વિદેશોમાં વખણાય પછી જ આપણને સ્વદેશી ફિલ્મો માટે પ્રેમ કેમ જાગે છે?

- ડિરેક્ટર લક્ષ્મીપ્રિયા દેવીએ મણિપુરી ભાષામાં બનાવેલી ડેબ્યુ ફિલ્મ 'બુન્ગ'એ બાફટા એવોર્ડ મેળવનાર પહેલી ભારતીય ફિલ્મ તરીકે ઈતિહાસ રચી દીધો છે.
ઈશાન ભારતની બે ફિલ્મોએ આંતરરાષ્ટ્રીય મંચ પર દેશનું નામ ઉજળ્યું છે. પહેલી છે ડિરેક્ટર લક્ષ્મીપ્રિયા દેવીની ડેબ્યુ ફિલ્મ 'બુન્ગ', જેણે બાફટા એવોર્ડ મેળવનાર પહેલી ભારતીય ફિલ્મ તરીકે ઈતિહાસ રચી દીધો છે. સાવ મામૂલી બજેટની બુન્ગ મણીપુરી ભાષામાં બની છે જ્યારે બીજી છે રીમા દાસની આસામી ભાષામાં બનેલી મૂવી 'નોટ અ હીરો' જેને બર્લિન ઈન્ટરનેશનલ ફિલ્મ ફેસ્ટિવલમાં ક્રિસ્ટલ બેઅર સ્પેશ્યલ મેન્શનનું બહુમાન મળ્યું છે. આ ફિલ્મની હિન્દી અને ઈંગ્લીશ આવૃત્તિ પણ છે.
સખેદ નોંધવા જેવી હકીકત એ છે કે સો-સો અને બસ્સો કરોડના ખર્ચે બનતી મેનસ્ટ્રીમ હિન્દી ફિલ્મો એમની રિલીઝ પહેલા અઠવાડીયાઓ સુધી દેશ આખામાં મિડીયામાં ગાજતી રહે છે. જ્યારે પૂર્વોત્તર ભારતની ઉક્ત બને ફિલ્મોને વિદેશ ફિલ્મ ફેસ્ટિવલમાં સન્માન મળવું એ પહેલા દેશમાં એના વિશે કોઈ ચર્ચા નહોતી. બુન્ગ અને નોટ અ હીરો જેવી બબ્બે ઓફ્ફ બિટ ફિલ્મો વિશે ભાગ્યે જ કોઈ જાણતું હતું, એનું તાત્પર્ય એવું થાય કે આપણા ંસિનેમાની વિદેશી ફિલ્મ ફેસ્ટિવલમાં કદર થાય પછી જ આપણને એમના વિશે જાણવાની ઉત્કંઠા જાગે છે. બંને ફિલ્મના એક્ટર્સે આ વરવી અને શરમજનક હકીકત વિશે મિડીયામાં પોતાનો બળાપો ઠાલવ્યો છે.
બાફટા એવોર્ડથી નવાજાયેલી બુન્ગમાં બોલીવૂડના એક માત્ર એક્ટર વિક્રમ કોચરે રોલ કર્યો છે. કોચર આવા બહુમાન બદલ ખેદ મિશ્રિત ખુશી વ્યક્ત કરતા રહે છે, 'વડા પ્રધાન નરેન્દ્ર મોદીએ બાફટા એવોર્ડ બદલ અમારી ટીમને અભિનંદન આપ્યા એ અમારા બધા માટે એક ગૌરવનો પ્રસંગ છે. એક સારી દેશી ફિલ્મને સપોર્ટ કરવાનું મારું પગલું ફળ્યું એ વાતનો આનંદ છે. પરંતુ એ વાતનું દુખ પણ છે કે પશ્ચિમે માન્યતા આપ્યા બાદ જ આપણે ફિલ્મને બિરદાવી રહ્યાં છીએ. અહીં નોંધવું જોઈએ કે ગયા વરસે બુન્ગ રિલીઝ થઈ ત્યારે ભારતમાં એને સ્ક્રીન્સ મેળવવાના પણ વાંધા હતા. 'હૈદરાબાદમાં મારા પેરેન્ટ્સ અને હૈદરાબાદમાં મારા ફ્રેન્ડ્સ બુન્ગ નહોતા જોઈ શક્યા કારણ કે બંને શહેરમાં ફિલ્મના શો જ નહોતા. મૂવીએ ફેસ્ટિવલ્સ અને યુકેમાં સારી નામના મેળવી પણ આપણા દેશમાં આ વરવી હકીકત હતી. આપણે કોરિયન વેબ શોઝ જેવી ગ્લોબલ કન્ટેન્ટ માણીએ છીએ. પણ આપણી પોતાની ફિલ્મોને સપોર્ટ નથી કરતા એમ ૪૨ વરસનો વિક્રમ કહે છે.
કોચરે એક બીજી પણ રસપ્રદ વાત કહી કે 'ડન્કી' (૨૦૨૩) ના શૂટિંગદરમ્યાન બુન્ગ સાઈન કરી હતી. બુન્ગના ડિરેક્ટર લક્ષ્મીપ્રિયા એ વખતે ડન્કીના મેકર રાજકુમાર હિરાણીના આસિસ્ટન્ટ હતા. રાજુ સરે મને સંજય દત્ત અને અર્શદ વારસી સાથે એક એડ. ઓફર કરી હતી. પણ મેં બુન્ગ માટે પ્રોમિસ આપી દીધું હોવાતી એ એડ કરવાની ના પાડી દીધી હતી. મને ફિલ્મ પર ભરોસો હતો પણ એને બાફટા એવોર્ડ મળશે એવી તો કલ્પનાય નહોતી કરી. બર્લિન ફેસ્ટિવલમાં ડંકો વગાડનાર નોટ અ ીહરોના સર્જક રીમા દાસ એક મલ્ટી ટેલેન્ટેડ પર્સનાલિટી છે. તેઓ ફિલ્મના રાઈટર ચે. પ્રોડયુસર છે અને પાર્ટટાઈમ સિનેમેટોગ્રાફર પણ છે. આ ફિલ્મથી સુકન્યા બોરુઆ એક્ટર તરીકે ડેબ્યુ કર્યુ ં છે. પોતાની પહેલી જ મૂવીને મળેલા વિરલ બહુમાન બદલ આનંદ વ્યક્ત કરતા સુકન્યા એક તીકી ટકોર કરે છે, 'ઈશાન ભારતને ઈન્ટરનેશનલ માન્યતા મળે ત્યાર બાદ જ પોતાના દેશમાં આદર મળે એ સારું ન કહેવાય. માન્યતા મળવાની શરૂઆત પોતાના ઘરથી જ શરૂ થવી જોઈએ. આસત્ય શરમજનક અને હતોત્સાહ કરી દેનારું છે. પરંતુ ગમે એટલા પૂર્વગ્રહો વચ્ચે પણ આર્ટ (કળા) પોતાનો અવાજ અને ઓળખ મેળવીને જ રહે છે.








