સર્વ તીર્થોમાં શાશ્વત તીર્થ શા માટે ?
- શ્રી શત્ંજ્ય ડાયરી-૧
- આકાશની ઓળખ : કુમારપાળ દેસાઈ
તીર્થાધિરાજનો મહિમા વર્ણવતાં કહેવામાં આવ્યું છે કે 'ચૌદ ક્ષેત્રમાં તીરથ નહીં એવો' અર્થાત્ આ ચૌદ રાજલોકમય વિશ્વમાં મનુષ્યને રહેવા માટે માત્ર અઢી દ્વીપ છે. એમાં પણ ધર્મ-કર્મ પ્રાપ્ત થાય અને કર્મક્ષય થાય એવી માત્ર પંદર કર્મભૂમિ છે. એ પંદર કર્મભૂમિ ક્ષેત્રોમાં આવેલાં તમામ તીર્થોમાં તીર્થાધિરાજ તે ભરતક્ષેત્રમાં આવેલો સિદ્ધિગિરિ છે. અન્ય ચૌદ ક્ષેત્રોમાં આવો તીર્થાધિરાજ નથી. એ શાશ્વત છે એનો અર્થ એ છે કે એના પર મોક્ષ પામવાનું અનાદિ અનંતકાળથી ચાલ્યું છે.
જૈ નોનાં સકલ તીર્થોમાં અષ્ટાપદ, આબુ, સમેતશિખર, ગિરનાર અને શત્ંજયએ પાંચ વિશેષ મહિમાવાન તીર્થો છે. એમાં અષ્ટાપદ તીર્થ આજે લુપ્તપ્રાય છે. જે વિશે સંશોધન ચાલે છે. જ્યારે શ્રી સમેતશિખર તીર્થ એ ઝારખંડમાં આવેલો ભવ્ય પહાડ છે અને એની પરમ પાવનતા એક-બે નહીં, પણ વીસ-વીસ તીર્થકરોની નિર્વાણભૂમિને આભારી છે. અગિયારમી સદીના જગમશહૂર શિલ્પ-સ્થાપત્યની કીતથી આબુ સુવિખ્યાત છે. ગિરનાર મહાભારતકાળથી પંકાયેલો, ભગવાન અરિષ્ટનેમિ અને મહાસતી રાજુલાની ચરણરજથી પવિત્ર થયેલો પહાડ છે. આ ચાર પર્વતોમાં આબુ સૌથી ઊંચો છે. તે પછી સમેતશિખર આવે છે, પછી ગિરનાર અને ત્યારબાદ સહુથી છેલ્લો આવતો પણ હંમેશા સક્લ તીર્થમાં વડું તીર્થ ગણાતો શત્ંજય નાનામાં નાનો છે. આમ છતાં શ્રી શત્ંજય તીર્થને સર્વ તીર્થોમાં શાશ્વત તીર્થ લેખવામાં આવે છે.
આ તીર્થાધિરાજનો મહિમા વર્ણવતાં કહેવામાં આવ્યું છે કે 'ચૌદ ક્ષેત્રમાં તીરથ નહીં એવો' અર્થાત્ આ ચૌદ રાજલોકમય વિશ્વમાં મનુષ્યને રહેવા માટે માત્ર અઢી દ્વીપ છે. એમાં પણ ધર્મ-કર્મ પ્રાપ્ત થાય અને કર્મક્ષય થાય એવી માત્ર પંદર કર્મભૂમિ છે. એ પંદર કર્મભૂમિ ક્ષેત્રોમાં આવેલાં તમામ તીર્થોમાં તીર્થાધિરાજ તે ભરતક્ષેત્રમાં આવેલો સિદ્ધિગિરિ છે. અન્ય ચૌદ ક્ષેત્રોમાં આવો તીર્થાધિરાજ નથી. એ શાશ્વત છે એનો અર્થ એ છે કે એના પર મોક્ષ પામવાનું અનાદિ અનંતકાળથી ચાલ્યું છે.
