જમીન પર ઊંચેથી પડતી ચીજો બાઉન્સ કેમ થાય છે?
રબરના દડા જમીન પર પછાડવાથી પાછા ઉછળે છે. રબર સ્થિતિ સ્થાપક હોવાથી તે વધુ બાઉન્સ થાય છે પરંતુ લાકડુ કે ધાતુની બનેલી સખત વસ્તુઓ પણ જમીન પર પડે પછી બાઉન્સ થાય છે. જો કે તેનું પ્રમાણ તેના વજન ઉપર આધારિત છે. શું જમીન પર પડતી વસ્તુઓને જમીન પાછો ધક્કો મારે છે ? તેવો પ્રશ્ન પણ થાય.
બે વસ્તુઓ એક જ સ્થાનમાં રહી શકે નહીં તેથી પરસ્પર અથડાય ત્યારે એક બીજાને પાછા ધકેલે છે. જમીન કે ફર્શ પર પડતી વસ્તુ સપાટી પર અથડાય ત્યારે તેની ગતિ એકાએક અટકે છે અને સામેની સપાટીમાં ધ્રુજારી પેદા કરે છે. આ ધ્રુજારી એટલે શક્તિનું સ્થળાંતર બાઉન્સ થવાનું પ્રમાણ વસ્તુ કેટલી ઊંચાઈએથી પડે છે અને તેનું વજન કેટલું છે. તેની ઉપર આધાર રાખે છે.
જમીન પર પડતી વસ્તુ ખરેખર તો પૃથ્વીની સપાટી પર પડે છે. તેમ કહેવાય પૃથ્વીના કદની સરખામણીએ આપણી ચીજો તો ઘણી સુક્ષ્મ કહેવાય. એટલે તેના પર પ્રત્યાઘાતનું બળ વધુ લાગે છે અને બાઉન્સ થાય છે.