પગમાં સોજા કેમ આવે છે?
વધારે વાર સુધી એક જગ્યાએ પગ લટકાવીને બેસી રહેવાથી ઘણા લોકોના પગે સોજા આવી ગયાની તેઓ ફરિયાદ કરતા સાંભળવા મળે છે. આવી ફરિયાદો ખાસ કરીને ીઓના મોઢે જ સાંભળવા મળે છે.
'સવારે તો એકદમ તાજી અને હળવીફૂલ જેવી ઓફિસે જાઉં છું, પણ સાંજે પાછી આવું છું, ત્યારે પગ સૂજીને થાંભલા જેવા થઈ ગયા હોય છે.'
( લાંબી મુસાફરી દરમિયાન સૌથી વધારે હેરાનગતી મારા પગને લીધે જ મારે ભોગવવી પડે છે. પગ પર કોઈએ વીસ કિલો લોખંડની સાંકળ બાંધી દીધો હોય, તેવા તે ભારે થઈ જાય છે. એ વખતે તો પગમાં ચંપલ પણ પહેરતા નથી.
'વધારે વાર સુધી પગલટકાવી રાખું, તો મારા પગ હાથીના પગ જેવા થઈ જાય છે.'' 'પોતાના જ શરીરને ઉપાડવું પણ ભારરૂપ લાગે છે. પગેવજન બાંધીને પગ ઉપાડતી હોઉં, તેમ લાગે છે.
આવી ફરિયાદો મોટા ભાગે એક જ જગ્યાએ બેસી રહેવા સિવાય બીજું કાંઈ ન કરતી ભારે શરીરવાળી અને પ્રૌઢાવસ્થાએ પહોંચેલી ીઓ જ કરતી હોય છે.
આમ જોઈએ તો પગે સોજા ચડવા કે પગમાં ખાલી ચડી જવી એ કોઈ ગંભીર બીમારી નથી, પરંતુ જે વ્યક્તિને આવી તકલીફ હોય, તેઘણીવાર બહુ હેરાન થતી હોય છે.
આવી તકલીફ ઊભી થવાનું મુખ્ય કારણ પગમાં લોહીના પરિભ્રમણની ધીમી ગતિ છે. પગની આ તકલીફોનું કારણ સમજતાં પહેલાં રુધિરાભિસરણ તંત્રવિશે થોડું જાણી લેવું જરૂરી છે. હૃદયમાંથી શુદ્ધ લોહી ધમનીઓ દ્વારા પગ સુધી પહોંચે છે. ધમનીઓમાં લોહીનું દબાણ વધારે હોવાથી લોહીના ભ્રમણની ગતિ પણ વધારે હોય છે. પરંતુ તે પગ સુધી પહોંચે છે ત્યારે દબાણ ઓછું થઈ જાય છે. પરિણામે રુધિરાભિસરણ પણ ધીમું પડી જાય છે.
પગ તથા તળિયાંની માંસપેશીઓને ઓક્સિજન પહોંચાડયા પછી લોહી શિરાઓ મારફતે ફેફસામાં શુદ્ધ થઈને પાછું હૃદય સુધી પહોંચે છે. નીરોગી શિરાઓની અંદરની દીવાલ ચુસ્ત અને લવચીક હોય છે, સાથોસાથ ઉપરની તરફ ધકેલાતું લોહીપગતરફ પાછુંન ઊતરે, તે માટે શિરાઓમાં માત્ર એક તરફ જ ખૂલતા એકમાર્ગી વાલ્વ હોય છે. પગ ઉપાડતી વખતે શિરાઓની માંસપેશીઓ સંકોચાય છે, જેથીદબાણ આવવાથી લોહી ઉપરની તરફ ધકેલાય છે.
દબાણ અને સંકોચનની આ પ્રક્રિયાના પરિણામે ત્વચાની તદ્દન નીચેની શિરાઓમાંનું લોહી માંસપેશીઓની અંદરની શિરાઓમાં જતું રહે છે અને એક તરફી વાલ્વના કારણે તે પાછું આવતું નથી, બહુ વાર સુધી નિષ્ક્રિય બેસી રહેવાથી પિંડીઓની માંસપેશીઓમાં સંકોચનની ક્રિયા નથી થઈ શકતી, જેથી તે લોહીને પાછું હૃદય તરફ મોકલવા માટે બરાબર ધકેલી શકતી નથી. આવું થતાં પગમાંજેલોહી એકઠુંથાય છે, તેના લીધે સોજા આવે છે.
ધ બીજુએકે, કેટલાકલોકોના પગની શિરાઓમાં એકમાર્ગી વાલ્વની સંખ્યા પ્રમાણમાં ઓછી હોય છે, જ્યારે કેટલાક લોકોમાં આવાઙ્ખજલદી ખરાબ થઈ જવાનું આનુવાંશિક લક્ષણ પણ ઊતર્યું હોય છે. આવી સ્થિતિમાં સપાટી પરની શિરામાંથી લોહી ક્યારેય તદ્દન ખાલી થતું નથી. તેમાં લોહીનો ભરાવો થતો રહેવાથી શિરાની દીવાલઢીલી થઈને લબડી પડે છે અને તે ફુલી જાય છે. આ કારણસર પગેસોજા આવીજવાનેતબીબી ભાષામાં 'શિરાઓ કુલી જવી'નું પ્રાથમિક ચિહ્ન ગણવામાં આવે છે.
