સુંવાળા સાથળનું સ્વાસ્થ્ય કેમ સાચવશો? .

પ્રકૃતિને પરમાત્માનું પરમ શ્રેષ્ઠ સર્જન માનવામાં આવે છે અને તેમાંય વળી માનવ શરીરની રચનાને પ્રકૃતિની પરમકૃતિ ગણવામાં આવે છે. તેમાંય વળી સ્ત્રીના શરીરની રચનાને પ્રકૃતિ અને પરમાત્માના પુરુષાર્થની પરિપૂર્તિ માનવામાં આવે છે. સ્ત્રીના શરીરની રચનામાં પ્રકૃતિએ તેના પ્રત્યેક અંગ-ઉપાંગને વિશેષતા અને લાક્ષણિકતા પ્રદાન કરવામાં લેશમાત્ર કચાશ, ખામી કે ક્ષતિનો અવકાશ રાખ્યો નથી. સ્ત્રીના શરીરના સર્જનમાં બાહ્ય તથા આંતરિક અંગોની રચનામાં પણ પ્રકૃતિએ કોઈ ઊણપ આવવા દીધી નથી. તેમ છાં પ્રકૃતિએ સ્ત્રીના કૌમાર્યને તેના શરીરની રચનામાં પ્રધાન મહત્ત્વ આપ્યું છે. તેમાંય વળી આ કૌમાર્યની સ્વૌચ્છિક સુરક્ષા માટે બંને બાજુએ વિશેષ કિલ્લેબંધી રાખવામાં આવી છે અને આ કિલ્લેબંધીના મુખ્ય પહેરેદાર પણ સ્થાન અને શક્તિની દ્રષ્ટિએ જોતાં સ્ત્રીના શરીરનાં અન્ય અંગો કરતાં વિશેષરૂપે ઘડવામાં આવ્યાં છે. આમ તો તેમને એવી વિશેષ ઉપમા પણ આપવામાં આવી છે કે ''વજીદપિ કઠોરાણીમૃદુની કુસુમાદયી'' એટલે કે આ અવયવ વજીની માફક કઠોર ભૂમિકા નિભાવવાની ક્ષમતા ધરાવે છે તો સાથે સાથે પુષ્પના સ્પર્શ જેટલી મુલાયમતા અને કોમળતા પણ ધરાવે છે. એકવાર તો એવો વિચાર પણ થઈ આવે કે સ્ત્રીના શરીરનું એવું તે વળી ક્યું અંગ હશે કે જેને આટલું પ્રાધાન્ય આપવામાં આવ્યું છે. હા! સ્ત્રીના ધડને પગ ઉપર આધાર અને આશરો આપતી સાથળો સ્ત્રીના કૌમાર્યની સુરક્ષા માટે તૈનાત કરાયેલા બે પડછંદ પહેરેદાર.
ઘણા પુરુષોનું એવું માનવું છે કે સ્ત્રીના કૌમાર્યને ખંડિત કરવું હોય તો આ બંને કિલ્લેદારોને કમજોર બનાવી દો. તેમ છતાં સંશોધન, ચકાસણી અને પ્રાયોગિક અજમાયશ બાદ એવું તારણ પણ કાઢવામાં આવ્યું છે કે સ્ત્રીના સૌથી ગુપ્તમાં ગુપ્ત અને અંગત વ્યક્તિત્વને પરાભવ અને પરાજીત કરવું હોય તો તેની પવિત્રતાના પ્રહરીઓને પરાધીન કરવાના પુરુષાર્થમાં કામયાબી પ્રાપ્ત કરો.
