પ્રેમની અવગણા શા માટે
ડૉક્ટર સાહેબ, મારી પત્ની પથારીમાં મને સહકાર નથી આપતી. શારીરિક સંબંધ બાંધું છું ત્યારે નિર્જીવની જેમ પડી રહે છે. આ કારણે હું ઘણી મૂંઝવણ અનુભવું છું. આનો કોઈ ઈલાજ બતાવશો?''
જોવા મળ્યું છે કે મોટા ભાગના પુરુષો તેમની પત્નીની મુશ્કેલી જાણ્યા વિના તેના પર તે ઠંડી હોવાનું લેબલ લગાવી દે છે. સ્ત્રીઓ સેક્સ તરફથી શા માટે મોં ફેરવી લેતી હોય છે એ જાણવું ઘણું જરૂરી છે.
સ્ત્રીની સેક્સની ભાવનાઓને ન સમજનાર પુરુષ જ પોતાની પત્ની પર ઠંડી હોવાનો આક્ષેપ મૂકે છે. સ્ત્રીને સેક્સમાં રસ ન હોવો એ શારીરિક, માનસિક અથવા ભાવનાત્મક કારણ હોઈ શકે છે.
આનાં કારણો
નાનપણથી ડર હોવો : પરિવારમાં નાનાપણથી જ છોકરીઓ પર ઘણી રોકટોક કરાતી હોય છે. છોકરીના મનમાં નાનપણથી જ પુરુષ તરફ ડર અને અસુરક્ષાની ભાવના જન્મ લે છે. લગ્ન થયા પછી પણ આ બધી વાત તેમના મનમાંથી નીકળી શકતી નથી. જેના કારણે તે પતિને પણ પથારીમાં સહકાર આપી શકતી નથી.
સેક્સને ગંદી વાત માને છે : બીજી વાત એ છે કે નાનપણથી જ છોકરીઓના મનમાં સેક્સ વિશે એ ગંદી અને ખરાબ વાત છે તેવું ઠાંસી દેવાય છે. આ કારણે તે લગ્ન પછી પણ સેક્સને લઈને સામાન્ય બની શકતી નથી.
મધુરજનીનો ખરાબ અનુભવ : ઘણા પુરુષો તેમની મર્દાનગીનો પુરાવો આપવા માટે મધુરજનીએ ખતરનાક રીતે સંબંધ બનાવે છે. આવી ખોટી રીતથી સંબંધ બાંધનાર સ્ત્રીમાં સેક્સ તરફનો રસ ખતમ થઈ જાય છે.
પીડાકારક સેક્સ : જો કોઈ કારણસર સેક્સ દરમિયાન સ્ત્રીને પીડા થાય ત્યારે તેના તરફ અવગણના કરી પતિ દ્વારા બળજબરીથી સંબંધ બનાવાતાં પણ તેનો સેક્સ પ્રત્યે રસ ઓછો થઈ જાય છે.
દુર્ઘટનાનો સામનો : નાનપણમાં છોકરી સાથે કોઈ પણ પ્રકારની ઘટના થઈ હોય, તો તેને સેક્સનો ડર લાગવા માંડે છે. પરિણામે તે સેક્સ સમયે પતિને સાથ આપી શકતી નથી.
સેક્સ અંગે અણસમજ : સેક્સ અંગેની જાણકારી ન હોવાથી સેક્સ તરફ અરુચિ પેદા થાય છે. તે એ નથી જાણતી કે સેક્સ શરીર માટે જરૂરી છે અથવા સેક્સ આનંદ પણ આપે છે. જેથી તે સેક્સ સમયે નિર્જીવ બની પડી રહે છે.
દોડધામભર્યું જીવન : પતિપત્નીનું વ્યસ્ત જીવન સેક્સ તરફ અરુચિ પેદા કરે છે. તેમની પાસે સેક્સ માટે સમય હોતો નથી. સમયની કમી હોય છે. તે કારણે સેક્સને જેમતેમ પતાવી દે છે. જેના કારણે ધીરે ધીરે સેક્સ તરફ અરુચિ પેદા થાય છે.
ઘરનું વાતાવરણ : નાના રૂમમાં વિશાળ પરિવાર રહેતો હોવાથી સેક્સ સંબંધ બાંધવાનું મુશ્કેલ બની જાય છે અથવા છુપાઈને ડરતાં ડરતાં સંબંધ બાંધવાથી સેક્સ પ્રત્યે અરુચિ પેદા થઈ જાય છે.