પુરુષો કરતાં ીઓ આ તકલીફની ફરિયાદ વધારે કરતી જોવા મળવાના કારણ તરીકે ી હોર્મોન ઓસ્ટ્રોજન અને પ્રોજેસ્ટ્રોનને ગણવામાં આવે છે. આ હોર્મોન સપાટીની શિરાઓની દીવાલના સ્નાયુતંતુઓને ઢીલા કરી દે છે, જેથી ઉપરની તરફ જતોલોહીનો પ્રવાહ ઓછો થઈ જાય છે.
આ જ કારણે કેટલીક મહિલાઓ માસિક આવતાં પહેલાં તથા કુટુંબનિયોજનની ગોળીઓ લેવાથી પગે સોજા આવી જવાની ફરિયાદ કરતી હોય છે. સગર્ભાવસ્થા દરમિયાન હોર્મોનની અસરની સાથોસાથ બાળકના ભારને કારણે પેલસિવ (બસ્તિપ્રદેશ)ની શિરાઓ પર દબાણ આવે છે, જેના લીધે પગે સોજો આવી જાય છે અને દબાણ આવવાથી હૃદય તરફ ધકેલાતા લોહીનો પ્રવાહ ઘટી જાય છે.
ઉપાય
પગમાં સોજા અને ખાલી ચડી જવા જેવી તકલીફોથી બચવા પગમાં લોહીનું પરિભ્રમણ ઝડપી બનાવવું જરૂરી છે. આ માટે નીચે કેટલાક ઉપાય સૂચવ્યા છે :
વ્યાયામ: પગમાં સોજા ન આવે તે માટેચાલવું એ સૌથી સરળ ઉપાય છે. દરરોજ ઓછામાં ઓછું અડધો ક્લાક ચાલો. આથી પગની માંસપેશીઓ મજબૂત થશે અનેલોરીફરવાની ક્રિયા ઝડપી થશે. ચાલવું, જોગિંગ અને સાઈક્લિંગ એ પગ માટેની ઉત્તમ કસરતો છે. તરવું એ પણ સારો વ્યાયામ છે, કેમ કે પાણી પગની શિરાઓ પર દબાણ લાવીને હૃદય તરફ જતા લોહીના પ્રવાહને ઝડપી બનાવે છે.
બેસો ત્યારે પગ પર પગ ચડાવીને ન બેસો, કેમકે આવું કરવાથી લોહીનો પ્રવાહ રોકાય છે.
બહુવાર સુધી એક જ જગ્યાએ ઊભાન રહો. આથી પણ લોહીનો પ્રવાહ અવરોધાય છે. - જો તમારું કામ જ એવું હોય કે જેમાં તમારે વધારે વાર સુધી પગ લટકાવીને બેસી રહેવું પડતું હોય અથવા ક્લાકો સુધી ઊભા પગે કામ કરવું પડતું હોય, તો સાંજેઆરામના સમયેતમેનીચે જણાવેલા ઉપાયો અજમાવી શકો છો :
ચત્તા સૂઈ જાવ. પગને થોડા ઉપર રાખો. પગને થોડા ઉપર રાખવા માટે પગ નીચે એક-બે ઓશીકાં મૂકી શકો છો. સવાર-સાંજ પાંચ-દસ મિનિટ આવી રીતે સૂઈ જાવ. જો શક્ય હોય તો કામના સમય દરમિયાન પણ પાંચ-સાત મિનિટ આવું કરીને પગને આરામ આપો.
જો પગની તકલીફ વધી ગઈ હોય, તો રાત્રે સૂતી વખતે પગ લંબાવ્યા હોય તે બાજુથી પલંગને જમીનથી બે-અઢી ઈંચ ઊંચો કરીને રાખો.
જો શરીરનું વજન વધારે પડતું હોય તો એથી હૃદયપરનું દબાણ વધે છે તથા તેના કાર્યમાં અવરોધ ઊભો થાય છે સાથે સાથે પગમાં સોજો આવવાની ફરિયાદ પણ ઊભી થાય છે, એટલે તમારું વજન કાબૂમાં રાખો. આ માટે નિયમિત કસરત કરો તથા તમારા ખોરાક પર નિયંત્રણ રાખો, લીલાં શાકભાજી, ફળ, ફોતરાંવાળી દાળ, ઓછી ચરબીવાળા પદાર્થ વગેરે ભોજનમાં લો.
વધારે પડતાં ચુસ્ત કપડાં અને મોજાં ન પહેરો, કેમ કે એથી પણ લોહીનો પ્રવાહ અવરોધાય છે..
સામાન્ય માન્યતા એવી છે કે ઉષ્મા લોહીના ભ્રમણનેઝડપી બનાવે છે, પણ એવું નથીઊલટાનું તે માંસપેશીઓની ચુસ્તી ઓછી કરે છે, જેથી શિરાઓ ફુલવા લાગે છે, એટલે વધારે પડતા તડકા, શેક વગેરેથી બચવું જ હિતાવહ છે.