ધાતુના તારમાં વીજપ્રવાહ ઈલેકટ્રોનની ગતિવિધિથી વહે છે તેની બે રીત છે. એક તો ઈલેક્ટ્રોન આગળ વધીને તારના એક છેડેથી બીજે છેડે જાય અને બીજું ઈલેક્ટ્રોન એક સ્થળે રહી એક સેકંડમાં ૬૦ વખત આઘાપાછા થાય. સળંગ ગતિ કરતા પ્રવાહને ડાઈરેક્ટર કરંટ કે ડીસી અને ઈલેક્ટ્રોનના આઘાપાછા થવાથી વહેતા પ્રવાહને 'અલ્ટરનેટ કરંટ' એટલે કે એસી કહે છે.
એસી કે ડીસી બંને પ્રવાહની વચ્ચે લાઈટ બલ્બ કે કોઈ ઉપકરણ જોડાય ત્યારે વીજપ્રવાહનો ગતિરોધ થઈને તેમાં ગરમ અને પ્રકાશ જેવી ઉર્જા પેદા થાય છે.
જુના વખતમાં એસી અને ડીસી બંને રીતે વીજપુરવઠો મોકલાતો. એસી કરંટથી દૂર સુધી વીજળી મોકલી શકાય છે અને તેમાં ટ્રાન્સફોર્મરના ઉપયોગથી માત્રામાં વધઘટ કરવી સરળ હોવાથી વીજપૂરવઠો એસી કરંટથી જ મોકલાય છે. કેટલાક સાધનોમાં એસી કે ડીસી કરંટથી કોઈ ફેર પડયો નથી. ઈલેક્ટ્રિક મોટર એસી અને ડીસી બંને પ્રવાહથી ચાલે. જો કે બંનેની રચના જુદી જુદી.
હળવો વીજપ્રવાહ વાપરતા સાધનોમાં ડીસી પાવર વપરાય છે. પાવરના સેલ અને બેટરી ડીસી પાવર આપે છે. આપણા ઘરમાં વીજપ્રવાહ એસી કરંટથી આવે છે તેને નાના સાધનોમાં વાપરવા ડીસી કરંટમાં ફેરવવા એડેપ્ટરનો ઉપયોગ થાય છે.


