આપણી ઉન્નતિ આપણે જ કરવાની છે
આપણી ઉન્નતિ, પરિવર્તન માટે કોઈપણ જાતના બાહ્ય ધાર્મિક આડમ્બર, કર્મકાંડ, કર્મક્રિયા, યજ્ઞાોની કે ગુરુઓની જરુર નથી. કેવળને કેવળ અંતરની શુધ્ધ અને પવિત્ર ઉર્ધવી કરણની જંખના, અને અભિપ્સા હોવી જરુરી છે, જેનામાં અંતરની શુધ્ધ જંખના હોય, અભીપ્સા હોય છે, તેને પોતાની આંતરિક ઉન્નતિનો, પરિવર્તનનો માર્ગ સહેલાઇથી આપો આપ જડી જ જતો હોય છે, અંને તેની સાથે તેનામાં જો આત્મિક દ્રઢતા, નિગ્રહ શક્તિ આત્મિક સત્યનો અને વિવેકનો જો સાથ હોય તો સત્યના માર્ગે જ જવાનું સામર્થ્ય પણ તેને પ્રાપ્ત આપો આપો થાય છે.
જેને કહેવાય છે, માનવતાને શોભાવતી જીવનની ખાનદાની, અને પ્રસન્નતા, વિવેક આપો આપ અંતરમાંથી પ્રાપ્ત થતા હોય છે, જે જીવનને ઉજાળે છે, પ્રકાશ વાન બનાવે છે.
આમ ઉન્નતિના અને પરિવર્તનના માર્ગમાં આપણા પોતાના જ અયોગ્ય સંસ્કારો, અને ટેવો બદલાવાની અને આત્મિક સત્યમા સ્થિર થવાની પહેલી મુશ્કેલી આવતી હોય છે, પણ આ સંસ્કારો, ટેવો બદલી અને આત્મિક સત્યમા સ્થીર થયા વિના આપણે, ઉન્નતિના અને પરિવર્તનના માર્ગ પર વિવેક સાથે આગળ વધી શકીએ નહીં.
જેમણે જીવનને ઉન્નત અને પરિવર્તન કરવું છે, તેમણે પોતાની અયોગ્ય ટેવો, સંસ્કારો અને વાસનાઓથી વિવેકથી છુટકારો પ્રથમ કરી લેવો પડે છે, અને મન બુધ્ધીને શુધ્ધ અને સ્થીર કરવા પડે છે, તે માટે આત્મીક સામર્થ્ય, આત્મ વિશ્વાસ અને આત્મ શ્રદ્ધા પોતાના આત્મામાથી પેદા કરવા પડે છે, આની પ્રાપ્તીથી, ધ્યેય વિષેની તાલાવેલી અને અભીપ્સા મન બુધ્ધી અને ઇંદ્રિઓની નિગ્રહવૃત્તિમાંથી પ્રાપ્ત થાય છે.
આવો જ્યારે વિવેક સાથે પ્રયત્ન કરીએ છીએ, ત્યારે જુની અને નવી મનોવૃત્તિમાં યુદ્ધ શરુ થાય છે. શું સારુ અને શુ ખરાબ તેનો નિર્ણય કરવો પડે છે. આ વખતે જો વિવેક અને આત્મિક સત્યમા સ્થીર હોઈશુ તો નિર્ણય કરવો સાવ જ સહેલો બની જાય છે.
વિવેક, આત્મ વિશ્વાસ અને આત્મિક શ્રદ્ધા પુર્વક આગળ વધી શકીશુ તો આત્મીક પરીવર્તન સહેલુ બનશે, અને વિવેક સાથે આત્માના સત્યમાં સ્થીર થશુ તો ઉર્ધ્વીકરણ કરી શકીશું.
આપણામાં પહેલેથી પડેલી મનોવૃતિઓ, મનોભાવો અને ટેવો લાબા સમયથી ચાલતા આવેલા સંસ્કારો અને કૃતિઓને લીધે જાણે અજાણ્યે તે સ્વભાવ બની ગયો હોય છે.
જે વસ્તુ સ્વભાવમાં સ્થીર થયેલ હોય છે, તે વસ્તુને કાઢવી અઘરી છે, પણ અશક્ય નથી, આ માટે જો વિવેક સાથે પરમ ચેતનાની જાગૃત અવસ્થામાં સ્થીર થઈ વર્તમાનમાં સ્થીર હોઈશું, તો આ જાગૃત અવસ્થાને કારણે સ્વભાવને બદલવો સહેલો બને છે. અને જાગૃતતાને કારણે સ્વભાવ બદલાય જ છે, આમ જો સ્વભાવ બદલાયો સાત્વિક શુધ્ધ અને સ્થીર થયો, વિશાળ થયો. સંશય રહીત થયો, એજ પરમ ચેતનાની જાગૃત અવસ્થાનું તે પાકેલું ફળ છે.
આમ શુધ્ધ સ્થીર અને જાગૃત મનોવૃતિ દ્વારા અને ઇન્દ્રિઓનો નિગ્રહ અને પરમ ચેતનાની જાગૃતતા દ્વારા જુની તમામ ટેવો અને મનોવૃત્તિઓનો નાશ વિવેક સાથે કરી શુધ્ધ થઈશું. આમ આપણા ચિત્તમા ઉન્નતિ માટેની જે તાલાવેલી હોય છે તેને પુર્ણ કરી શકીએ છીએ અને પછી જ જીવનમાં સત્ય ધર્મ પ્રસ્થાપિત થાય છે.
જેમા લેશ માત્ર પણ લાલચ હોતી નથી. મનમાં પુર્ણ રુપે અભય, અને વિશાળતાને શોભાવતી વિવેક સાથેની ખાનદાની પ્રસ્થાપીત હોય છે, જેથી પ્રસન્નતા અને સ્વસ્થતા પુર્વક. ભય ભ્રમ અને સંશય રહીત વિવેક સાથે જીવન જીવાય છે. એનું નામ જ જીવનની ઉન્નતિ અને પરિવર્તન છે.
આ ધ્યેયને પ્રાપ્ત કરવા મથવુ તે જ જીવન જીવવાની કળા છે, ત્યાજ પરમ શાંતિ અને આનંદ છે એજ જીવન અને એજ ધર્મ.
- તત્ત્વચિંતક વી પટેલ