ટોચના એકટર્સ જ્યારે કરજના બોજ નીચે દટાઈ ગયા હતા...

એ જાણીતી વાત છે કે રાજપાલ યાદવ ચેક બાઉન્સ કેસમાં ફસાઈ ગયા હતા. એ ૯ કરોડ રૂપિયા ભરપાઇ ન કરી શક્યા ને પછી એમણે આપેલો ચેક બાઉન્સ થયો એટલે જેલમાં જવું પડયું. સદભાગ્યે અમુક રકમ ભરપાઇ કરી દેવાથી હવે એમને શૂટિગ કરવાની મંજૂરી આપવામાં આવી છે. રાજપાલ યાદવની જેમ ભૂતકાળમાં ટોચની સેલિબ્રિટીઓ કરજામાં ડૂબી હોવાના કિસ્સા બન્યા છે. તેમણે પણ દેવાળિયા જેવી મુશ્કેલીનો સામનો કર્યો હતો, પરંતુ હાર ન માની ને લક્ષ્મીજીએ ફરી તેમના તરફ સ્મિત કર્યું...
અમિતાભ બચ્ચન
અમિતાભ બચ્ચન એક સમયે દેવાળિયો જાહરે થયા હતા. ૭૦-૮૦ના દાયકામાં તેમને શહેનશાહનો ટેગ મળ્યો હતો. આજે પણ તેમની ખુમારી અને લોકપ્રિયતા યથાવત છે. પરંતુ તેમને તેમની એન્ટરટેઇનમેન્ટ કંપનીએ દેવામાં ડુબાડી દીધા હતા. આ કંપનીએ અધધધ ખોટ કરી હતી જેના કારણે તેમના પર ૯૦ કરોડ રૂપિયાનું કર્જ અને ૫૫ લીગલ કેસ થયા હતા. એ સમયે તેમને નસીબે સાથ આપ્યું નહોતું.
તેમની ફિલ્મો પણ ફ્લોપ જતી હતી. આ પછી યશ ચોપરાએ તેમને મોહબ્બત ફિલ્મમાં લીધા અને એ બ્લોકબ્સટર થઇ હતી આ પછી તેમની સેકન્ડ ઇનિંગ્સ શરૂ થઇ હતી. આ ઉપરાંત સોનીની કૌન બનેગા કરોડપતિ ગેમ શો દ્વારા તેમના ભાગ્ય ખુલી ગયા હતા અને તેઓ પોતાનું કર્જ ચુકવી શક્યા હતા. એક રિપોર્ટસના અનુસાર બિગ બીની નેટવર્થ ૧૬૦૦ કરોડ રૂપિયાથી પણ અધિક હોવાનું કહેવાય છે.
રાજ કપૂર
બોલીવૂડના શો મેન તરીકે લોકપ્રિયતા મેળવનાર રાજકૂપરે પોતાનીકારકિર્દીમાં ઘણી હિટ ફિલ્મો આપી હતી. પરંતુ મેરા નામ જોકર ફિલ્મ બનાવીને તે ઓ પાયમાલ થઇ ગયા હતા. આ ફિલ્મ ફ્લોપ જતાં તેમને ઘણી ખટો ગઇ હતી. રાજકપૂર દેવાળિયા થઇ ગયા હતા. જોકે પછી બોબી ફિલ્મે તેના ભાગ્ય ફરી ખોલી નાખ્યા હતા.
જેકી શ્રોફ
જેકી શ્રોફે ૨૦૦૩માં ફિલ્મ બૂમમાં ઇનવેસ્ટ કર્યું હતું. જે ફ્લોપ ગઇ હોવાથી તેને દેવાદાર બની ગયો હતો. પોતાનું કર્જ ચુકવવા માટે જેકીને ઘર સુદ્ધાં વેંચી નાખવું પડયું હતું. પરંતુ તેણે હાર માની નહીં અને ફરી પોતાની કારકિર્દી પર ફોકસ કર્યું અને તેના સદભાગ્યે તેની ફિલ્મો હિટ જવા લાગી અને તે ફરી લકઝરી લાઇફ જીવતો થઇ ગયો.
ગોવિંદા
ગોવિંદા એક સમયે હીરો નબંર વન તરીકે લોકપ્રિય હતો. પરતુ એક વખત તેના જીવનમાં એવો પણ આવ્યો હતો કે તે આર્થિક સંકટમાં ડૂબી ગયો.એ વખતે તેને સલમાન ખાને ઘણી મદદ કરી હતી. બન્નેએ પાર્ટનર ફિલ્મમાં સાથ ેકામ કર્યું અને ફિલ્મ હિટ જતાં ફરી તે લાઇમલાઇટમાં આવી ગયો હતો.
કમલ હાસન
કમલ હાસન ફક્ત સાઉથ તેમજ બોલીવૂડનો લોકપ્રિય સ્ટાર છે. તેણએ પોતાની ફિલ્મ વિશ્વરૂપમ માટે બધું દાવ પર લગાડી દીધું હતું. તેણે પોતાની ઘણી ચીજો ગીરવી પણ રાખી દીદી હતી.પરંતુ એ ફિલ્મ પર થોડા સમય માટે પ્રતિબંધ મુકવામાં ાવ્યો હતો જેનાથી અભિનેતાને ઘણી ખોટ ગઇ હતી. આ ફિલ્મ લિીઝ થયા પછી તેને રાહત થઇ હતી. પરંતુ તેના પછી ૨૦૨૨માં તેની વિક્રમ હિટ થતાં જ તે પોતાના તમામ કર્જ ચુકવી શક્યો હતો.
મિથુન ચક્રવર્તી
મિથુનચક્રવર્તી મેગાસ્ટાર રહ્યો છે. તે એકટિંગની સાથેસાથે હોટલ બિઝનેસમાં પણ વ્યસ્ત છે. પરંતુ તેની ઉટીની હોટલે તેને ઘણું આર્થિક નુકસાન પહોંચાડયું હતું. તે સમય તેના બદનસીબે તેની ફિલ્મની કારકિર્દી પણ ધીમી ચાલી રહી હતી. તેને આર્થિક તંગીનો ખાસ્સો સામનોકરવો પડયો હતો. જોકે ધીમે ધીમે તેની ફિલ્મો સફળ થવા લાગી અને તે ટીવી શોઝ કરવા લાગ્યો અને તેની કારકિર્દીનો ગ્રાફ ઉપર ચઢતો ગયો અને તેની આર્થિક સ્થિતિ સુધરી ગઇ.









