બુદ્ધ પૂર્ણિમા કેમ મનાવાય છે? .

એમનું જીવનના સુત્ર એમના જીવન પર્યંતની કઠોર સાધનાના બળની તપસ્યા આપણા જીવનમાં તત્વજ્ઞાન, આત્મિયજ્ઞાનના ઉપદેશ થકી આ દેહની સાર્થકતા સિદ્ધ થાય છે. તેમના દેહનો જન્મ લુમ્બિની નેપાળની તળેટીમાં માતા : મહામાયા ના સહયોગ, પિતા શુદ્ધોધન ના દ્વારા થયો હતો. વૈશાખી પૂર્ણિમાના દિવસે. તેમનું નામ સિદ્ધાર્થ હતું. ગૌતમ કેમ કહેવાયું ? તેમના જન્મના સાત દિવસ પછી માતાનું અવસાન (દેહાંત) થવાથી, તેમના માસી ગૌતમીએ તેમનો બાળ-ઉછેર કર્યો હતો. તેમના પ્રથમ ગુરૂ આલારકાલામા ના પૂર્ણ આત્મજ્ઞાન પ્રાપ્ત કરી કઠોર તપસ્યા કરી. તેમના બીજા ગુરૂ રૂદ્રકરામપુત દ્વારા જ્ઞાનના માધ્યમથી સંસારી ભૌતિક સુખની અવગણના કરી સાધનાના માર્ગે બોધ આપવા કઠોર સાધના પીપળાના વૃક્ષ નીચે આરંભી.
સાત વર્ષ પછી બોધિ વૃક્ષ નીચે જ્ઞાનની પૂર્ણ પ્રાપ્તિ થઈ માટે તેમને બુદ્ધ ભગવાન અને કેટલાક અનુયાયીઓ વિષ્ણુ ભગવાનનો નવમો અવતાર માને છે. વૈશાખી પૂર્ણિમામાં સ્નાનનો મહિમા છે, કેમકે સૂર્ય તેની ઉચ્ચ રાશિમાં મેષમાં છે અને ચંદ્રમા તેની ઉચ્ચ રાશિ તુલામાં હોય છે. તેમને ગુરૂ વિદ્યામિત્રના જ્ઞાનથી વેદ પુરાણ ઉપનિષદનો અભ્યાસ કર્યો. તેમને સંસારના દુ:ખો જોઈ વ્યથિત થઈ તેમને બોધ આપ્યો. તેમના જીવનના પાંચ સિદ્ધાંતો
(૧) ચોરી ના કરવી, (૨) જીવની હત્યા ના કરવી, (૩) જુઠું ક્યારેય ના બોલવું, (૪) દ્રવ્ય દારૂ માદકનું સેવન ના કરવું, (૫) વ્યભિચાર ના કરવો. આ પાંચ સિદ્ધાંતો પંચશીલ ના નામે ઓળખાય છે. તેઓનો ધર્મ સ્વતંત્રાય સમાનતા અને ભાઈચારાનો બોધ આપે છે. બુદ્ધ ભગવાનને શાક્યમ્ની પણ કહેવાય છે. તેમના જીવનમાં ત્રણ ઘટના એક જ દિવસે બની; (૧) સિદ્ધાર્થનો જન્મ, (૨) બોધિ પીપળના વૃક્ષના સાન્નિધ્યમાં જ્ઞાન અમૃત વર્ષા, (૩) તે દિવસે નશ્વર દેહ મહાપરિનિર્વાણ પદ પામ્યા માટે આ દિવસ બુદ્ધપૂર્ણિમા મનાય છે.
તેમના જીવનમાં શાંતિપૂર્ણ જીવન, જ્ઞાનપ્રાપ્તિ ધ્યાનસ્થ અને દયા આ મુખ્ય સૂત્રો છે. તેઓ મુક્તિનો માર્ગ શોધવા ભિક્ષુક ઘરે ઘરે ભીક્ષા ગ્રહણ કરી બોધ આપ્યો ૨૯ વર્ષની ઉંમરે. જ્ઞાનની સરવાણી 'ભલા થાઓ', 'ભલું કરો'. નફરતથી નફરતને ખતમ ના કરો. ક્ષમા આપો. ધર્મ, અર્થ, કામ, મોક્ષ નો અમૂલ્ય વારસો આપ્યો. તેમની જ્ઞાન પ્રાપ્તિ પછી ગૌતમ બુદ્ધે સારનાથમાં પ્રથમ ઉપદેશ 'ધર્મચક્રપ્રવર્તક' ના નામથી ઓળખાય છે.
- વસંત આઈ. સોની








