સ્ત્રીને શું જોઈએ....? કળવું મુશ્કેલ છે...!
મહિલા શું ઈચ્છે છે? કે મહિલાને શું જોઈએ છે? આ પ્રશ્ન અંગે ભાગ્યે જ કોઈએ પ્રામાણિકપણે વિચાર્યું હશે કે ચર્ચા કરી હશે. જો કે કોઈ મહિલા માટે પણ આ પ્રશ્ન તેના દિલને અત્યંત નિકટતથી સ્પર્શી જાય એવો છે, પણ કોઈએ તેને ગંભીર ગણ્યો નહીં હોય એવું તો ચોક્કસ માની શકાય એમ છે અને મહિલાએ પણ આ પ્રશ્નને પોતાના સાથી કે નિકટના મિત્ર સાથે ભાગ્યે જ મન ખોલીને વાત કરી હશે કે સમજાવવાનો પ્રયત્ન કર્યો હશે. જો કે સદીઓથી પૂછાતો આ પ્રશ્ન આજના આધુનિક યુગમાં પણ એટલી જ માર્મિકતાથી ઉઠાવવામાં આવે છે. આજે આ પ્રશ્ન વધુને વધુ ધારદાર અને તીક્ષ્ણ બનતો જાય છે. ચાલો, આપણે એ પ્રશ્નને આજના સંદર્ભમાં સમજવાનો થોડો પ્રયત્ન તો કરી જોઈએ....
વીસેક વર્ષ પહેલા ૨ ૦૦૦ માં હૃતિક રોશનની ફિલ્મ 'કહોના પ્યાર હૈ' રિલીઝ થઈ અને અભિનેતા બધાની દિલની ધડકન બની ગયો. ભારતીય મહિલાઓએ તેને દિલમાં વસાવી દીધો. પૌરુષત્વ ધરાવતા આ માચોેમેને કોઈ પોતાનાથી અળગો કરવા ઈચ્છતું નહોતું. હૃતિક રોશને પોતે કબૂલ્યું હતું કે રિલીઝ પછી લગભગ ૩૦ હજાર જેટલી પ્રપોઝલ મળી હતી.
દેખિતી રીતે જ અનેક મહિલાઓ તેનો ફોટો લઈને કાલી મંદિરે મ પહોંચી ગઈ અને પૂજારી સમક્ષ ફોટો સાથે લગ્ન કરવાની દરખાસ્ત ્ મૂકી. આવું તો ઘણું બધું કહેવાય છે પણ એક વાત ચોક્કસ છે કે 'ભારતને એક પકડ કે સમજમાં ન આવે એવો, પ્રાચીનકાળનો દંતકથારૂપ 'નવો પુરુષ' મળી ગયો છે અને તેની અટક રોશને છે? આવા વાક્યથી શોભા ડેએ તેના લેખ 'ઈન સર્ચ ઓફ ધ સેક્સીમેન' ની શરૂઆત કરી હતી.
'એ હૃતિક રોશન છે. અને આ એક માત્ર કારણને લીધે કાનપુરથી કન્યાકુમારી સુધી આવેલા અગણિત અખાડામાં ગણ્યાગાંઠયા નહીં, એટલા યુવાનોએ તેમના મસલ્સ ફુલાવવા અને એબ્સ બનાવવા જવાનું શરૂ કર્યું. શોભા ડે કબૂલ્યું ગ છે કે હૃતિક રોશનનું મેજિક ચોમેર પથરાઈ ગયું હતું અને આ મેજિક છાતી કાઢીને ચાલતા એક પૌરુષત્વનું પ્રતિબિંબ હતું.
આ અંગે તાજેતરમાં એક સર્વે કરાયો હતો, જેમાં ૧,૩૦૦ મહિલા અને પુરુષોેને આવરી લેવાયા હતા. તેમને પ્રશ્ન પૂછાયા હતા, જેમાંથી ૭૨ ટકા જણાએ એ વાત સાથે સહમતી વ્યક્ત કરી હતી કે 'માચો' એ મર્દાનગીનો સાચો અર્થ છે, ૬૫ ટકા મહિલાઓએ માચો મેન સાથે પરણવાની તૈયારી બતાવી હતી. અને ૭૧ ટકા પુરુષોએ માચો જેવા દેખાવાની તૈયારી દાખવી હતી.
આમ, વાસ્તવમાં ચોક્કસપણે માચોનો વારસો શું હતો? ૭૩ ટકા લોકોએ એમ જણાવ્યું હતું કે માચોમેન ઘણો મૈત્રીપૂર્ણ અને મિત્રતા ધરાવનારો હોય શકે જ્યારે ૬૭ ટકા લોકોએ જુસ્સા ધરાવતો આત્મવિશ્વાસી શૂરવીર, ધૈર્યવાન ગણાવ્યો. ૮૭ ટકાએ તેને કાળજી રાખનારો સૌમ્ય અને ઉદાર તરીકે ઓળખાવ્યો. બીજી તરફ અભિનેતા મિલિન્દ સોમણે એવ્યું લખ્યું : માચોમેન એ દેખાવ, જબાન અને અભિવ્યક્તિમાં સંપૂર્ણપણે માણસાઈ ધરાવે છે.