એવું માનવામાં પણ આવે છે કે સ્ત્રીનાં સ્તન સ્ત્રીના શરીરની ઉત્તમ અને અણમોલ અસ્કયામતો અને સર્વોત્તમ સોગાત છે. પરંતુ હવે આ માન્યતામાં પરિવર્તન લાવવામાં આવ્યું છે અને સાથળોને સ્ત્રીની કાયાકલપની કલાત્મક અને કોમળ તથા કદાવર અને કાંચનવર્ણી કમનસીબી પણ ગણવામાં આવે છે. કારણ કે સાથળોની શરણાગતિ જ સ્ત્રીના કૌમાર્ય ભંગ માટે કારણભૂત બને છે. સ્ત્રીનાં સ્તન પ્રદર્શનમાં બનાવટ અને કૃત્રિમ સાધનો દ્વારા છેતરામણીનો અવકાશ હોય છે. પરંતુ સ્ત્રીની સાથળો તો પ્રકૃતિનું આબેહૂબ પ્રદર્શન હોય છે. સ્ત્રીની સાથળના માપદંડ દ્વારા સ્ત્રીના શરીર સ્વાસ્થ્યની ગણતરી કરી શકાય છે. ભરાવદાર ઘાટીલી અને કદાવર સાથળીને સ્ત્રીના શરીરનો શ્રેષ્ઠ શૃંગાર પણ માનવામાં આવે છે. સપ્રમાણ સાથળોના સ્નાયુઓ સુંવાળા હોવાની સાથે સાથે ઘણા સશક્ત અને સબળ હોય છે. તેથી જ તો કહેવામાં આવે છે કે સાથળોના સહકાર વિના સ્વર્ગીય સુખની સંતૃપ્તિની સંભાવનાનું સ્વપ્ર સાકાર થતું નથી. પછી આવું સ્વપ્ન પુરુષનું હોય કે સ્વયં સ્ત્રીનું સાથળોનો સહયોગ એટલે પુરુષના પુરુષાર્થનું પરિણામ અને સ્ત્રીની સ્વૈચ્છિક સંવેદનાની પરિપૂર્તિ.
હવે આવી સાથળોને સ્વસ્થ અને સપ્રમાણ રાખવા માટે સ્ત્રીઓ વિવિધ પ્રકારની અંગ કસરતોનો આશરો લે છે. ઘણી સ્ત્રીઓ પોતાની સાથળોના સ્થૂળ સ્નાયુઓને હળવા અને હલકા કરવા માટે લીપોસકશન નામનો તબીબી પ્રયોગ અજમાવે છે. સ્ત્રીના શરીરમાં સાથળોના અસાધારણ કદ માટે ઘણીવાર સ્ત્રીની આહાર ગ્રહણ કરવાની પ્રકૃતિ પણ જવાબદાર હોય છે. એટલે જ સ્ત્રીએ પોતાના શરીરના સ્વાસ્થ્યની જાળવણી દરમિયાન નિતંબ, કમર અને સાથળોની પ્રમાણસરતા પ્રતિ કદાપિ બેદરકારી કે દુર્લક્ષ્ય સેવવું જોઈએ નહીં.
જો સ્ત્રીઓને પોતાની સાથળો પ્રતિ દરકાર કરવાની લગીરે ભાવના હોય તો તેમણે પોતાના બ્યુટી થેરેપીસ્ટ અને ડાયેટીશીયનની (આહાર તજજ્ઞા) સલાહ લઈ તેની ભલામણ પ્રમાણે પોતાની દિનચર્યા અમલમાં મૂકવી જોઈએ.
સાથળો ઉપર ચઢેલી ચરબી શરીરના બીજા ભાગ ઉપરની ચરબી કરતાં મહદંશે ભિન્ન હોય છે એવો નિષ્ણાતોનો અભિપ્રાય હોવાનું કહેવાય છે. સાથળો ઉપરની ચરબી ઘણીવાર એક જ જગ્યાએ ચીટકીને સ્થિર રહેવાની ગુણવત્તા ધરાવે છે. તેથી જ સાથળો ઉપરની ચરબી મોટેભાગે નિષ્ક્રીય હોય છે તેથી તે સહજરૂપે ખસેડી કે તોડી શકાતી નથી. ઘણીવાર સ્ત્રીઓના શરીરની અને વિશેષ રૂપે સાથળ ઉપરની ચરબી માતા તરફથી વારસામાં પણ મળે છે. સ્ત્રીના શરીરની ભૂગોળ એવા પ્રકારની હોય છે કે સાથળ ઉપરના સ્નાયુઓ યુવાવસ્થા અથવા તો ગર્ભાવસ્થા દરમિયાન પ્રભાવિત થાય છે. એ પણ જાણી લેવું જરૂરી છે કે સાથળો ઉપરની ચરબીનું નિયંત્રણ શરીરના જટિલતંત્ર દ્વારા કરવામાં આવે છે. જો કોઈ સ્ત્રી તેનું નિયંત્રણ બળજબરીપૂર્વક અથવા કૃત્રિમ ઇલાજો દ્વારા કરવાનો પ્રયાસ કરે તો એટલું જાણી લેજો કે તમે શરીરના તંત્રના સંચાલનની અવગણના કરી રહ્યાં છો જેની તમારા શરીર અને સ્વાસ્થ્ય ઉપર પ્રતિકૂળ અસર થઈ શકે છે. તેમ છતાં તમારી સાથળો સંબધિત કોઈ પણ પગલાં લેતાં પહેલાં એટલું નિશ્ચિત કરી લેજો કે ખરેખર તમારી સાથળો સ્થૂળ છે કે પછી તમને એવી સાથળો હોવાનો ભ્રમ છે.
