Magazines

ઘઉં કે ચોખા વચ્ચે મૂકેલાં ફળો વહેલાં કેમ પાકે છે?

By GS TEAM
24 Jan 20261 min read
ઘઉં કે ચોખા વચ્ચે મૂકેલાં ફળો વહેલાં કેમ પાકે છે?

આંબા ઉપરથી ઉતારેલી કાચી કેરી તેમજ ફળોને પકવવા માટે અનાજ ભરેલી કોઠીમાં મૂકવાની રીત જાણીતી છે. ફળો કેવી રીતે પાકે છે તે જાણો છો. ? તેમાં ઘણાં પરિબળો કામ કરે છે. ગરમી, વાતાવરણ અને હવામાંથી ફળ દ્વારા શોષાતાં વાયુઓ તેમાં મુખ્ય ભૂમિકા ભજવે છે. ફળો પાકે ત્યારે તેમાંથી ઇથાઈલીન વાયુ છૂટો પડે છે. કોઈપણ બંધ પાત્રમાં કે કાગળની કોથળીમાં પેક કરેલા ફળોમાં આ વાયુ ઝડપથી અને વધુ પ્રમાણમાં છૂટો પડે એટલે ફળો વ્હેલા પાકે છે, પરંતુ ઘઉં કે ચોખા ભરેલા 

પાત્રમાં મૂકવાથી આ ક્રિયા વધુ ઝડપથી થાય છે. ઘઉં અને ચોખા સતત કાર્બન ડાયોક્સાઈડ અને ઉર્જાનું પ્રસારણ કરતા હોય છે. કાર્બન ડાયોક્સાઈડ ઘણા ફળોના ઇથાઈલીનના ઉત્સર્જન પર અસર કરે છે. તેથી કેરી, લીંબુ, ટમેટા, જેવા ફળો અનાજની કોઠીમાં ઝડપથી પાકે છે. વળી ઘઉં કરતાં ચોખાની કોઠીમાં વધુ ઝડપથી પાકે છે.