Magazines

110 અબજ ડોલરમાં વોર્નર બ્રધર્સ વેચાશે

By GS TEAM
15 Jun 20262 mins read
110 અબજ ડોલરમાં વોર્નર બ્રધર્સ વેચાશે

વોર્નર બ્રધર્સને ૧૧૦ અબજ ડોલરમાં હસ્તગત કરવાના પેરામાઉન્ટ સ્કાય ડેન્સના પ્લાનને અમેરિકાના જસ્ટીસ ડિપાર્ટમેન્ટના એન્ટી ટ્રસ્ટ ડિવીઝને મંજૂરી આપી છે. સ્ટ્રીમીંગ વિડીયો, ટેલિવિઝન અને ફિલ્મ ઉદ્યોગનું ટ્રાન્જેક્શન કેવી રીતે કરવું તે નક્કી કરવામાં આંઠ મહિનાનો સમય લાગ્યો હતો. મનોરંજનના માધ્યમો અને મનોરંજનની ઇકો સિસ્ટમ પરની અસર તેમજ અમેરિકાના વપરાશકારોને શું લાભ થશે તે પર પણ વિચારણા કરવામાં આવી હતી. પેરામાઉન્ટ કંપનીએ સત્તાવાળાઓને જણાવ્યું હતું કે વહેલી તકે પ્લાન એપ્રૂવ કરો કે જેથી અમેરિકાના લોકોને તેનો લાભ વહેલો મળી શકે. હજુ ફેડરલ કોમ્યુનિકેશન કમિશને આ સોદો મંજૂર નથી કર્યો.

એક દેશ, બે વિપરીત હવામાન

ભારતમાં એક તરફ તીવ્ર ગરમી પડી રહી છે અને લોકો ત્રાહીમામ પોકારી ગયા છે તો બીજી તરફ સખત વરસાદ અને વાવાઝોડાનો સામનો કરનારા લોકો પણ ત્રસ્ત છે. એકજ દેશમાં બે હવામાન છે અને બંનેની તીવ્રતાના કારણે લોકો ત્રાહીમામ પોકારી ગયા છે. દેશમાં કેટલાક સ્થળે લોકો વરસાદની રાહ જુવે છે તો કેટલાક સ્થળો પર વરસાદ 

અને વિનાશક વાવાઝોડું અટકે તે માટે પ્રાર્થના થાય છે. ૧૨ જુને રાજસ્થાનના જેસલમેરમાં ૪૪.૨ ડિગ્રી ગરમી હતી. ૧૪ જુને દેશમાં ત્રણ પ્રકારના હવામાન જોવા મળ્યા હતા. 


વિદેશી રોકાણકારોએ 2.87 ટ્રીલીયન રૂપિયા પરત ખંચ્યા

વિદેશના રોકાણકારોએ શેર બજારમાંથી રોકાણો પાછા ખેંચવાનું ચાલુ રાખ્યું છે. ૨૦૨૬માં અત્યાર સુધીમાં ૨.૮૭ ટ્રીલીયન રૂપિયા પરત ખેંચાયા છે. જુન ૨૦૨૬માં ૬૨,૮૦૦ કરોડ રૂપિયા પાછા ખેંચાયા છે. વિદેશના રોકાણ કારો પરત ફરી રહ્યા હોવા પાછળનું મુખ્ય કારણ નબળો પડતો રૂપિયો છે અને વૈશ્વિક સ્તરે અનિશ્ચિત બજારો છે. ગયા માર્ચ માસથી આ ટ્રેન્ડ શરૂ થયો છે. ત્યારે ૧.૧૭ લાખ કરોડ પાછા ખેંચાયા હતા. વિદેશના રોકાણકારોએ  ઇન્ફોર્મેશન ટેકનોલોજી સેક્ટર તેમજ પાવર સેક્ટરમાંથી વધુ રોકાણ પરત ખેંચ્યા છે. બજારના જાણકારો કહે છેે કે રૂપિયો નબળો પડતાંજ વિદેશી રોકાણકારોનો જુસ્સો પણ નબળો પડી રહ્યો છે.