કામોત્તેજના વધારનારા ચુંબનના પ્રકાર
સ્ત્રી અને પુરૂષ વચ્ચેનાં જાતીય સંબંધોમાં ચુંબન એક મહત્ત્વની ક્રીડા છે. ચુંબન વિના સેક્સની કલ્પના થઈ શકતી નથી. પશ્ચિમનાં દેશોમાં ચુંબનને સાહજિક ક્રિયા ગણવામાં આવે છે. એકબીજાના અભિવાદન માટે એકબીજાના ગાલે ચુંબન કરવાની પ્રથા ત્યાં છે. આપણે ત્યાં મા-બાળકને વહાલથી તેના ગાલ પર કે હાથ પર ચુંબન કરે છે.
પરંતુ સ્ત્રી-પુરૂષ વચ્ચેના જાહેર ચુંબનને હજી પણ વજર્ય ગણવામાં આવે છે. જોકે પશ્ચિમની ફિલ્મોની અસરોએ હવે પડદા પર હીરો-હીરોેઈનના લાંબા ચુંબન દ્રશ્યો ખુલ્લે આમ દર્શાવવામાં આવે છે. હવે તેમાં કોઈને કંઈ વાંધાવચકા જેવું લાગતું નથી. કદાચ બદલાયેલા જમાનાની આ તાસીર હશે.
ચુંબન અર્થાત્ 'કિસ' ભલે જાહેરમાં વજર્ય ગણાતું હોય પરંતુ આજથી પંદરસો વર્ષ પહેલાં રચાયેલા કામશાસ્ત્રના અદ્ભૂત ગ્રંથ 'કામસૂત્ર'માં વાત્સાયને તેની વિશદ છણાવટ કરી છે. 'કામસૂત્ર' સ્ત્રીપુરૂષના જાતીય સંબંધોની માંડીને વાત કરતો એકમાત્ર પ્રાચીન ગ્રંથ છે જે સંસ્કૃત ભાષામાં રચાયો હતો.
આપણી સંસ્કૃતિમાં પણ જીવનના ચાર આયામોમાં ધર્મ, અર્થ, કામ અને મોક્ષ ચારેયનો સરખો સમાવેશ થયો છે. વાત્સાયને કામ અર્થાત્ સેક્સને કલાનો દરજ્જો આપી તેમાં કુશળતા કઈ રીતે મેળવી શકાય તેની કલાત્મક છણાવટ કરી છે. 'કામ-કલા' ને આટલું મહત્ત્વ બીજા કોઈ દેશે આપ્યું નથી.
કામસૂત્રમાં ચુંબનને કામક્રીડાનું મહત્ત્વનું અંગ ગણવામાં આવ્યું છે. તેના વિના રતિક્રીડાને અધૂરી ગણવામાં આવી છે. ચુંબન બે હોઠ દ્વારા કરવામાં આવે છે. ચુંબન કપાળ પર, ગાલ પર, હોઠ પર, આંખો પર, છાતી પર, મોના અંદરના ભાગે, સ્કંધ પર થઈ શકે છે. જુદા જુદા પ્રદેશ પ્રમાણે અલગ અલગ પ્રકારે ચુંબન કરવાની પદ્ધતિ છે. શયનખંડમાં સ્ત્રી-પુરૂષની કામક્રીડા પૂર્વે ચુંબનથી શરૂઆત થાય છે. અને અંત પણ ચુંબનથી આવે છે.
પરસ્પરમાં એકરૂપ થવા તથા કામક્રીડાનો પૂર્ણ આનંદ મેળવવા જુદા જુદા પ્રકારનાં ચુંબનો મહત્ત્વનો ભાગ ભજવે છે. આ બધામાં હોઠ દ્વારા હોઠ પર કરવામાં આવતું ચુંબન સમગ્ર વિશ્વમાં પ્રચલિત છે. આ ચુંબન પાછળ લાગણીની ઉત્કટતા, હૂંફ, મૃદુતા અને ઋજુતા હોય તેટલું ચુંબન પ્રભાવી બની શકે છે. 'કામસૂત્ર' પ્રમાણે જે યુવતીએ ક્યારેય જાતીય સુખ માણ્યું નથી તેના માટે ત્રણ પ્રકારના ચુંબનો ઉપયોગ કરવો જોઈએ.