એ એક સ્ત્રીસહજ મનોવૈજ્ઞાાનિક અવસ્થા છે કે જ્યારે સ્ત્રી પોતાના શરીરને આયનામાં જુએ છે ત્યારે તે પોતાને વાસ્તવમાં હોય છે તે કરતાં વધુ સ્થૂળ અવસ્થામાં વિચારે છે તેથી જ સાથળો વિશે કોઈ પગલાં લેવાનો વિચાર કરતાં પહેલાં તમારા પતિને અથવા તો નિકટની સહેલીને પૂછી જો જો કે તમારી સાથળો તમે વિચારતાં હો તેવી અવસ્થામાં છે કે કેમ?
તેમ છતાં એના માટે ચિંતા કરવાની કોઈ આવશ્યક્તા નથી. દરેક સ્ત્રીએ એક વાત ખરેખર જાણી લેવી જોઈએ કે સાથળો અથવા તો નિતંબ ઉપરની ચરબી કમર ઉપરની ચરબીના થર કરતાં વધુ સુરક્ષિત અને સલામત ગણવામાં આવે છે.
સ્ત્રીઓએ એક બાબત ખાસ ધ્યાનમાં લેવા જેવી છે કે, સાથળોને સપ્રમાણ, ઘાટીલી અને આકારમાં સુંદર બનાવવાનો કોઈ આસાન ઇલાજ નથી અને જો બેડોળ સાથળોને ઘાટમાં લાવવા માટે જરૂરિયાત લાગે તો તે માટે ઘણી ધીરજ અને નાણાંની આવશ્યક્તા પડે છે. તેમ છતાં સાથળોના ઘાટ અને આકારને સુધારવા માટે જો તમે કૃતનિશ્ચિત હો તો તે પણ શક્ય છે પરંતુ તે માટે અગાઉ જણાવ્યા મુજબ ધીરજ અને મેરાથોન વ્યાયામ બેઠકની આવશ્યક્તા છે.
સ્થૂળ સાથળો પરથી ચરબી ઉતારવાના ઇલાજમાં આહારનું યોગદાન ઘણું છે. અને આ આહારશાસ્ત્ર તમારી સાથળોના ઘાટ માટે જાદુઈ અસર કરે છે. ઓછી ચરબીવાળો આહાર તમારી સાથળોનો મેદ ઉતારવામાં મદદ નહિ કરે પરંતુ થોડેઘણે અંશે સાથળોનો ઘાટ બદલવામાં સહાયરૂપ થશે.
સ્ત્રીના શરીરમાં નિતંબ અને સાથળો સૌથી સ્થૂળ અંગો માનવામાં આવે છે. અને તેથી જ જ્યારે આહાર ઉપર નિયંત્રણ આવે છે ત્યારે નિતંબ અને સાથળો ઉપરની ચરબી ઉતરવા માંડે છે. પરંતુ આ પરિવર્તન સાબિત કરવા કોઈ તબીબી અથવા તો વૈજ્ઞાાનિક પુરાવો પ્રાપ્ત થશે નહિ. અને પરિણામે આ ઇલાજને અંતે પણ તમે પોતાને ઠેરના ઠેર ઊભેલાં જોશો. મેદસ્વીપણાના સંશોધકો પણ એક પગલું આગળ વધી એ જણાવે છે કે ડાયટિંગ કરવાથી શરીરના કોઈ એક ભાગ ઉપરથી ચરબી ઓસરવા માંડે છે એનો કોઈ પુરાવો નથી. વજન ઘટવાથી એ માની લેવાની જરૂરત નથી કે સાથળો ઘાટીલી થઈ છે. વજન ભલે ઘટે પરંતુ સર્વાંગી શારીરિક કદ એનું એ જ રહે છે.
