Get The App

રહસ્યમય કાર્ડ (ટેરટ) દ્વારા સાપ્તાહિક રાશિ ભવિષ્ય

- બુધવાર 6 જાન્યુઆરીથી મંગળવાર 12 જાન્યુઆરી સુધી

Updated: Jan 6th, 2021

GS TEAM

Google News
Google News
રહસ્યમય કાર્ડ (ટેરટ) દ્વારા સાપ્તાહિક રાશિ ભવિષ્ય 1 - image


* રહસ્યમય કાર્ડ (ટેરટ)નો ઉદ્ભવ આશરે ૧૪મી સદીમાં થયો હોવાનું મનાય છે. મૂળ ઈજિપ્શિયન લોકો દ્વારા ભાવિ ફળકથન જાણવા સાંકેતિક ચિત્રોવાળા કાર્ડનો ઉપયોગ થયો હોવાનું મનાય છે. કુલ ૭૮ કાર્ડમાં ૨૨ મુખ્ય અને ૫૬ તેના સહાયક કાર્ડ છે. વૉન્ડ્સ, સ્વૉર્ડસ, કપ્સ તથા કોઈન્સ જેમાં કુલ ૧૪ કાર્ડ હોય છે. સામાન્ય પત્તાંની જોડીમાં ૧ થી ૧૩ કાર્ડ છે જ્યારે અહીં ૧ થી ૧૪ કાર્ડ છે અને ગુલામ, રાણી તથા બાદશાહ કાર્ડની વચ્ચે વધારાનું એક નાઈટ ઓફ વૉન્ડ્સ, સ્વૉર્ડ્સ, કપ્સ અને કોઈન્સનું ઊમેરાયેલું છે. મુખ્ય કાર્ડમાં ધ ફૂલ, ધ મેજીસીયન્સ, ધ હાઈપ્રિસ્ટેસ, ધ એમ્પરર, ધ એરોફન્ટ, ધ લવર્સ, ધ શેરીઓટ, સ્ટ્રેન્થ, ધ હેરમીટ, વ્હીલ ઑફ ફોર્ચ્યુન, જસ્ટીસ, ધ હેંગમેન, ડેથ, ટેમ્પરન્સ, ધ ડેવિલ, ધ ટાવર, ધ સ્ટાર, ધ મૂન, ધ સન, જજમેન્ટ અને ધ વર્લ્ડનો સમાવેશ થાય છે. ધ ફૂલને નંબર શૂન્ય-ઝીરો આપવામાં આવેલ છે. બાકીના એકથી એકવીસ નંબરના ક્રમાંકમાં આવે છે. ટેરટ કાર્ડ સાથે જ્યોતિષના સમન્વય દ્વારા અહીં આપનું રાશિ ભવિષ્ય રજૂ કરવામાં આવેલું છે જે આપની જન્મરાશિ-ચંદ્રરાશિ પ્રમાણે જોવું.

- ઈન્દ્રમંત્રી

મેષ (અ.લ.ઈ.): Two of Swords - ટુ ઓફ સ્વૉર્ડસનું કાર્ડ સ્વજનો સાથે ન જેવી બાબતોમાં વાદવિવાદ સર્જાઈ શકવાનું સૂચવી જાય છે. તમારા નોકરી-વ્યવસાય ક્ષેત્રે મળી રહેલી તક ગુમાવવી નહિ અન્યથા પાછળથી પસ્તાવો થશે. ફરીવાર નજીકના ભવિષ્યમાં તક નહિ મળે. તા. ૬. ૭. ૮. શુભ.

વૃષભ (બ.વ.ઉ.): Four of Coins - ફોર ઓફ કોઈન્સનું કાર્ડ તમારા કાર્યક્ષેત્રે સહુનો સહકાર પ્રાપ્ત થવાનું સૂચવી જાય છે. એકાદ કાર્યમાં ન ધારેલી સફળતા મળવાથી તમારો ઉત્સાહ વધશે. ફ્લેટ કે નવું ટેનામેન્ટ ખરીદવા માટે આયોજન કરી શકશો. તા. ૭. ૮. ૯. ૧૦. શુભ.

મિથુન (ક.છ.ઘ.): Justice - જસ્ટીસનું કાર્ડ ભાગ્ય પરિવર્તનની દ્રષ્ટિએ લાભદાયક સમય ચાલી રહ્યો હોવાનું અને નવાં કાર્યોની સફળતાપૂર્વક શરૂઆત થઈ શકવાનું સૂચવી જાય છે. ટુંકી મુસાફરીનો યોગ ઊદ્ભવશે. શુભ સમાચાર પ્રાપ્ત થશે. તા. ૯. ૧૦. ૧૧. ૧૨. શુભ.

કર્ક (ડ.હ.): Queen of Wands - ક્વીન ઑફ વૉન્ડસનું કાર્ડ તમારા જીવનસાથી સાથે કોઈ મહત્ત્વની બાબતો વિશે ચર્ચા-વિચારણા થઈ શકવાનું સૂચવી જાય છે. અવિવાહિત વ્યક્તિઓ યોગ્ય જીવનસાથી માટેની પસંદગી કરી શકશે. વિદેશ રહેતા સ્વજનો સાથે ભવિષ્ય માટેનું કોઈ આયોજન નક્કી કરી શકશો. તા. ૬. ૧૧. ૧૨. શુભ.