નિમીતકા ચુંબન
આ પ્રકારના ચુંબનમાં પુરૂષ સ્ત્રીને ચુંબન આપવા આગ્રહ કરે છે. ત્યારે સ્ત્રીના મોં પર શરમના શેરડા પડે છે. તે સંકોચ અનુભવે છે. તે ધડકતા હૃદયે પોતાના હોઠને પુરૂષના હોઠ પાસે લઈ જઈ હળવેકથી ચુંબન કરે છે. ચુંબન કરતી વખતે તેની આંખો મીચાઈ જાય છે.
સ્ફુરીતા ચુંબન
આ ચુંબનમાં પુરૂષ સ્ત્રીની હડપચી પકડીને તેના નીચેના બે હોઠોને પોતાના બે હોઠ વચ્ચે દબાવે છે. સ્ત્રી તેની સામે પ્રત્યુત્તર આપવા પ્રયત્ન કરે પણ શરમને કારણે તે કરતી નથી. તેના હોઠ હળવી ધુ્રજારી અનુભવતા હોય છે. તે પોતાના હોઠને પુરૂષના બે હોઠ વચ્ચેથી છોડાવવા પ્રયત્ન કરે છે. વાસ્તવમાં તે છુટી પડવા માગતી નથી. પુરૂષ જ્યારે હોઠ દૂર ખસેડે ત્યારે સ્ત્રી તેનું મોં તેના હોઠ પાસે લઈ જાય છે. ચુંબનમાં હોઠોના ફફડાટને કારણે તેને સ્ફુરિતિકા ચુંબન કહે છે.
ઘટક ચુંબન
આ પ્રકારના ચુંબનની પહેલ સ્ત્રી કરે છે. તેનામાં એકાએક હિંમત આવી જાય છે. તે પોતાની બે આંખો બંધ કરી દઈ પોતાની નાજુક હથેળીથી પ્રેમીની આંખો બંધ કરે છે. પુરૂષના નીચેના હોઠને પોતાના બે હોઠ વચ્ચે ઋજુતાથી સ્પર્શે છે. ત્યારબાદ તેની જીભ હોઠ પર ફેરવે છે. તેનાથી તેને ખૂબ આનંદ મળે છે.
આ સિવાય પુરૂષો કામક્રીડામાં પાંચ પ્રકારનાં ચુંબનોનો ઉપયોગ કરે છે.
(૧) સમ ચુંબન: આ ચુંબનમાં પુરૂષ તેના બે હોઠ વચ્ચે સ્ત્રીના નાજુક હોઠને હળવેકથી દબાવે છે.
(૨) તિર્યક ચુંબન: આ પ્રકારમાં પુરૂષ તેનું મોં સ્ત્રી તરફ લાવી હોઠના એક ખૂણા પરથી ચુંબન શરૂ કરે છે. જેને ત્રાંસુ ચુંબન પણ કહે છે.
(૩) ઉદ્ભ્રાંત ચુંબન: પુરૂષ સ્ત્રી તરફ ફરીને તેના એક હાથમાં સ્ત્રીનું મોં પકડે છે બીજા હાથે તેની હડપચી પકડે છે તેના હોઠને નાજુક ચુંબન કરે છે.
(૪) અવપીડીકા ચુંબન: પુરૂષ સ્ત્રીના હોઠ પર પોતાના બંને હોઠ ભીડી દઈને જોરથી દબાવે છે. આ ચુંબનને તસતસતું ચુંબન કહે છે. જો આ ચુંબનમાં જીભ સ્ત્રીના હોઠ પર ફેરવે તો તેને અધર્પણ ચુંબન કહે છે.