જો ડાયટિંગથી પરિણામ લાવવું હોય તો ડાયટીંગને લાંબા ગાળા સુધી અપનાવવું પડશે અને સાથે સાથે વ્યાયામનો સક્રિય કાર્યક્રમ પણ અપનાવવો પડશે. પગનો આકાર અને ઘાટ બદલવાની કસરતો કરવાનો પરિશ્રમ ચાલુ રાખશો તો તમારા સ્નાયુઓનો ઘાટ અને આકાર બદલાતા સંભવિત છે કે સાથળોના આકારમાં પણ પરિવર્તન આવે. પરંતુ પગ પાતળા થવાની પ્રક્રિયા પણ નકારી શકાય નહિ.
કોઈ સારી અને પ્રતિષ્ઠિત વ્યાયામ શાળામાં શિક્ષકની દેખરેખ નીચે કસરતો જારી રાખવાથી પણ અનુકૂળ પરિણામ આવવાની સંભાવના છે. શરીરના કોઈ પણ ભાગ ઉપરથી અને વિશેષરૂપે સાથળો ઉપરથી ચરબી ઘટાડવા દોડવાની, કુદવાની એરોબિક્સ અથવા સતત નૃત્ય પ્રશિક્ષણ ઘણું ફાયદાકારક પુરવાર થઇ શકે છે. પરંતુ આનો લાભ લેવા માટે અઠવાડિયામાં ત્રણ વાર સતત વીસ મિનિટની બેઠક જરૂરી છે. આમ તો લાંબા અંતર સુધી ચાલવાની કસરત પણ સાથળો માટે લાભદાયક છે. પરંતુ તે માટે ધીરજ હોવી જરૂરી છે. કારણ કે પરિણામ જણાતાં ઘણો સમય લાગી જવાની સંભાવના છે. સાથળો ઉપરની ચરબીને સેલ્યુલાઈટના નામે ઓળખવામાં આવે છે. કારણ કે આ ચરબી શરીરના બીજા ભાગની ચરબી કરતાં ભિન્ન હોય છે. અને તે નિષ્ક્રિય રક્ત પરિભ્રમણ, પ્રતિકૂળ આહાર અને બેઠાડુ જીવન હોવાના પરિણામે અસ્તિત્વમાં આવે છે. તેથી જ કોઈ પણ સારા લોશનથી સાથળોના સ્નાયુઓની સતત અને નિયમિત માલિશ કરવાથી સાનુકૂળ પરિણામ મળે છે.
ગરમ પાણીથી સ્નાન કર્યા બાદ જો શીતળજળનો સતત મારો સાથળો ઉપર કરવામાં આવે તો રક્તપરિભ્રમણમાં ચેતના આવતાં સાથળોના સ્નાયુઓ સંકોચન પામે તો સાથળોના ઘાટમાં સુધારો થવાની સંભાવના નકારી ન શકાય. કમરથી નીચેનાં વસ્ત્રોના પરિધાનની પસંદગી દ્વારા જો સાથળોનાં વિસ્તારમાં જેમ બને તેમ પરસેવાના રેલાઓનો પ્રવાહ જાળવી રાખવામાં આવે તો સાથળોના ઘાટમાં પરિણામ પ્રાપ્ત થવાની સંભાવના નકારી શકાય નહિ.