આમ, ૨૦ વર્ષ પછી પણ મહિલાઓ શું માચો મેનને પસંદ કરે છે? ના. મારી કેટલીક બહેનપણીએ આ ઉત્તરનો પડઘો પાડ્યો. જેમને મેં સામો પ્રશ્ન કર્યો 'મીટુ' અને નારીવાદના આ યુગમાં પુરુષ પાસેથી સ્ત્રી શું માગે છે, તેની વ્યાખ્યામાં સંપૂર્ણપણે ફેરફાર આવી ગયો છે, 'એવું તેઓ કહે છે તમારા માટે બધુ જ કરતાં પુરુષ વિના આજે તમે તમારી પોતાની જાત સાથે વધુ આરામદાયક રીતે રહી શકો છો.
જો કે આવું માનવાવાળી સ્ત્રીઓ લઘુમતીમાં છે. મારી સાથે આ અંગે પ્રમાણમાં વધુ સારો- પ્રામાણિક ઉત્તર આપે છે. તેનું મંતવ્ય શહેરી, સુખસમૃદ્ધિના કાળનું અને આજની સ્વતંત્ર ભારતીય મહિલાનું છે. 'અંતે મહિલાઓએ તેમનું સ્ટાન્ડર્ડ ઊંચુ આણ્યું હોય એવું લાગે છે, એમ જણાવ્યું છે, લેખક અને કોલમિસ્ટ અનુજ ચૌહાણે.
આજે દરેક યુવતીનું સ્વપ્ન હોય છે. ફીટ, આકર્ષક બોયફ્રેન્ડ, જે કિચનની આસપાસની દુનિયાને જાણતો હોય. ત ે પોતાના વડીલોની પણ કાળજી રાખતો હોય અને મહિલાનું પણ પૂરેપૂરું ધ્યાન રાખતો હોય. મહિલાઓ તેમના પેટિયાનું પોતે રળી લે છે. આથી મોટી રોટી માટે કમાનારો વધુ મહત્ત્વનો રહ્યો નથી.
એ તો સામાન્ય છે. સાથે જ મહિલાઓ પોતે વધુ કમાણી કરી લે છે અને 'પિન્કરૂપી' વધુ સત્તા મેળવે છે, વધુ ખરીદી કરે છે અને અન્યો માટે સાધન પૂરાં પાડે છે.' આ માટે તેણે નિકે તાજેતરમાં હાથ ધરેલી ઝુંબેશમાં મહિલાઓને કહ્યું હતું કે તમે તમારા માટે જે કંઈ કરો છો એ પૂરતું છે અને પોતાને તમે મોટા અવાજે પ્રતિબિંબિત કરો અને કોઈપણ જાતના દબાણ વિના સ્પષ્ટપણે જણાવો અથવા તો જજ કરો.
આમ છતાં આ બધામાં કંઈ સમગ્ર ચિત્ર સ્પષ્ટ નથી થતું. કોમ્યુનિકેશન ડિઝાઈનર અને 'વેલકમ ટુ એડવર્ટાઈજિંગ : નાવ ગેટલોસ્ટ' ના લેખક ઓમકાર સાને કહે છે, 'આજે મહિલા શું ઈચ્છે છે તેમાં રસપ્રદ દ્વિમુખી પધ્ધતિને ટાંકો.' તેઓ કહે છે, 'જો કે મહિલાઓ ક્ષમતા ધરાવતા પુરુષોને વધુ ઈચ્છે છે જે તેમની માનવીય બાજુને પણ વધુ સ્પર્શી શકે અને મદદ માટે આગળ આવતા પણ બહુ દ્વિધા નહીં અનુભવે.
આ માટે 'ગલી બોય' ફિલ્મના રણવીર સિંહના પાત્રનો દાખલો આપે છે, જેમાં માચો જતો નથી રહેતો, જે પશ્ચિમમાં સુપરહીરોની લોકપ્રિયતા વધી રહી છે. અને ભારતમાં અર્જુન કપૂરની 'પાનીપત' અને અક્ષય કુમારની 'કેસરી' જેવી ઐતિહાસિક ફિલ્મોની લોકપ્રિયતા વધી રહી છે, તેના ભણી અંગૂલીનિર્દેશ કરે છે. આપણને આપણો હીરો 'હીરો જેવો' લાગવો જોેઈએં અને બીજી તરફ તેમનો હીરો 'સ્પાન્ડેક્ષ શૂટ' માં દેખાવવો જોઈએં, એમ તેઓ કહે છે. જ્યારે તે કોટન શર્ટ અને પેન્ટમાં હોય, તેઓ પણ આપણા જેવા જ દેખાય એવું આપણે ઈચ્છી છીએ,' એમ તેઓ ઉમેરે છે. 'આ થકી આપણને લાગે છે કે પુરુષો અત્યંત ગૂંચવણભરી નીતિના છે.