'શ્રી પુંડરીકચરિત્ર', 'શ્રી શત્ંજયમાહાત્મ્ય' વગેરે શાોમાં જણાવ્યા પ્રમાણે શ્રી પુંડરીકસ્વામી પાંચ ક્રોડ મુનિવર સાથે, શાંબ-પ્રદ્યુમ્ન સાડા આઠ ક્રોડ મુનિ સાથે. દ્રાવિડ વારિખિલ્લ ૧૦ ક્રોડ મુનિવરો સાથે વગેરે વિપુલ સંખ્યામાં શ્રી સિદ્ધિગિરિ પર મોક્ષ પામ્યા છે. આમ અહીંથી જેટલા મુનિઓ મોક્ષે પધાર્યા છે. એટલા પ્રમાણમાં બીજે ક્યાંયથી એકસાથે મોક્ષે જવાનું બન્યું નથી.
બીજી બાબત એ છે કે આ તીર્થ સાથે પ્રથમ તીર્થકર શ્રી આદિનાથ ભગવાનની સ્મૃતિ જોડાયેલી છે. અહીં તેઓ ૯૯ પૂર્વ વાર સમવસર્યા હતા. ૧ પૂર્વ=૭૦૫૬૦ અબજ વર્ષ. એવા ૯૯ પૂર્વ. મહાવિદેહમાં કોટિ પૂર્વનાં આયુષ્ય ખરાં, પણ સવાલ એ છે કે એવું કોઈ તીર્થ હશે કે કેમ, જેના પર આટલી વાર શ્રી તીર્થકર ભગવાને સ્પર્શના કરી હોય ? શ્રી ષભદેવ ભગવાનની આટલી સ્પર્શના પાછળ આ તીર્થની સર્વશ્રેતા દર્શાવવાનો સંકેત સાંપડે છે.
આદિશ્વર ભગવાન જન્મ્યા ઉત્તર હિંદના અયોધ્યા નગરમાં, નિર્વાણ પામ્યા અષ્ટાપદ પર્વત પર અને મહત્ત્વ મળ્યું શ્રી શત્ંજયને. અહીં તેઓ પોતાના સાધુકાળ દરમિયાન રહ્યા અને અહીં આવેલા રાયણ વૃક્ષ નીચે લોકકલ્યાણકારી ધર્મદેશના આપી અને આ પર્વતના પથ્થર-કંકર, ધૂળ-વૃક્ષ અને શિખર પવિત્ર બની ગયાં.
આજના વિશ્વને સર્વપ્રથમ અહિંસાનો સેંશ મળ્યો. અહીંથી જૈન ધર્મનું આ પ્રથમ વૃક્ષમંરિ ગણાય. જગતને સર્વપ્રથમ સર્વકલા, સર્વવિદ્યા બક્ષનાર આદિ રાજ, આદિ સાધુ અને આદિ તીર્થકર ભગવાન ષભદેવને પગલે અને પવિત્ર બોલે આ પહાડ, પાણી અને હવા પવિત્ર થઈ ગયાં. એ દિવસે આ તીર્થ વિખ્યાત થયું.
આ પાવનભૂમિ પર ભગવાન આદિશ્વરની પવિત્ર ચરણરજને જગતના મહાન ચક્રવર્તીને ભગવાન ષભદેવના પુત્ર ભરતદેવે મસ્તક પર ચડાવીને જાહેર કર્યું કે સંસારમાં ત્યાગ સૌથી મહાન છે. સાચા સંન્યાસીને ત્યાગીને ચક્રવર્તીપણ વંદે છે. ધર્મ મહાન છે. એ દિવસે મહાન તારણહારની સ્મૃતિમાં મહાન ચક્રવર્તી ભરતદેવે અહીં પહેલું મંદિર સર્જ્યું અને રત્નમય બિંબ ઘડાવીને સ્થાપન કર્યું.
ભગવાન ષભદેવના પૌત્ર શ્રી પુંડરીકે રાજ્ય ન લેતાં, ધર્મરાજ્ય લીધું અને સાધુ થયા. પોતાના પિતા, મહાગુરુ અને મહાજિન ષભદેવે પવિત્ર કરેલા આ પહાડ પર જીવની અંતિમ ક્ષણોને ઉજમાળી કરવા માટે આવી પહોંચ્યા. એ મહાગણધર પાસે પોતાનું વિશાળ શિષ્યમંડળ હતું. આ સ્થળની પવિત્રતા એમના સિદ્ધિપદનું કારણ બની. પોતાના વિશાળ સમુદાય સાથે તેઓએ અહીં દેહોત્સર્ગ કર્યો.
