Magazines

વેદ, ઉપનિષદ બ્રહ્મસૂત્ર અને ગીતા સનાતન ધર્મના પાયા

By GS TEAM
26 Nov 20252 mins read
વેદ, ઉપનિષદ બ્રહ્મસૂત્ર અને ગીતા સનાતન ધર્મના પાયા

માનવ જીવનમાં સત્ય ધર્મ હંમેશા એક વ્યક્તિની સત્યની, પરમાત્માની અનુભૂતિ અને અનુભવ એમાંથી નિપજતિ સત્યની અભિવ્યક્તિ પર જ સત્ય ધર્મ આધારિત હોય છે, આવી સત્ય આધારિત અનુભૂતિમાંથી જન્મતી અભિવ્યક્તિ હમેશા સત્ય આધારીત સરળ અને સ્વાભાવિક હોય છે તેમાં કદી આંટી ધૂટીઓને અસત્ય અને ચમત્કારો ને કોઈ સ્થાન હોય શકે જ નહીં તે સત્ય ધર્મનું વાહન બની શકે છે.

જ્યારે જેમાં સત્યની અનુભૂતિ જ નથી કે સત્યની અભિવ્યક્તિ જ નથી તેવા ગોઠણેથી ધડેલા શાસ્ત્રો દ્વારા ઉભા થયેલા પંથો અને સંપ્રદાયો દ્વારા તો ચમત્કારો અને અસત્યની બોલબાલા હોય છે, જે ભય અને ભ્રમમાં જ સ્થિત કરે, એટલું સ્પષ્ટ અંતરથી જાણી જ લ્યો કે જીવનમાં આંતર ઉપાસના વિના સત્યને અવગત કે હસ્તગત કરવાની આશા રાખવી સદાય વ્યર્થ જ સાબિત થાય છે.

જ્યારે સત્યની અનુભૂતિ જન્મ આપણાં સનાતન ધર્મના પાયાના શાસ્ત્રો જેમાં વેદ, ઉપનિષદ, બ્રહ્મ સૂત્ર અને ગીતા આ ચાર શાસ્ત્રને જ પરમ સત્યની અભિવ્યક્તિ દ્વારા માન્ય શાસ્ત્ર કરેલ છે, અને કહેલ છે, આ ચાર જ શાસ્ત્ર સત્યની અનુભૂતિ જન્મ શાસ્ત્ર હોય તેના પાયા ઉપર જ સનાતન ધર્મનું મંડાણ થયેલું છે. તેને સત્યમાં પ્રસ્થાન કરનાર આ પ્રસ્થાનત્રયી કહેવાયેલ છે, એટલે કે આત્મિક સત્યનું સત્યનું પ્રસ્થાન કરાવનાર અને સત્ય સુધી પહોંચાડનાર આજ શાસ્ત્ર છે. આ શાસ્ત્રના આધારેજ આંતર સાધના દ્વારા જ સનાતન સત્ય પ્રાપ્ત થાય છે, અંતરના પ્રેમથી આનંદથી પ્રસન્નતાથી કરેલી આંતર સાધના વગર સત્ય પ્રાપ્ત થવું અક્ષય છે, દુર્લભ છે. આંતર સાધના જ સત્ય સનાતન ધર્મનું ઊર્ધ્વીકરણ કરે છે, આત્મિક સત્યનો વિકાસ કરે છે, અને સત્યને હસ્તગત કરે છે, એમ પ્રસ્થાનત્રયી સ્પષ્ટ કહે છે, આમ માનવ આ ચાર શાસ્ત્રની આંતર ઉપાસના દ્વારા જ સત્યને અવગત અને હસ્તગત કરી શકે છે.

આ ચાર શાસ્ત્રની આંતર ઉપાસના વિના સત્યને હસ્તગત કરવાની આશા અપેક્ષા અને તૃષ્ણા રાખવી વ્યર્થ છે અને સત્ય કઈ ચદ્રચ્છા પ્રાપ્ત વસ્તુ નથી, તેને માટે તો આતર તપસ્યા કરવી જ જોઈએ અને પવિત્રતા પણે તેની ઉપાસના કરવી જ પડે છે, તોજ સત્ય હસ્તગત થાય.

આમ આંતર સાધના આત્મિક સત્ય સ્વરૂપ શ્રધ્ધા વિના સત્યનું રહસ્ય સમજવું જાણવું અને અનુભવવું અશક્ય છે. આત્મિક સત્યના માર્ગમાં અહંકારનો લય કરવો એ એક મહદાનંદ છે, એટલે સત્યને પ્રાપ્ત કરનારે કોઈના નોકર તો બનવું જ નહિ.

માનવ જીવનમાં દ્રશ્ય સૃષ્ટિ આભાસ સમાન હોય છે, જ્યારે આદર્શ સૃષ્ટિ ધ્યેય સૃષ્ટિ જ સત્ય છે, માટે સાક્ષી ભાવનો સ્વીકાર કરો.     

 (ક્રમશ:)

- તત્ત્વચિંતક વી. પટેલ