બાળક થયા પછી : કેટલીક સ્ત્રીઓને બાળકના જન્મ પછી સેક્સની ઈચ્છા મરી જતી હોય છે. તે સેક્સ માટે જરા પણ તૈયાર થતી નથી. આ તકલીફ ઘણા મહિનાઓ સુધી રહેતી હોય છે.
પતિપત્ની વચ્ચે બીજીનો પ્રવેશ : પતિપત્ની વચ્ચે જ્યારે કોઈ ત્રીજી વ્યક્તિ પ્રવેશે ત્યારે એ સ્થિતિમાં સ્ત્રી તેના પતિને ઉપરછલ્લો પ્રેમ કરે છે. તેની સાથે સંબંધ બાંધવામાં રસ લેતી નથી.
ઉત્તેજનાની ઊણપ : સ્ત્રીને ગરમ ન કરીને જે પુરુષ સેક્સને માત્ર પૂર્ણ કરવાનું કામ સમજે છે તેવા પુરુષની પત્ની સેક્સમાં ઓછો રસ લે છે.
સેક્સની બીમારી : વેજિનાઈટિસ, વ્હાઈટ ડિસ્ચાર્જ, સિફલિસ, યુટ્ર્સનું કેન્સર વગેરે બીમારીથી સેક્સ સમયે દર્દ થાય છે. આ સ્થિતિમાં સ્ત્રીનો સેક્સ પ્રત્યે રસ ખતમ થઈ જાય છે.
મેનોપોઝ : રજોવૃત્તિ અર્થાત્ મેનોપોઝ દરમિયાન સેક્સ અંગોમાં ફેરફાર થાય છે. સ્ત્રીના સ્વભાવમાં ચીડિયાપણું આવી જાય છે. અંગ અને સેક્સમાં રસ ઘટી જાય છે.
બીમારી : ડાયાબિટીસ, હાઈ બ્લડપ્રેશર, માનસિક બીમારી વગેરે થવાથી પણ સ્ત્રીમાં સેક્સની ઈચ્છા ઘટી જાય છે.
હોર્મોનની ઊણપ : એસ્ટ્રોજન હોર્મોન અથવા ટેસ્ટોસ્ટેરોનનું સ્તર ઓછું થાય ત્યારે સેક્સની ઈચ્છા ખતમ થઈ જાય છે.
દવાઓ : એવી ઘણી દવા છે, જે સેક્સની ઈચ્છાને ઓછી કરી નાખે છે. દાખલા તરીકે બ્લડપ્રેશર, ડાયાબિટીસની દવા.
પતિની નિરક્ષતા : પુરુષ જો તેની પત્નીને બરાબર પ્રેમ કરતો ન હોય, તેને હંમેશાં તિરસ્કારતો રહે ત્યારે એ સ્ત્રીને સેક્સમાં રસ રહેતો નથી.
ચીકાશની ઊણપ : અંગમાં લુબ્રિકેશન અર્થાત્ ચીકાશ ન હોય તો પણ સેક્સમાં આનંદ આવતો નથી.
અસંતોષ રહેવો : જ્યારે કોઈ પુરુષ સ્ત્રીને સંતોષ આપી શકતો નથી અને વારંવાર એવું બને પ્રેમની અવગણા શા માટે છે ત્યારે સ્ત્રીને સેક્સ ગમતું નથી.
અણગમતો પતિ: કેટલીક છોકરીઓએ લગ્ન પહેલાં મનમાં પોતાના પતિની એક ઈમેજ ઊભી કરી હોય છે. જ્યારે એ મુજબનો પતિ મળતો નથી ત્યારે તે પતિ સાથે સેક્સમાં પૂરેપૂરો સહકાર આપી શકતી નથી.
ઉપાય
સ્ત્રીને સેક્સ પ્રત્યે અરુચિ પેદા થાય એ કંઈ બહુ મોટો પ્રશ્ન નથી. આ મૂંઝવણને દૂર કરવા માટે પતિએ સમજણપૂર્વક કામ લેવું જરૃરી છે. પતિનો સહયોગ મળતાં પત્નીની આ મૂંઝવણ સહેલાઈથી દૂર થઈ શકે છે.
ત્યાર પછી પણ જો મૂંઝવણ કાયમ રહે તો ડોક્ટરને બતાવવું જોઈએ.
ડૉક્ટર સૌ પહેલાં કેટલાક સવાલ પૂછશે. કેસની હિસ્ટ્રી જાણશે જેથી આ મૂંઝવણના કારણની જાણ થાય. ત્યાર પછી ઈલાજ કરશે.