આ બદલાયેલા સિનારિયોમાં તે કેવા પ્રકારની વર્તણૂંક કરે એવી આપણે આશા રાખી શકીએ. ' એક તરફ પુરુષો તેમની બોડીની ઈમેજ બાબત ઘણાં ગૂંચવણભર્યા હોય છે જ્યારે બીજી તરફ તેમની કામની સંસ્કૃતિ આગળ આવે છે, જે ઘણી જૂના સ્ટાન્ડર્ડ પર ટકેલી હોય છે.' એમ કહે છે, 'પોલાઈટ સોસાયટી' ના લેખક મહેશ રાવ. 'મી ટુ' પછી ઘણા પુરુષો આર્કેટિપલ કે ક્રોધિત પ્રકૃતિનો દેખાવ જાહેરમાં નથી કરતા. તેઓ ખોટી વર્તણૂકથી દૂર રહે છે. તેઓ વધુ સંસ્કારી પ્રબુદ્ધ અને ક્લીન ઈમેજ ધરાવતા હોવાનું દાખવે છે.
એડ-મેન પ્રહલાદ કક્કર કહે છે, 'આજે પુરુષો અને સ્ત્રીઓ વચ્ચે ઘણી ગેરસમજ પ્રવર્તે છે અને તેનું કારણ છે સામાજિક સ્થળાંતર. 'કારણ કે મહિલાઓએ તેમની પરંપરાગત સતિ સાવિત્રીની ઈમેજમાંથી ઘણો વિકાસ સાધ્યો છે.
બીજી તરફ મોટા ભાગના પુરુષો એન્ગેજમેન્ટના નિયમોની ભાષામાં વાત કરીએ તો તેઓ ઘણા પાછળ રહી ગયા છે. આથી લક્ષ્ય અને એક્શન વચ્ચે મોટા પ્રમાણમાં મેળ ખાતો નથી. ગેરસમજ તો એ છે કે મહિલાઓ જે માને છે તે અંગે તે તત્કાળ ના કહી દે છે, પણ ગ્રેસ અને આત્મવિશ્વાસ સાથે નકારનો સામનો કરવાનું સામર્થ્ય ઘણા પુરુષોમાં નથી.
કોમેડિયન બ્રિયાન સ્કોટ મેક્ફેડને 'ધ લેટ શો વિથ ડેવિડ લેટર મેન'માં જણાવ્યું છે કે મહિલાને શું જોઈએ છે, એ અંગે જણાવવાનું પુરુષે ગમે ત્યારે પ્રયત્ન કર્યો છે ત્યારે એણે વ્યાકૂળતા અને ગોટાળા જ કર્યા છે, પણ તે અસ્વાભાવિક રીતે આશાસ્પદ હોય છે.' તેમણે એ બાબત અંગે અંગૂલીનિર્દેશ કર્યો કે પુરુષોની બાબત મહિલા કાયમ પરસ્પર વિરોધી કે વિસંગત હોવાનું દેખાય આવે છે.
તેઓ ઈચ્છે છે કે કોઈક જે કારકિર્દીલક્ષી ભલે હોય, પણ સાથોસાથ પરિવાર તરફી હોવો જોઈએ, પ્રેમાળ પણ ચોંટી રહે એવો ન હોવો જોઈએ . સ્માર્ટ પણ અભ્યાસુ ન હોવો જોઈએ, લાગણીશીલ પણચિંતાગ્રસ્ત ન હોવો જોઈએ અને રમૂજી પણ વિદૂષક નહીં, વર્ચસ્વ મેળવનાર પણ જોહુકમી ન હોવો જોઈએ, એવી તેમની (મહિલા) માગણી હોય છે.
ટૂંકમાં તમે કોઈ સ્ત્રીને એક પ્રશ્નોત્તરી આપો અને જણાવો કે તમને કેવો પુરુષ ગમે તેને તમે ટીક કરીને જણાવો તો તેઓ 'ઓલ ઓફ ધ અબોવ' બોક્સમાં માર્ક કરીને આપશે, જ્યારે પુરુષને તેમને ગમતી સ્ત્રી અંગે જણાવવાની પ્રશ્નોત્તરી આપશો તો એ તેને ફાડી નાખશે અને નજીકના પબમાં જઈને બિયરનો ઓર્ડર આપશે.
આમ, મહિલા શું ઈચ્છે છે? મહિલાને શું જોઈએ છે, એ પ્રશ્નનો ઉત્તર આપવો વાસ્તવમાં મુશ્કેલ હોય, એવું અત્યારે તો લાગે છે.
- ભૂપેન્દ્ર પટેલ