પ્રાચીન કાળથી ઉપયોગી અને પાલતુ પ્રાણી: ઘોડો
પાલતુ પ્રાણીઓમાં સૌથી શક્તિશાળી અને ઝડપી પ્રાણી ઘોડો પ્રાચીનકાળથી માણસનો વફાદાર મિત્ર બન્યો છે. ઘોડે સવારી એ એક કૌશલ્ય અને શોખ તરીકે વિકસી છે. વિશ્વભરમાં ઘોડાની અનેક જાત જોવા મળે છે. ઘોડો જાણીતું પ્રાણી છે. તેની કેટલીક વિશેષતાઓ પણ જાણવા જેવી છે.
ઘોડાનું બચ્ચું જન્મ્યા પછી બે ત્રણ કલાકમાં જ ઉભું થઈ ચાલવા લાગે છે.
ઘોડાના શરીરમાં ૨૦૫ હાડકાં હોય છે.
ઘોડા ઉભા ઉભા પણ ઊંઘી શકે છે.
ઘોડા સામાન્ય રીતે ૪૦ થી ૪૫ કિલોમીટરની ઝડપે દોડી શકે છે. કેટલાક પાલતુ ઘોડા ૭૦ થી ૭૫ કિલોમીટરની ઝડપે દોડતા હોવાનું પણ નોંધાયુ છે.
અન્ય સ્થળપર સસ્તન પ્રાણીઓમાં ઘોડાની આંખ સૌથી મોટી હોય છે.
ઘોડાની બંને આંખો માથાની બંને તરફ હોય છે. તે ૩૬૦ ડિગ્રીના ખૂણે વિસ્તારને જોઈ શકે છે.
ઘોડાના દાંત ઘણાં મોટા હોય છે. તેના મગજ કરતાં દાંત અને જડબું મોટાં હોય છે.
વિશ્વનો સૌથી ઊંચો ઘોડો ૨૧ હાથ લગભગ ૮૫ ઇંચ ઉંચો હતો.
૧૭મી સદીથી ઘોડાનો સૈન્ય અને પોલીસદળમાં ઉપયોગ થાય છે.