સિંહ (મ.ટ.): Death - ડેથનું કાર્ડ આરોગ્ય અંગે સાવચેતી રાખવા સૂચવી જાય છે. વર્તમાન સમય તમારા જીવનમાં નવાં ફેરફારોને સ્વીકારી તેને અનુરૂપ બનવામાં હિત સમાયેલું હોવાનું જણાવે છે. સ્વજનોનો સહકાર તમારા રોજિંદા કાર્યોમાં મેળવી શકશો. તા. ૭. ૮. શુભ.

કન્યા (પ.ઠ.ણ.): Four of Cups - ફોર ઓફ કપ્સનું કાર્ડ હાલમાં કોઈ કારણસર તમે હતાશા અનુભવી રહ્યા હોવાનું સૂચવી જાય છે પરંતુ નિરાશ થયા વિના તેનો ઊકેલ મેળવવાનો પ્રયત્ન કરવો લાભદાયક નીવડશે. તમારી બૌધ્ધિક પ્રતિભા અને આત્મવિશ્વાસ હતાશામાંથી બહાર લાવી શકશે. તા. ૬. ૯. ૧૦. શુભ.

તુલા (ર.ત.): Eight of Swords - એઇટ ઓફ સ્વૉર્ડસનું કાર્ડ કોઈ કાર્યમાં પરિસ્થિતિ વણસી હશે તેનો ટુંક સમયમાં ઊકેલ પ્રાપ્ત થવાનું સૂચવી જાય છે. તમારી પ્રતિષ્ઠામાં વધારો થાય તેવી ઘટના બનશે. વિદેશ જવા પ્રયત્નશીલ વ્યક્તિઓના કાર્યમાં સરળતા રહેશે. આરોગ્ય અંગે કોઈ તકલીફ અનુભવી રહ્યા હો તેમાં રાહત જણાશે. તા. ૭. ૮. ૧૧. ૧૨. શુભ.

વૃશ્ચિક (ન.ય.): Five of Coins - ફાઈવ ઑફ કોઈન્સનું કાર્ડ ચાલુ સપ્તાહ દરમ્યાન તમારે નાણાંકીય દ્રષ્ટિએ નવાં નિર્ણયો લેવાના આવશે તથા ભવિષ્યની કોઈ યોજનાનું આયોજન કરી શકવાનું સૂચવી જાય છે. દૂર વસતા સ્વજનો સાથે કોઈ પ્રસંગના કારણે મળવાનું રહેશે. સંતાનોનો સહકાર મેળવી શકાશે. તા. ૬. ૯. ૧૦. શુભ.

ધન (ભ.ધ.ફ.ઢ.): King of Cups - કીંગ ઑફ કપ્સનું કાર્ડ સપ્તાહ દરમ્યાન તમારા નક્કી કરેલા કાર્યો સરળતાપૂર્વક થઈ શકવાનું સૂચવી જાય છે. નાણાંકીય બાબતોમાં કોઈ મુશ્કેલી આવી હોય તેનો ઊકેલ મેળવી શકશો. આવકમાં વધારો થશે. આકસ્મિક ધન લાભ મેળવી શકશો. તા. ૬. ૭. ૮. ૧૧. ૧૨. શુભ.

મકર (ખ.જ.): Three of Cups - થ્રી ઑફ કપ્સનું કાર્ડ જે કાર્યની સફળતા માટે તમે રાહ જોઈ રહ્યા હશો તેમાં સફળતા પ્રાપ્ત થવાનું સૂચવી જાય છે. તમે યશ મેળવી શકશો. ભૂતકાળમાં કરેલા નાણાંકીય રોકાણોનું સારું વળતર નજીકના ભવિષ્યમાં પ્રાપ્ત થશે. તા. ૭. ૮. ૯. ૧૦. શુભ.

કુંભ (ગ.શ.સ.ષ.): Two of Wands - ટુ ઓફ વૉન્ડ્સનું કાર્ડ તમે જે કાર્યમાં સફળતા ઈચ્છી રહ્યા હશો તે માટે પુરૂષાર્થ-મહેનત કરવાની જરૂર હોવાનું સૂચવી જાય છે. તમારા પુરૂષાર્થ અને મહેનતનું ધાર્યું પરિણામ નજીકના ભવિષ્યમાં મેળવી શકશો. નાણાંકીય બાબતોમાં સ્થિરતા રહેશે. તા. ૯. ૧૦. ૧૧. ૧૨. શુભ.

મીન (દ.ચ.ઝ.થ.): Eight of Wands - એઈટ ઓફ વૉન્ડ્સનું કાર્ડ તમારા કાર્યક્ષેત્રે સરળતા રહેવાનું અને નક્કી કરેલા કામોમાં સફળતા પ્રાપ્ત થવાનું સૂચવી જાય છે. તમારા કાર્ય માટે સંતોષ લઈ શકશો. તમારો આત્મવિશ્વાસ પ્રબળ બને તેવી ઘટના બનશે. મિત્રો સાથેની મુલાકાત લાભદાયક બનશે. તા. ૬. ૧૧. ૧૨. શુભ.

Tags :