Magazines

વૈશાખી પૂર્ણિમા બુદ્ધ પૂર્ણિમા - તૂં જ તારો દીવો થા

By GS TEAM
29 Apr 20262 mins read
વૈશાખી પૂર્ણિમા બુદ્ધ પૂર્ણિમા - તૂં જ તારો દીવો થા

अप्प दीपो भव''- તૂં જ તારો દિપક બન એ બુધ્ધનું અંતિમવચન હતું. જેમને બુધ્ધત્વની થોડીક પણ ઝલક મળી ગઈ તેનું સમગ્ર જીવન બદલાઈ ગયું. બુધ્ધમાં કરૂણા હતી. અહિંસા હતી અને પ્રાણીમાત્ર માટે પ્રેમ હતો.

આજથી લગભગ ૨૫૦૦ વર્ષ પહેલા આ પૂણ્યમયી ધરતીની ગોદમાં મહારાજ શુદ્ધોધનને ત્યાં રાજકુમાર સિધ્ધાર્થે જન્મ લીધો હતો. વૈશાખી પૂર્ણિમા  તે દિવસે આ મહાતપસ્વી સિધ્ધાર્થની અંતચેતનામાં બુધ્ધે જન્મ લીધો. આ અનોખા જન્મના ઉત્સવને મનુષ્યોની સાથે દેવોએ પણ અલૌકિક રીતે ઉજવ્યો. આ પુષ્પ ઘડીમાં સિધ્ધાર્થ સમ્યક રીત સંબુધ્ધ બની ગયા. અને વૈશાખી પૂર્ણિમાને 'બુધ્ધપૂર્ણિમા'માં રૂપાંતરિક થઈ ગઈ.

તેમના જન્મોત્સવના જ્યારે વાંજિત્રો વાગી રહ્યા હતા. શરણાઈ ગુંજી રહી હતી. મહેલોમાં ચારે તરફ પ્રસાદે વહેંચવામાં આવી રહ્યો હતા ત્યારે હિમાલયમાંથી ભાગતો આવતો એક વૃધ્ધ તપસ્વી. મહાયોદ્ધા એ આવીને ઉભો રહી ગયો. તેનું નામ હતુ અસિતા.

અસિતાનું આગમન : નગર વાસીઓની સાથે સ્વયં સમ્રાટ તેનું સન્માન કરતા હતા. તેમાં તેઓ અત્યાર સુધી ક્યારેય રાજધાનીમાં આવ્યા ન હતા. ખુદ સમ્રાટને પણ તેમને મળવા જવુ પડતું હતું. આજે અચાનક તેમને મહેલના દરવાજે જોઈને સમ્રાટને પણ આશ્ચર્ય થયું. સમ્રાટે ખચકાતા તેમને પૂછયું 'હે મહાતપસ્વી, આપની શી સેવા કરૃં ?

અસિતાએ તેમની વિધાનું નિવાકરણ કરતા કહ્યું કે ચિંતા ન કરો, શુદ્ધોધન! તમારા ઘેર પુત્રનો જન્મ થયો છે તેના દર્શન કરવા આવ્યો છું. શુદ્ધોધન તો સમજી જ ન શક્યા. તેઓ દોડતા અંત:પુરમાં ગયા અને નવજાત શિશુને લઈને બહાર આવ્યા. અસિતાએ નીચા નમીને શિશુના ચરણોમાં માથુ મુકી દીધું અને બોલ્યા કે 'તમારા ઘરમાં આજે પુત્ર આયો છે. તે કોઈ સાધારણ આત્મા નથી. અરે એ તો બધી બાજુથી તે અલૌકિક છે.  તે તો અનંત લોકો માટે સિધ્ધાર્થ છે. ચારેય દિશાઓમાં એની મહેક ઉઠશે.'

ગૌતમ બુધ્ધ : કાળ પ્રવાહમ : ક્ષણ-દિવસો વર્ષા વિત્યા અને એક વૈશાખી પૂર્ણિમાએ સત્યની, સંબોધિનનો, બુદ્ધત્વનો, એ જ ચંદ્ર નીકળ્યો. કાળ સરિતામાં વહી ગઈ. શિશુ સિધ્ધાર્થ કિશોર થયા. યુવના થયા. યશોધરા એમની રાજરાણી બની, રાહુલ નામનો પુત્ર થયો. પરંતુ આ દૃશ્ય ઘટનાઓ હતી. અદૃશ્યમાં ઘણું બધું બન્યું. પ્રચંડ વૈરાગ્ય અદભૂત વિવેક જેની પરિણતિ મહાભિનિષ્ક્રમણ રૂપે થઈ યુવરાજ તો તપસ્વી થઈ ગયા.

તપસ્યાથી દુર્બળ જર્જર સિધ્ધાર્થને સુજાતાએ ખીર ખવડાવી અને તેમના દેહને જ નહિ, જીવચેતનાને પણ નવજીવન મળ્યું. તેઓ ગૌતમ બુધ્ધ બની ગયા.

- ઉમાકાંત જોષી