Magazines
સીધું શા માટે? .
By GS TEAM
28 Jan 20261 min read

- સીધુ એટલે નવગ્રહોનું દાન
આપણા વડિલો વાર તહેવારે, અગિયારસ, પુનમ, અમાસ, વ્યતિપાત યોગ, ગ્રહણ, વડીલોની તિથી, શ્રાધ્ધ વગેરે નિમિત્તે બ્રાહ્મણ અથવા મંદિરમાં સીધુ, સીધા અપાવતા. એ બહાને નવગ્રહોની શાંતિ થઈ જાતી અને ઘર પરિવારમાં લાગતા નાના પ્રકારના દોષમાં રાહત અજાણતા મળી જાતી. અને ઘરમાં સુખ સમૃધ્ધિ યશ, કિર્તી અને આરોગ્ય સદાય સારૂ રહેતું. આજના યુગમાં લોકો દાન ધર્માદા તો કરે છે પરંતુ સીધુ તરીખે રોકડા આપવા લાગ્યા, જે નવગ્રહની શાંતિ તરીકે કામ ન આપે.
સીધુ એટલે એક ટંક નો કાચો ખોરાક, સીધુ એટલે નવગ્રહોનું દાન. ઘઉં- સૂર્ય માટે, ચોખા- ચંદ્ર માટે, ગોળ, મસુરદાળ મંગળ માટે, મગદાળ બુધ માટે, ચણાદાળ સાકર ગુરૂ માટે, ઘી શુક્ર માટે, તેલ- અડદ- શનિ માટે. મસાલા રાહુ-કેતુ માટે, લીલા શાકભાજી બુધ અને શુક્ર માટે, મીઠુ-ચંદ્ર શુક્ર.








