દુબળી યુવતી કેવાં વસ્ત્ર પરિધાન કરી શકે
દુનિયામાં બધી જ મહિલા શિલ્પા શેટ્ટી જેવું ફિગર અને દીપિકા પાદુકોણ જેવી હાઈટ ધરાવતા નથી. અને આમ પણ ગ્લમેરવર્લ્ડમાં હાઈટ થોડી ઓછી હોય તો એટલો ફરક પડતો નથી, કારણ કે સારી ચીજો તો નાના પેકેટમાં જ આવે છેને. જો હાઈટ પણ થોડી ઓછી હોય અને શરીર પણ ખૂબ પાતળું હોય તો ડ્રેસિંગ કરવામાં ખૂબ તકેદારી લેવી પડે છે. જોઈએ કેટલીક ટિપ્સ.
તમે પાતળા છો એટલે મોટી સાઈઝનાં કે ફ્લેરવાળાં ટ્રાઉઝર્સ પહેરવાની જરૂર નથી, કારણ કે એમાં બોટમનો ભાગ વધારે પહોળો લાગશે અને ખોટી જગ્યાઓએ ધ્યાન ખેંચાશે. એના કરતાં સ્લિમ અને સારા ફિટિંગવાળાં ટ્રાઉઝર્સ પહેરો જે તમારા શરીર લાંબા હોવાનો લુક આપશે.
કેપ્રી તમારા માટે ફેવરિટ અને સૌથી વધારે સૂટેબલ બની શકે છે, પણ એ ગોઠણ સુધીની લંબાઈનાં જ હોવાં જરૂરી છે. ગોઠણની નીચેનો ભાગ દેખાડશે જે પગમાં નીચેના ભાગમાં સૌથી પહોળો ભાગ હોય છે. એ ભાગ દેખાશે તો લુક ખરાબ થશે.
આમ તો નાની ફ્રેમવાળાઓ માટે હૉટ શોર્ટ્સ બેસ્ટ ગણાય છે, પણ જો તમને એ પહેરવી પસંદ ન હોય તો જસ્ટ ગોઠણ સુધીની લંબાઈની શોર્ટ્સ પહેરો. શોર્ટ્સમાં પગ લાંબા લાગે છે.
ખૂબ પાતળી યુવતીઓ માટે સ્કર્ટની સૂટેબલ લંબાઈ એટલે ગોઠણથી એકાદ ઇંચ નીચે સુધી. ક્રેપ્રીની જેમ જ સ્કર્ટ પણ ક્રાફ લેન્ગ્થનાં પહેરવાનું ટાળો.
મિની ડ્રેસિસ શોર્ટ છોકરીઓ પર ખૂબ સારા લાગે છે. આ ડ્રેસિસ એવા પસંદ કરો જે થાઈઝ પાસે ટાઈટ હોય. ફ્લેરવાળા તેમ જ પહોળા ડ્રેસિસ બોટમના ભાગને પહોળો બનાવશે.
સારા શેપમાં બનાવેલાં પેન્સિલ સ્કર્ટ તમે લાંબા હોવાનો આભાસ આપશે.
જો તમે વેસ્ટર્ન આઉટફિટ્સમાં વરાઈટીવાળા ડ્રેસિસ પહેરવામાં માનતા હો તો લાંબા સ્ટ્રેટ ફિટિંગ સ્કર્ટ અને એ લાઈટ સ્કર્ટ તમારા વોર્ડરોબમાં વસાવવાં જરૂરી છે, પણ જો તમારો બોટમ પાર્ટ હેવી હોય તો નહીં.
સિંગલ કલર ડ્રેસિસ પહેરો. ટૉપ અને બૉટમમાં કોન્ટ્રાસ્ટ કલર્સ હશે તો એ તમારા લુકની મોનોટોની તોડશે. વી-નેક અથવા પહોળા ગળાના ડ્રેસિસ પાતળા ફિંગરને વધારે નિખારે છે, કારણ કે આવી નેકલાઈનમાં ગરદન લાંબી હોવાનો આભાસ થાય છે.
બોલ્ડ પ્રિન્ટ તમારા માટે તદ્દન સૂટેબલ નથી એ જ રીતે આડી સ્ટ્રાઈપ્સ પણ તમારા લુકને બગાડશે. તમારા માટે ઊભી લાઈનો અને ઝીણી પેટર્ન બેસ્ટ રહેશે. એ જ પ્રમાણે એવી પેટર્ન પસંદ કરો જે ડ્રેસની લેન્ગ્થ સુધી એકસરખી હોય. જાડી બોર્ડર કે એમ્બ્રોઈડરી મોનોટોની તોડશે.
ખૂબ પહોળા અને મોટા બેલ્ટ પહેરવાનું ટાળો, કારણ કે આવા બેલ્ટ તમારા શરીરને બે ભાગમાં વહેંચી દેશે અને એ તમારા ટૂંકા પગ અને નાનું કદ વધારે હાઈલાઈટ કરશે.
બેગ પસંદગી કરતી વખતે એટલું ધ્યાનમાં રાખો કે એ તમને ક્યાંક છુપાડી ન દે. એથી બેગની સાઈઝ ખૂબ મોટી ન હોવી જોઈએ.
ખૂબ લૂઝ કે પહોળાં કપડાં પહેરવાનું ટાળો અને ધ્યાન રાખો કે તમારાં કપડાં સારા ફિટિંગમાં સીવેલાં અને તમને સૂટ કરતાં હોય. ઓવર સાઈઝ ટી-શર્ટ કે ખોટું ટોપ તમારી ખામીઓ નહીં છુપાવે, પણ તમને વધારે ફુલાયેલા દેખાડશે.
કમ્ફર્ટેબલ પણ હીલ્સ તમારી પર્સનાલિટીને વધારે નિખારશે. એક તટસ્થ લુક જાળવી રાખવા માટે જ્યારે ટ્રાઉઝર પહેરો ત્યારે બૂટ્સ પણ પહેરી શકાય.
વધારે લાંબાં હોય એવાં ટૉપ્સ તમને સૂટ નહીં થાય. તમારા ટૉપ કે શર્ટની લંબાઈ તમારા ટ્રાઉઝર કે સ્કર્ટનાં પોકેટ્સ સુધીની જ હોવી જોઈએ. લાંબાં અને જમીનને અડકતાં અનારકલી કુરતાં ટાળો. જો પહેરવા જ હોય તો એ કુરતાની લંબાઈ તમારા એન્કલથી ઓછામાં ઓછી પાંચ ઇંચ ઉપર હોવી જોઈએ.