Get The App

રહસ્યમય કાર્ડ (ટેરટ) દ્વારા સાપ્તાહિક રાશિ ભવિષ્ય

- બુધવાર 1 સપ્ટેમ્બરથી મંગળવાર 7 સપ્ટેમ્બર સુધી

Updated: Sep 1st, 2021

GS TEAM


Google News
Google News
રહસ્યમય કાર્ડ (ટેરટ) દ્વારા સાપ્તાહિક રાશિ ભવિષ્ય 1 - image


શેર બજાર વિશે: ગોચર ગ્રહોને અનુલક્ષી આગામી બે સપ્તાહનું શેરબજાર વિશે ફળાદેશ જોઈએ તો જણાવી શકાય કે તા. ૧ અને ૨ના રોજ બેતરફી વધઘટ રહે. ૩ના રોજ સુધારો આવે અને ૪, ૫, ૬ તથા ૭ના રોજ સ્થિરતા રહેશે. સુધારો આવે તો ટકી શકવાના સંજોગો નથી. ૮, ૯ અને ૧૦ના રોજ સુધારો આવે અને ઊછાળાની પરિસ્થિતિ જોવા મળે જેમાં સાવધાની સાથે કામકાજ કરવું હિતાવહ જણાવી શકાય. ૧૧, ૧૨, ૧૩ અને ૧૪ના રોજ બેતરફી વધઘટ સાથે સાધારણ નરમાઈનો યોગ ઊદ્ભવશે. સંક્ષેપમાં આગામી બે સપ્તાહ દરમ્યાન સાધારણ સુધારા સાથે સ્થિરતા રહેશે. મેષ, વૃશ્ચિક અને ધન રાશિની વ્યક્તિઓએ પ્રથમ સપ્તાહ દરમ્યાન જ્યારે સિંહ, કુંભ તથા મીન રાશિની વ્યક્તિઓએ દ્વિતીય સપ્તાહ દરમ્યાન સાવધાની રાખવી. - ઈન્દ્રમંત્રી

મેષ (અ.લ.ઈ.): Five of Cups - ફાઈવ ઓફ કપ્સનું કાર્ડ તમારા ભૂતકાળની કોઈ મહત્ત્વપૂર્ણ ઘટના યાદ કરી નિરાશા અનુભવવાનું સૂચવી જાય છે. વધુ પડતા લાગણીશીલ ન બનવું. તમારે વ્યવહારિક બની વર્તમાન સમયની પરિસ્થિતિને ધ્યાનમાં રાખવામાં લાભ રહેશે અન્યથા નુકશાનકારક પરિસ્થિતિ ઉદ્ભવશે. તા. ૧. ૨. શુભ.

વૃષભ (બ.વ.ઉ.): The Fool - ધ ફૂલનું કાર્ડ ખૂબ જ શક્તિશાળી છે જે તેમને સ્વપ્રયત્નો દ્વારા નક્કી કરેલા કાર્યોમાં સફળતા આપવાનું સૂચવી જાય છે. તમારા આયોજન પ્રમાણે કાર્યો કરી શકશો. સહાકર્યકરોનો સહકાર મેળવી શકશો. નવાં કાર્યની શરૂઆત માટે સમાચાર મળશે. તા. ૩. ૪. ૫. શુભ.

મિથુન (ક.છ.ઘ.): The King of swords - ધ કીંગ ઓફ સ્વોર્ડસનું કાર્ડ કાયદાકીય બાબતો સાથે સંકળાયેલી વ્યક્તિઓ માટે લાભદાયક ફેરફારો ઊદ્ભવી શકવાનું અને નવી વ્યક્તિઓના પરિચયમાં આવવાનું સૂચવી જાય છે. નાણાંકીય દ્રષ્ટિએ લાભદાયક ફેરફારો આવશે. કુટુંબમાં એકાદ શુભ પ્રસંગની ઊજવણી થશે. તા. ૧. ૨. ૬. ૭. શુભ.

કર્ક (ડ.હ.): Page of Wands - પેજ ઓફ વૉન્ડસનું કાર્ડ તમારી પ્રંશંસા થાય તેવો પ્રસંગ બનવા ઉપરાંત તમારી પાસે કોઈ કળા અથવા રચનાત્મક કાર્ય માટેની સૂઝ હોય તેનો લાભ લેવા મિત્રો સંપર્ક કરવાનું સૂચવી જાય છે. તમારો આત્મવિશ્વાસ વધે તેવી ઘટના બનશે. તા. ૩. ૪. ૫. શુભ.