શત્ંજયનું નામ જ સિદ્ધિગિરિ કે પુંડરીકગિરિ બની ગયું. એ શત્ંજય તીર્થનાં ૧૦૮ નામોમાં પણ આવો જ ઇતિહાસ રહેલો છે. શ્રી સિદ્ધિગિરિ શાશ્વત હોવાથી એના પર યુગે યુગે અનેક મુનિઓ મોક્ષે પધારે છે તે બાબત જ એની અત્યંત પવિત્રતા સૂચવે છે. અન્ય તીર્થો પવિત્ર ખરાં, પરંતુ એ તીર્થો શાશ્વત નહીં હોવાથી એની હયાતી ન પણ હોય, તેથી ભવિષ્યમાં એ સ્થાને શહેર, ગામ, જંગલ વગેરે થાય અને હિંસા આદિ દુષ્કૃત્યોથી અપવિત્ર બની જાય. જ્યારે સિદ્ધિગિરિ શાશ્વત હોઈ અપવિત્રતાનો સંભવ નથી.
એની પવિત્રતાને કારણે જ અનેક દુરાચારી, ચોર અને હત્યારાઓ અહીં પાપી મટીને પવિત્ર બન્યા છે. શુકરાજાએ અહીં સાધના કરી પોતાનું રાજ્ય પાછું મેળવ્યું અને પંખેરા જેવાં તિયંર્ચો પણ આ તીર્થના આલંબનને કારણે દેવગતિ પામ્યા છે. અન્ય પાવન તીર્થોના આલંબનથી જીવો સતિ અર્થાત્ મોક્ષ પામે, કિંતુ આપણા મનમાં કોઈ તીર્થની સતત પવિત્રતા વિચારવી હોય, તો તે શ્રી સિદ્ધગિરિ મહાતીર્થની વિચારવી જોઈએ.
બીજાં તીર્થોની ભૂમિનું પાવનત્વ તો એ તીર્થ નષ્ટ થતાં અપવિત્ર બની જાય છે. આમ શત્ંજય તીર્થનું આલંબન લઈને એનું સ્મરણ, ચિંતન, વંદન, પૂજન, મહિમાગાન વગેરે કરવાથી ચિત્તમાં અતિ પવિત્રતા જાગે છે.
વળી આ તીર્થનું સ્મરણ કરીએ ત્યારે યુગે યુગે થયેલા મુનિસમૂહે ઉપશાંત, અનાસક્ત અને વીતરાગ બનીને આ અનંતા સિદ્ધિગિરિ પર વિહાર કર્યો હશે. તેનો વિચાર કરીએ ત્યારે એ મુનિઓની પવિત્રતા અને મહાતીર્થનો પ્રભાવ આપણા ચિત્ત પર છવાઈ જાય છે.
જૈનશાસનમાં અનુપમ તીર્થો આગવી વિશેષતાઓ ધરાવતાં હોય છે. તારંગા તીર્થની ઊંચાઈ, દેલવાડા તીર્થની આરસપહાણમાં વહેતા કાવ્ય જેવી કોતરણી, રાણકપુર તીર્થની માંડણી- એ બધાની સાથે મહિમા તો શ્રી શત્ંજય તીર્થનો કહેવાય છે.
એમ કહેવાય છે કે ભગવાન ષભદેવના સમયમાં પાલિતાણાનો શત્ંજય પહાડ એંશી યોજન હતો એટલે કે ૩૨૦ ગાઉ જેટલો વિશાળ હતો. અવસપણી કાળનો એ પહેલો આરો હતો. બીજા આરામાં ૫૦, પાંચમા આરામાં ૧૨ યોજન થયો અને છઠ્ઠા આરામાં સાત હાથ જેટલા પ્રમાણ વાળો આ ગિરિરાજ બનશે. અવસપણી કાળમાં ગિરિરાજનું પ્રમાણ વધતું જાય છે અને તેથી જ આ ગિરિરાજ પ્રાયે શાશ્વતો કહેવાયો છે. એનો અર્થ એ કે એમાં વૃદ્ધિ ઘટાડો ગમે તે થાય કિંતુ એનો સર્વથા નાશ થવાનો નથી.
