Magazines
ધજા ચઢાવવાથી શું લાભ થાય?
By GS TEAM
28 Jan 20261 min read

ત્રણ ભુવનના નાથ તીર્થકર પરમાત્માના જિનાલયની ધજા બદલનારો અતિશય પુણ્યનો સ્વામી બને છે.
૧) આખી પૃથ્વી પર જેટલા પણ તીર્થો છે એ બધાયની જાત્રા કરવા જેટલો લાભ જિનાલયના શિખરની ધજા બદલવાથી થાય.
૨) જિનાલયની ધજા બદલનારો પુણ્યશાળી આત્મા અત્યંત શૌર્ય, કીર્તિ અને યશ પામે.
૩) આવા શુભ મંગલ પ્રસંગો એ ચઢતા ભાવો સાથે માત્ર હાજરી પુરાવવાથી પણ આપણે અનેરું પુણ્ય કમાઈ શકીયે છીએ.
૪) આ બધાય ઉપરાંત જિનાલય દર્શનના વિચાર માત્રથી ૧ ઉપવાસનો, દર્શન કરવા પગ ઉપાડતા ૧૦ ઉપવાસનો, દૂર થી શિખર/ ધજાના દર્શન કરતા ૧૦૦ ઉપવાસનો, પ્રભુજીના દર્શન માત્ર થી ૧૦૦૦ ઉપવાસનો, પ્રભુજીની અષ્ટ પ્રકારી પૂજા કરતા ૧૦,૦૦૦ ઉપવાસનો અને પ્રભુજીને હાથેથી ગુંથેલી ફૂલની સુંદર સુગંધી માળા પહેરાવવાથી ૧ લાખ ઉપવાસનો આપણને લાભ થાય.