(૫) આકૃષ્ઠ ચુંબન: પુરૂષ સ્ત્રીના હોઠને જોરથી દબાવીને તેને જીભ વડે ચુસે છે જેને આકૃષ્ઠ ચુંબન કહે છે. આ તો થયા હોઠ પરનાં ચુંબનો પણ તે સિવાય પણ શરીરનાં અન્ય ભાગો પર પણ ચુંબન કરવામાં આવે છે તેના પ્રકાર આ પ્રમાણે છે.
(૧) સમ ચુંબન: આ પ્રકારનું ચુંબન હોઠો દ્વારા ડુંટી પર કે છાતી પર કરવામાં આવે છે. આ ચુંબન મધ્યમ પ્રકારનું હોય છે.
(૨) પીડીકા ચુંબન: આ પ્રકારનું ચુંબન સ્ત્રીના ગાલ પર, વક્ષસ્થળ ઉપર કે જનનાંગો નજીક કરવામાં આવે છે. આ ચુંબનમાં આવેગ હોવાથી તે કામક્રીડાની શરૂઆતરૂપ ગણાય છે.
(૩) અંચિતા ચુંબન: છાતી અને ખભા વચ્ચે કરવામાં આવતા ચુંબનને અંચિતા કહે છે.
(૪) મૃદુ ચુંબન: કપાળ પર કે આંખો પર કરવામાં આવતા ચુંબનને મૃદુ ચુંબન કહે છે.
આ સિવાય કેટલાક ખાસ ચુંબનો ખાસ સંજોગોમાં કરવામાં આવે છે. જે આ પ્રમાણે છે.
(૧) ઉદ્દીપક ચુંબન: જ્યારે સ્ત્રી પુરૂષને પ્રણયભરી નજરે નિરખી રહી જેમાં પુરૂષ સૂઈ રહ્યો હોય છે તેને જગાડવા માટે સ્ત્રી જે ચુંબન કરે તેને ઉદ્દીપક ચુંબન કહે છે. આ સમયે સ્ત્રી કામાતુર હોય છે.
(૨) ચલિતકા ચુંબન: જ્યારે પુરૂષ કોઈ કાર્યમાં પ્રવૃત્ત હોય અથવા સ્ત્રી સાથે નાખુશ હોય કે અબોલા લીધા હોય ત્યારે કે કામક્રીડા વખતે બીજા કોઈ વિચારોમાં ખોવાઈ ગયો હોય ત્યારે તેને સ્ત્રી જે ચુંબન કરે તેને ચલિતકા ચુંબન કહે છે. તેનાથી સ્ત્રી પુરૂષને પોતાની તરફ વાળવા પ્રયત્ન કરે છે.
(૩) પ્રતિબોધિકા ચુંબન: સ્ત્રી રાત્રે ઘસઘસાટ સુતી હોય ત્યારે પુરૂષ મોડીરાત્રે બહારથી આવે અને સ્ત્રીને ચહેરા પર ચુંબન કરે તેને પ્રતિબોધિકા ચુંબન કહે છે. સ્ત્રીને જગાડવા માટે આ ચુંબન કરે છે. સ્ત્રી પુરૂષનો ઇરાદો પારખી જાય છે.
(૪) છાયા ચુંબન: દીવાલ પર પડતા પડછાયા કે અરીસા પર પડતા પ્રતિબિંબને ચુંબન કરવાની ક્રિયાને છાયા ચુંબન કહે છે. ચિત્ર કે ફોટાને કરવામાં આવતા ચુંબનને છાયા ચુંબન કહે છે.
આમ સ્ત્રી-પુરૂષોનાં કામ સંબંધોમાં ચુંબનના અનેક પ્રકાર છે. તેનો યોગ્ય ઉપયોગ કરવાથી જાતીય જીવનને આનંદિત બનાવી શકાય છે. કામક્રીડાનો સંપૂર્ણ આનંદ વ્યક્ત કરવા આ ચુંબનો અનિવાર્ય છે.