આ તીર્થનો મહિમા તો એવો ને એવો જ પ્રભાવક રહેશે. કારણકે આ તીર્થ પર અનંતા તીર્થકરો વિચર્યા છે. તથા અનંતા મુનિવરો સિદ્ધપદને પામેલા છે. ભવિષ્યકાળમાં પણ અનંતા તીર્થકરો અને મુનિવરો મોક્ષસુખને પ્રાપ્ત કરશે. આથી જ શ્રી શત્ંજય તીર્થને ' મોક્ષનિવાસ' પણ કહેવામાં આવે છે. કેળવી તીર્થકર શ્રી સીમંધરસ્વામીએ કહ્યું છે કે જગતમાં આના જેવું કોઈ તીર્થ નથી.
તારે તે તીર્થ. તીર્થને પ્રવર્તાવે તે તીર્થકર. તીર્થ એટલે ઘાટ અથવા તો કિનારો. ઘોર સંસાર સમુદ્રમાં સફર કરતા જહાજોને એમની સફર પૂરી કરાવી કાંઠે પહોંચાડે તે તીર્થ ! તારણ સ્થળ ! અહીં પહોંચ્યા પછી માનવીને ઝાઝાં જોખમ વેઠવાનાં હોતાં નથી ! જૈન ધર્મમાં તીર્થનું સવિશેષ મહત્વ છે. સ્વયં તીર્થકરો દેશના (ઉપદેશ) આપતા પહેલાં સમવસરણ (ધર્મપરિષદ)માં 'નમોતિત્થસ' પદનું ઉચ્ચારણ કરીને તીર્થનો મહિમા કરે છે અને ભાવતીર્થોને નમસ્કાર કરે છે.
આવાં તારણસ્થળો એટલે કે તીર્થો બે પ્રકારના કલ્પવામાં આવ્યા છે. એક ભાવ તીર્થ ! બીજા દ્રવ્ય તીર્થ ! બંનેનો ઉદ્દેશ આત્માની પવિત્રતા જગાડવાનો છે. રાગ દ્વેષના બંધ ઢીલા કરીને આખરે નિર્મૂળ કરવાનો છે. ભાવતીર્થ એટલે અરિહંતો, સિદ્ધો, આચાર્યો, ઉપાધ્યાયો, સાધુઓ અને શ્રાવકો.
જૈન ધર્મમાં સંઘને પણ એક તીર્થ લેખવામાં આવ્યો છે. તીર્થકર ભગવાન સ્વયં મોક્ષમાર્ગને અનુસરનાર એવા સાધુ, સાધ્વી, શ્રાવક, શ્રાવિકા જેવા ચતુવધ સંઘને તીર્થનું ગૌરવ આપે છે. આ ગૌરવ તે જૈન ધર્મની વિરલ વિશિષ્ટતાનું સૂચન કરે છે. જગતના અન્ય ધર્મોમાં ધર્મનું પાલન કરનારાઓને આટલો ઊંચો દરજ્જો આપવામાં આવતો નથી. એમને તીર્થ સમાન હોવાનું માન અપાતું નથી. એ તીર્થના ઉપાસક ગણાય, પરંતુ સ્વયં તીર્થસ્વરૂપ ન ગણાય. જૈન ધર્મે પોતાના સંઘના સાધુ, સાધ્વી ઉપરાંત શ્રાવક, શ્રાવિકાને પણ તીર્થસ્વરૂપ હોવાનું ગૌરવ આપ્યું છે. આ જ બાબત માનવી સાધનાથી કેટલું બધું પ્રાપ્ત કરી શકે છે એની જિકર કરી જાય છે. આમાં તીર્થકર ટોચ પર બિરાજે છે અને તેથી જ તેઓ સંઘના આરાધ્ય દેવ અને દેવોને પણ વંદનીય એવા દેવાધિદેવ ગણાય છે. દ્રવ્યતીર્થ એટલે મંદિરો, દેરાસરો, સ્તૂપો, ગુફાઓ અને ચૈત્યો. દરેક ધર્મને જેમ તીર્થો હોય છે તેમ વિશાળ ભારત વર્ષમાં જૈનોના ઠેર ઠેર નાનાં મોટાં તીર્થો પથરાયેલા છે. (ક્રમશઃ)