સાથળોને સપ્રમાણ અને ઘાટીલી બનાવવા માટે હવેતો મશીનોનો પણ ઉપયોગ કરવામાં આવે છે. વીજળી સંચાલક આ મશીન સાથળોની પરથે બાંધવામાં આવેલાં પેડને સક્રિય કરે છે જે સાથળોની ચરબી ઘટાડવામાં સહાયરૂપ નીવડે છે. તદ્ઉપરાંત હવે તો સાથળોને ઘાટીલી બનાવવા માટે અરોમા થેરેપી અને કનેક્ટીવ ટીસ્યુ મસાજ જેવી વિશેષ ઉપચારક પ્રક્રિયાઓનો પણ આશરો લેવામાં આવે છે. સ્વાસ્થય સલાહકારો સાથળો ઉપરની વધુ પડતી ચરબી માટે પર્યાવરણ પ્રદુષણ દ્વારા પેદા થતાં વિષ ઉપર દોષારોપણ કરે છે. તેથી જ શરીરની અંદર સ્થિત વિવિધ વિષોથી મુક્તિ સાથળો ઉપરની ચરબી ઘટાડવામાં મહત્વનું યોગદાન પ્રદાન કરે છે. અમુક પ્રકારની જેલી કાંતો સાથળો ઉપર જાડા પડમાં લપેટવામાં આવે છે. અથવા તો કપડાના પાટાઓ આવા જેલીમાં ભીંજવીને પછી તેને કમરથી માંડી છેક ઘુંટણ સુધી લપેટવામાં આવે છે. જેનાથી અમુક સમયબાદ સાથળો હલકી થઈ હોવાની અનુભૂતિ થાય છે પરંતુ આ કોઈ કાયમી ઈલાજ નથી. કામચલાઉ રાહત માટે આ ઈલાજ અકસીર ગણવામાં આવે છે.
બીજો એક ઈલાજ લોનીથેરપી તરીકે ઓળખાય છે જેમાં સાથળની ચામડી પર વિશેષ પ્રકારનાં લોશન ચોપડવામાં આવે છે અને તેની ઉપર વીજળીનો પ્રવાહ દોડાવવામાં આવે છે. આ લોશનમાં એવાં ઘટકો હોય છે જે વીજળીના પ્રવાહથી સક્રિય બની ચોક્કસ વિસ્તારમાંથી મેદનો નોંધપાત્ર ઘટાડો કરે છે. પરંતુ આ ઈલાજ માટે પાંચ-છ અઠવાડિયાંનો કોર્સ કરવો પડે છે.
સાથળોને ઘાટીલી બનાવવા માટે ઉપરોક્ત ઈલાજો સાર્થક નીવડતા હશે કે કેમ એ તો તેનો અમલ કરનારી સ્ત્રીઓ જાણે પરંતુ એક ઈલાજ તો ખરેખર અકસીર માનવામાં આવે છે. સમતોલ આહાર અને નિયમિત વ્યાયામ. ઘણી સ્ત્રીઓ લીપોસકશન નામની શસ્ત્રક્રિયાનો આશરો લે છે. પરંતુ આ માટે હોસ્પિટલમાં રહેવું પડે છે તેમજ ૩૫ વર્ષની વય બાદ આવી શસ્ત્રક્રિયા માટે સલાહ આપવામાં આવતી નથી. કારણકે આ શસ્ત્રક્રિયા બાદ સર્જાયેલા અવકાશને સરભર કરવા માટે ત્વચામાં પર્યાપ્ત સ્થિતિસ્થાપકતાનો અભાવ હોવાથી ત્વચા ધાર્યા કરતાં વધુ શિથિલ થઈ જવાની સંભાવના જોવામાં આવે છે.
તેમ છતાં દરેક સ્ત્રીએ પોતાના શરીરનાં મહત્વનાં અંગોપાંગોમાં પણ વિશેષરૂપે સાથળોના સ્વાસ્થ્ય પ્રતિ વધુ ધ્યાન આપવું અનિવાર્ય છે. કદાચ સાથળોની ભૂમિકાને ધ્યાનમાં રાખીને જ પ્રકૃતિએ સ્ત્રીના શરીરના સર્જન વખતે સાથળોને આ વિશેષ અને લાક્ષણિક સ્થાન પ્રદાન કરવાનું ઉચિત માન્યું હશે.
- નીપા









