Magazines

આત્મજ્ઞાન એટલે શું? ક્યારે મળે? શું કરવાથી મળે?

By GS TEAM
29 Oct 20252 mins read
આત્મજ્ઞાન એટલે શું? ક્યારે મળે? શું કરવાથી મળે?

આત્મ જ્ઞાન શબ્દનો અર્થ છે, આપણાં જ આત્માનું જ્ઞાન, એટલે પોતાના જ સ્વ સ્વરૂપનું પરમ જ્ઞાન, સામાન્ય રીતે માણસ પોતાની ઓળખ શરીર, મન, ઇન્દ્રિયો, નામ કુટુંબ દ્વારા પ્રાપ્ત કરે છે, અને પોતાના વ્યવસાય સાથે પણ જોડે છે, પરંતુ આ બધુ જીવનમાં બદલાય છે.

માનવ જીવન સતત પરિવર્તન શીલ છે, નાશ પામે છે, અને નવું સતત પ્રાપ્ત થાય છે, એટલે એ આપણો હું એ સાચો સત્ય સ્વરૂપ હું નથી, જે બદલાય પરિવર્તન થાય તે સત્ય હું હોય શકે જ નહિ, કારણ સત્ય, પરમતત્વ, પરમાત્મ, આંતર ચેતના, આત્મા એ શાશ્વત છે, અને અપરિવર્તન શીલ છે, એટલે બદલાવથી મુક્ત છે.

આમ જે સત્ય છે તે ક્યારેય બદલાતું નથી, જે બદલાય, પરિવર્તન થાય તે સત્ય હોય શકે જ નહિ, જે ક્યારેય બદલાતો નથી, શાશ્વત છે, તેનો નાશ નથી તે સર્વ અનુભવોનો સાક્ષી છે, જે જાગૃત, સ્વપ્ન અને સુષિપ્તિ ત્રણેય અવસ્થાઓમાં સ્થિત પોતાના અસ્તિત્વમાં જ રહે છે, તેજ આપણો આત્મા છે, આમ આત્મા જ સત્ય છે, બાકી બધુ જ મિથ્યા છે.

જ્યારે માણસ આધ્યાત્મિક અનુભૂતિઓને, આત્માને, પોતાના સ્વ સ્વરૂપને જાણવા અને પ્રાપ્ત કરવા માટે પોતાના જ અંતરમાં સંપૂર્ણ પણે ઉતરી જાય છે. અને બાહ્ય કાર્યની અને બહિર્મુખી સાધનાની સો ટકા ઉપેક્ષા કરે છે, તેનાથી સો ટકા નિવૃત થાય છે. ત્યારે જ તેમનું આંતરિક રીતે ઊર્ધ્વીકરણ થાય છે થઈ શકે છે. અને અંતરની સૂક્ષ્મ અનુભૂતિ અને અનુભવ પ્રાપ્ત કરે છે.

આમ અંતર સાધનાનું સર્વાંગી પણું સમગ્રતા જ્યારે સત્યના આધારે બરાબર જાળવે છે, ત્યારે જ માણસને આત્મ સાક્ષાત્કાર થાય છે, તેનું નામ આત્મ જ્ઞાન, એ જ જીવન મુક્તિ, એટલે કે સ્પષ્ટ રીતે આત્માને અનુભવે છે, ત્યારે જ માણસ હું શરીર નથી, મન નથી, ઇન્દ્રિયો નથી એમ જાણે છે, આમ આંતર ઊર્ધ્વીકરણ થતાં જ આંતર દ્વદ્વથી મુક્ત થાય છે, ત્યારે જ હું ચેતન, શાશ્વત, નિર્મળ નિસ્પૃહ અવિનાશી સત્તા છું ત્યારે જ આત્મ જ્ઞાન થયું તેમ કહી શકાય.

આવું આત્મ જ્ઞાન ચાલુ જમાનામાં મહર્ષિ અરવિંદ, મહર્ષિ રામતીર્થ, રામક્રષ્ણ પરમહંસ અને રાજચંદ્રને થયેલ છે, તે સત્ય છે.               

(ક્રમશ:)

- તત્વચિંતક વી. પટેલ