Magazines

ફોનના નંબર 10 આંકડાના કેમ?

By GS TEAM
12 Jun 20261 min read
ફોનના નંબર 10 આંકડાના કેમ?

આજે આપણે મોબાઈલ ફોન વડે વિશ્વભરના દેશોમાં રહેતા મિત્રો કે સગાંઓ સાથે વાત કરી શકીએ છીએ વિશ્વભરમાં લાખો મોબાઈલ ફોન હોય ત્યારે તેને નંબર ફાળવવા માટે ચોક્સાઈપૂર્વકનું અંકગણિત વાપરવું પડે. નંબરોની ભેળસેળ થઈ જાય તો એક બીજા સાથે જોડાવામાં તકલીફ  પડે. ચાર કે પાંચ આંકડાને ઉલટસૂલટ કરીને કે જુદી જુદી રીતે ગોઠવીને લાખો નંબર બની શકે નહીં. વળી ટેલિફોન વિભાગે ૧૦૦, ૧૦૧ અને ૧૦૨ જેવા નંબરો ફાયરબ્રિગેડ કે પોલિસ જેવી સેવાઓ માટે અનામત રાખ્યા છે. એટલે કોઈ નંબર એકથી શરૂ કરી શકાય નહીં. એસ.ટી.ડી.ના કોડ શૂન્યથી શરૂ થાય છે. રાષ્ટ્રીય કક્ષાની મોટી કંપનીઓએ ૩ અને ૪થી શરૂ થતાં નંબરો અનામત રાખ્યા છે. સામાન્ય લેન્ડલાઈનના નંબર બેથી શરૂ થાય છે. મોબાઈલ કંપનીઓને શરૂઆતમાં ૯નો આંક ફાળવ્યો છે. આમ અંકોની ફાળવણી કરવાથી એક એક કરતાં જુદા નંબરો રચવાનું કામ સરળ બને છે. ૧૦ અંકોને ઉલટસૂલટ ગોઠવીને લાખો નંબરો મેળવી શકાય એટલે સુવિધા માટે મોબાઈલમાં ૧૦ આંકડાના નંબર રાખેલાં છે.