આપણે પીધેલા પાણીનું શરીરમાં શું થાય છે?
આ પણે જમ્યા પછી પાણી પીએ છીએ. દિવસમાં ઘણી વાર તરસ લાગે ત્યારે પણ પાણી પીએ છીએ. આમ આપણે ખોરાક કરતાં વધુ પાણી શરીરમાં નાખીએ છીએ. આ બધા પાણીનું શરીરમાં શું કામ? અને તેનું શું થાય છે તેવો સવાલ તમને થતો હશે. ખોરાક આપણને પોષક દ્રવ્યો પૂરા પાડે છે.
આ બધા દ્રવ્યોને શરીરમાં જુદાજુદા અવયવોને પહોંચાડવા માટે પાણીની જરૂર પડે છે. પેટમાં ગયેલું પાણી ખોરાક સાથે ભળીને તેને અર્ધપ્રવાહી બનાવે છે અને પાચનતંત્રમાં આગળ ધકેલે છે. લોહીને પ્રવાહી સ્વરૂપમાં રાખવા માટે પણ પાણીની જરૂર પડે છે. આમ પરસેવા કે પેશાબના રૂપમાં બહાર નીકળી જાય છે.
પાણી શરીરમાં કોઈ રાસાયણિક પ્રક્રિયા કરતું નથી પરંતુ જુદા જુદા દ્રવ્યોના વહન કરવામાં ઉપયોગી થાય છે. પાણી ૧૦૦ સેન્ટીગ્રેડ ગરમી સુધી પ્રવાહી રહેતો સાદો પદાર્થ છે. તો મોટાભાગના ખાદ્ય પદાર્થોને પોતાનામાં ઓગાળી શકે છે એટલે શરીરમાં ખૂબજ ઉપયોગી થાય છે. શરીરને લચીલું રાખવા માટે તેમજ ઉષ્ણતામાન જાળવી રાખવા માટે પણ પાણી જરૂરી છે.