવે તેનો ખર્ચ કન્યાપક્ષે ભોગવવાનો હોયછે, કારણ કે શાસ્ત્રીય પરંપરામાં કન્યાદાન માટેના કર્મકાંડનો વિધિ કન્યાના ઘરે થાય છે.
કન્યાને દાનમાં આપવી કે દામ લઇને, તે બાબત કન્યાના પિતાની ઇચ્છા પર આધારિત છે. એક તળપદી કહેવત મુજબ, 'એક રાજાનો જમીન પર જેવો અધિકાર હોય છે, તેવો કન્યાના પિતાનો કન્યા પર હોય છે.' કન્યાને દાનમાં આપવી કે ન આપવી તે એની ઇચ્છા પર આધાર રાખે છે. આથી જ અહીં કન્યાને જોવાની નહીં પણ 'છોકરી માગવાની અને લાવવાની' પ્રથા છે.
લગ્નનો ખર્ચ લઇને કન્યા આપવી તે દાન અને દામવિવાહ વચ્ચેની સ્થિતિ છે. લગ્નનો ખર્ચ લઇને પણ કન્યાદાન કરી શકાય છે, પરંતુ લગ્નનો ખર્ચ જ લેવામાં અને કન્યાની કિંમત લેવામાં (દામવિવાહ), ભેટ અને લાંચ વચ્ચે હોય એટલી પાતળી ભેદરેખા જ છે. જે હોય તે છૂટાછેડા લીધા બાદ સ્ત્રી જ્યાં સુધી એના માટે લેવાયલ કિંમત (દામ) અથવા લગ્નના ખર્ચની રકમ ભૂતપૂર્વ પતિને ચૂકવી ન દે, ત્યાં સુધી પુનર્વિવાહ માટે હકદાર બનતી નથી. કન્યાની જાનના ભોજનખર્ચને પણ ઘણીવાર વ્યાજ સાથે લગ્નના ખર્ચમાં ઉમેરી દેવામાં આવે છે. જો પતિ છૂટાછેડા આપે, તો એને કોઇ પ્રકારનો દંડ (નુકસાની) ચૂકવવાનો હોતો નથી. ખર્ચ પરત મેળવવા માટે પત્ની પર અત્યાચાર કરવો, તેમાં કોઇ નવાઈની વાત નથી.
દાનમાં લીધેલી પત્નીને પણ છૂટાછેડા માટેની કિંમત આપવી પડે છે, જોકે એ વિના કિંમતે મળી હોય છે. દાનવિવાહમાં કન્યાને કરિયાવર તો આપવામાં આવે છે, પણ છૂટાછેડા વખતે મોટાભાગે તે પાછો લેવામાં આવતો નથી. દાનવિવાહ તોડી નાખવામાં સમય પણ વધારે લાગે છે, કેમ કે આમાં સ્થાયિત્ય તથા છૂટા ન પડવાની ભાવના પણ જોડાયેલી હોય છે, તેમ છતાં દાનવિવાહની પ્રતિષ્ઠા અને પ્રચલન વધતાં જાય છે. આમ, દાન અને દામવિવાહની બે વિરોધાભાસી વિચારસરણી વચ્ચે સ્ત્રી પિસાયા કરે છે, કારણ કે છૂટાછેડા, પૈસાની લેવડદેવડ માટેની વાતચીત અને તેનું નિરાકરણ સ્ત્રીઓના નામે પુરુષો દ્વારા જ કરવામાં આવે છે.
નારીવિષયક જાગૃતિ : સ્ત્રી પ્રત્યેની આવી જીવનદ્રષ્ટિ અને તેની સાથે સંબંધિત વ્યવહારમાં સ્ત્રી સંપૂર્ણત: ખરીદાયેલી એક પ્રકારની આર્થિક 'સંપત્તિ' માત્ર બનીને જ રહી ગઈ છે. તેનું ફક્ત આર્થિક મૂલ્ય જ છે અને તે પણ માત્ર ખરીદાયેલ વસ્તુ જેટલું. આથી જ પુનર્વિવાહ કરવા ઇચ્છતી વિધવા પોતાના મૃત પતિના પરિવારની પરવાનગી વિના એટલે કે દંડ ચૂકવ્યા વિના બીજાં લગ્ન કરી શકતી નથી. પુત્ર પણ જો પોતાની મા બીજાં લગ્ન કરે તો, તેની પાસેથી છૂટાછેડાની કિંમત વસૂલ કરવાને હકદાર છે. બધાં ક્ષેત્રોમાં નહીં, પણ અમુક સ્થળોએ પુત્રને પગે લાગવાની માતાને ફરજ પડે છે.
સહોદર બહુભર્તૃકા અને દામવિવાહની પ્રથામાંથી જ સ્ત્રીની સૌગિયા (ધર્મભાઈ) બહુભર્તૃકાની ભૂમિકા ઉદ્દભવી હોય એમ લાગે છે. કોઈ પણ વ્યક્તિ પોતાની જ્ઞાાતિ કે કુળમાંથી અથવા બીજા કોઈને પણ પોતાનો ધર્મભાઈ (સૌગિયા) બનાવીને એને પોતાની પત્ની સાથે સમાગમ કરવાનો હક આપી શકે છે. ક્યારેક લોકો આમ કરતાં પણ હોય છે, ખાસ કરીને એવી સ્થિતિમાં, કે જ્યારે પુરુષ એકલો હોય અને ઘર તથા ખેતીનું તમામ કામકાજ સંભાળવું પડતું હોવાથી સક્ષમ ન હોય અને તેની પત્ની તેના કરતાં યુવાન હોય. ક્યારેક યુવાન પત્નીને કારણે પણ સૌગિયા રાખવામાં આવે છે.
