ઉપયોગી અને કિંમતમાં સસ્તી ધાતુ: એલ્યુમિનિયમ
સોનાથી માંડીને લોખંડ સુધીની ધાતુઓ માણસજાત માટે ઘણી ઉપયોગી થઈ છે. ધાતુઓમાં સૌથી હળવી, નરમ અને કિંમતમાં સસ્તા એલ્યુમિનિયમનો ઉપયોગ વ્યાપક છે. તેના ગુણધર્મો પણ જાણવા જેવા છે.
એલ્યુમિનિયમ હળવી છે, એટલે તેમાંથી બનતી ચીજો પણ હળવી બને, તે નરમ છે તેને સહેલાઈથી પિગાળી ઇચ્છિત આકાર આપી શકાય છે. તેને ભેજની અસર થતી નથી કે કાટ લાગતો નથી. વાસણો, પીણાના કેન, રમકડા, ફોઈલ અને વાહનો અને મકાનોમાં પણ વિવિધ ઉપયોગમાં આવે છે. તેમાં થોડા પ્રમાણમાં બીજા રસાયણો ભેળવી મજબૂત કરી શકાય છે. વીજળી અને ગરમીની સુવાહક હોવાથી ઇલેક્ટ્રોનિક સાધનો, વાયર અને એન્ટેના બનાવવા વપરાય છે.
પૃથ્વીના પેટાળમાં ખૂબ જ પ્રમાણમાં એલ્યુમિનિયમ છે. તેનું પ્રોસેસિંગ કરી શુધ્ધ એલ્યુમિનિયમ સરળ અને ઓછા ખર્ચે મેળવી શકાય છે.
એલ્યુમિનિયમ એક જ નથી તેનો મોટો પરિવાર છે. જીલિયમ, ઇન્ડિયમ, થેલિયમ, વગેરે એલ્યુમિનિયમ જેવી જ છે. આ બધી ધાતુઓ ૨૯ ડિગ્રી સેલ્શિયસ ગરમીમાં પિગળી જાય છે. આ ધાતુઓના વિશિષ્ટ ગુણને કારણે સીડી પ્લેયર, કેલક્યુલેટર, ઇલેકટ્રોનિક ઘડિયાળો, ફોટો સેલ અને ટ્રાન્ઝિસ્ટર જેવી ચીજો પણ બને છે.