સિંહ (મ.ટ.): The Sun - ધ સનનું કાર્ડ તમારા આનંદ ઉત્સાહમાં વધારો થાય તેવી ઘટના બનવાનું સૂચવી જાય છે. કુટુંબમાં અવિવાહિત વ્યક્તિના વિવાહ-લગ્ન અંગે નિર્ણય લઈ શકાશે. તમારા એકાદ મહત્ત્વનાં કાર્યમાં સફળતા મળશે. નાણાંકીય દ્રષ્ટિએ લાભદાયક પરિવર્તન આવશે. તા. ૧. ૨. ૬. ૭. શુભ.

કન્યા (પ.ઠ.ણ.): Seven of Cups - સેવન ઑફ કપ્સનું કાર્ડ તમે કોઈ ભ્રમણામાં હશો અને ખોટા સ્વપ્ન જોઈ રહ્યા હો તો વાસ્તવિકતા શું છે તેનો અનુભવ થવાનું સૂચવી જાય છે. કોઈ પ્રલોભનમાં ન આવવું અન્યથા નુકશાન થઈ શકે. કુટુંબની વ્યક્તિઓનો સહકાર મળશે. તા. ૧ ૨. ૩. ૪. ૫. શુભ.

તુલા (ર.ત.): Seven of swords - સેવન ઑફ સ્વોર્ડસનું કાર્ડ કોઈ કાર્યને લઈ તમારે અવરોધ ઊદ્ભવ્યો હોય તે દૂર થઈ શકવાનું સૂચવી જાય છે. તમારા અધૂરા રહેલા કાર્યોને પૂરા કરી શકવાનું આયોજન થશે. તમારા કાર્યક્ષેત્રે લાભદાયક ફેરફારો થશે. યશ મેળવી શકો તેવી ઘટના બનશે. તા. ૩. ૪. ૫. ૬. ૭. શુભ.

વૃશ્ચિક (ન.ય.): The Eight of Cups - ધ એઇટ ઓફ કપ્સનું કાર્ડ તમારા વર્તમાન જીવનને સંતોષકારક માનવા સૂચવી જાય છે. વધુ પડતી આશાઓ તમને નિરાશ બનાવશે. તમારી જીવનશૈલીમાં નવાં ફેરફારો ઈચ્છી રહ્યા હો પરંતુ હાલ પુરતું રાહ જોવી લાભદાયક જણાવી શકાય. તા. ૬. ૭. શુભ.

ધન (ભ.ધ.ફ.ઢ.) : Ten of wands - ટેન ઓફ વૉન્ડસનું કાર્ડ તમારા પુરૂષાર્થનું શુભ ફળ મેળવી શકવાનું સૂચવી જાય છે. દૈનિક કાર્યોમાં તમે આળસવૃત્તિ રાખશો તો નુકસાન થશે અને એકાદ કાર્યમાં તમારી કસોટી થાય. સેલ્ફ ડ્રાઈવિંગમાં કાળજી રાખવી હિતાવહ જણાવી શકાય. તા. ૧. ૨. શુભ.

મકર (ખ.જ.): Queen of swords - ક્વીન ઑફ સ્વૉર્ડસનું કાર્ડ તમારા જીવનસાથી, માતા કે બહેન સાથે ભવિષ્યના આયોજન વિશે મહત્ત્વની બાબતો માટે ચર્ચા-વિચારણા કરી શકવાનું સૂચવી જાય છે. અવિવાહિત વ્યક્તિઓ યોગ્ય જીવનસાથીની પસંદગી કરી શકશે. આરોગ્ય અંગે કોઈ તકલીફ અનુભવી રહ્યા હશે તેમાં રાહત જણાશે. તા. ૨. ૩. ૪. ૫. શુભ.

કુંભ (ગ.શ.સ.ષ.): Two of wands - ટુ ઓફ વૉન્ડસનું કાર્ડ નાણાંકીય દ્રષ્ટિએ કોઈ તકલીફ અનુભવી રહ્યા હો તેનો ઊકેલ પ્રાપ્ત થવાનું અને તમારી મૂંઝવણ દૂર થઈ શકવાનું સૂચવી જાય છે. જીવનસાથીનો સહકાર પ્રાપ્ત થશે. તમે ભાગીદારી સાથેના વ્યવસાયમાં જોડાયેલા હશો તેમાં લાભદાયક ફેરફારો આવશે. તા. ૩. ૪. ૫. ૬. ૭. શુભ.

મીન (દ.ચ.ઝ.થ.): Queen of coins - ક્વીન ઑફ કોઈન્સનું કાર્ડ તમારા ઉઘરાણીના નાણાં છૂટા થવાનું સૂચવી જાય છે. કોઈને ઊછીનાં આપેલા પૈસા પરત મળશે. ભૂતકાળમાં કરેલા નાણાંકીય રોકાણનું વર્તમાન સમય દરમ્યાન સારું વળતર મેળવી શકશો. તમારા માન-સન્માનમાં વધારો થાય તેવો પ્રસંગ બનશે. તા. ૫. ૬. ૭. શુભ.

Tags :