સૌગિયા અને સહોદર બહુભુર્તૃકા પ્રથાઓ વચ્ચે એક ફરક છે. સૌગિયા પ્રથા અપવાદરૂપ છે, પરંતુ સહોદર બહુભર્તૃકા પ્રથા પ્રચલિત વહેવાર છે. સૌગિયા ભાઈને ગમે ત્યારે છૂટો કરી શકાય છે, કારણ કે પત્ની મૂળપતિની સંપત્તિ છે. સહોદર બહુભર્તૃકા તમામ સહોદરોની, ખરેખર તો કુટુંબની મઝિયારી જમીનની માફક સંયુક્ત સંપત્તિ છે અને તેની વહેંચણી પણ એજ રીતે થતી હોય છે.
અહીં સ્ત્રી કોલ્ટા અને ડોમ જેવી જાતિઓમાં ખેતીના કામકાજમાં સહાયક સ્ત્રોત છે. અહીંની જીવનદ્રષ્ટિએ બન્ને પ્રત્યેના અધિકારમાં, તેમને ગ્રહણ કરવાનો અને એમને સંપત્તિરૂપે માનવાનો ભાવ રહેલો છે. આમાંથી કોઈને મંદિરમાં પ્રવેશવાનો અધિકાર નથી. ખેતર-જંગલમાં કામ કામ કરતી વખતે અને સામૂહિક નૃત્યોમાં સ્ત્રીઓ સ્પૃશ્યાસ્પૃશ્યનો ભેદભાવ રાખતી નથી. અહીંના આચરણ મુજબ સ્ત્રી પુરુષની અર્ધાંગિની નથી. પિયર તથા સાસરામાંથી સ્ત્રી ભરણપોષણ મેળવવા માટે હકદાર છે, પણ એને સીધો ઉત્તરાધિકાર મળતો નથી.
રસોઈકામ, ઘર, જંગલ અને ખેતી સુધી વિસ્તૃત જીવનાધાર કાર્યોમાં સ્ત્રીની સશક્ત આર્થિક ભૂમિકા છે. હળ હાંકવા ઉપરાંત ખેતીનાં અન્ય કામકાજ જેવાં કે, ખોદવું, ગોડવું, વાવણી, રોપણી, (ડાંગરની) નીંદામણ, કાપણી અને ડૂંડા મસળવાં વગેરે કાર્યો સ્ત્રીઓ માટે યોગ્ય માનવામાં આવે છે. જંગલમાંથી જડીબુટ્ટીઓ ખોદી લાવવામાં પણ સ્ત્રી પુરુષને સહયોગ આપે છે. તદુપરાંત, પ્રજા (સંતાન, ખાસ કરીને પુત્ર) અને રતિ (કામસુખ) આપવાની પણ પત્નીની આવશ્યક જવાબદારી છે. અહીંના લોકોની નજરે જે સ્ત્રી શરીરે પુષ્ટ, શક્તિશાળી, ઘર તથા ખેતીના કામકાજમાં નિપુણ, પુત્રવતી અને રતિસુખ આપવા માટે તત્પર હોય તેવી પત્નીને શ્રેષ્ઠ માનવામાં આવે છે.
એક અન્ય પાસું: ખાસ કરીને ઉચ્ચસ્તરીય (જમીનદાર, બ્રાહ્મણ, રાજપૂત) અને નિમ્નસ્તરીય (મોટા ભાગે ભૂમિહીન, કોલ્ટા, ડોમ, ચમાર) જાતિઓમાં બહુભર્તુકા પ્રથાનું વધારે પાલન થાય છે. તેમનામાં સંપત્તીઓનું પ્રમાણ પણ વધારે હોય છે. મધ્યસ્તરની શિલ્પી જાતિઓમાં (નાથ, બાજમી, મિસ્ત્ર-સુથાર અને લુહારમાં) બહુભર્તુકા તથા સંપત્તિઓની પ્રથા ખૂબ ઓછી છે.
અહીં ઉચ્ચસ્તરની જાતિઓ ખેતી સાથે સીધેસીધી જોડાયેલી છે, ત્યારે ખેતરમાં કામ કરતાં મજૂરોરૂપે નિમ્નસ્તરીય જાતિઓ અપ્રત્યક્ષરૂપે ખેતી સાથે જોડાયેલ છે. તો શું સ્ત્રીની બહુભર્તકા ભૂમિકા અહીંની આર્થિક વ્યવસ્થા સાથે સંબંધિત છે? કદાચ અર્થવ્યવસ્થાની દ્રષ્ટિએ આ પ્રશ્ન એટલો મહત્ત્વપૂર્ણ નથી, જેટલો નારીવિષયક જીવનદ્રષ્ટિ અને મૂલ્યોની દ્રષ્ટિએ છે.
એકથી વધુ પતિ ધરાવતી પત્ની: બહુપતિત્વ પ્રથા
સમાજશાસ્ત્રીઓ પણ 'ફંક્શન' એટલે કે વ્યાવહારિક ઉપયોગિતાના આધારે આને યોગ્ય માને છે.