Get The App

અજમાવી જૂઓ - મિનાક્ષી તિવારી

Updated: Dec 9th, 2019

GS TEAM

Google News
Google News
અજમાવી જૂઓ - મિનાક્ષી તિવારી 1 - image


ગુલાબજળ તથા ગ્લિસરિન ભેળવી ચહેરા, ગરદન, હાથ પર લગાડી થોડીવાર રહી ઠંડા પાણીથી ધોવાથી સનબર્નમાં રાહત થાય છે.

પકોડાને ક્રિસ્પી બનાવવા માટે તેમાં થોડો કોર્નફલોર ભેળવવો.

સલાડને તાજું રાખવા માટે સમર્યા પહેલા સામગ્રીને થોડી વાર બરફના પાણીમાં રાખવી.

અડધો કપ કાચા દૂધમાં એક નાનકડી ચમચી મીઠું ભેળવી ત્વચા પર લગાડવાથી ત્વચા નિખરે છે.

બથુઆ (એક ભાજી)ને પાણીમાં ઉકાળી તેનાથી વાળ ધોવાથી વાળમાંથી ખોડો દૂર થાય છે.

ભોજન બાદ વરિયાળી ખાવાથી ભોજન સરળતાથી પચે છે. વરિયાળી ચાવવાથી પેટ હળવું રહે છે.

નાના બાળકને પેટમાં દુખાવાથી રાહત આપવા વરિયાળીનો રસ પીવડાવવો.માસિક ધર્મમાં દુખાવાથી રાહત પામવા ૮-૧૦ બદામ પાણીમાં રાતના પલાળવી સવારે તેની છાલ ઉતારી ચાવી ચાવીને ખાવી.આ પ્રયોગ માસિક ધર્મના ૧૫ દિવસ પહેલાં કરવો.

બદામને નિયમિત સવાર સાંજ નાસ્તા પહેલાં ચાવીને ખાવી.

તવા પર પિઝા બનાવતી વખતે પિઝાના રોટલાને બન્ને બાજુએ માખણ લગાડી પહેલા એક બાજુએ બરાબર શેકવા. લાલાશ પડતા ક્રિસ્પી થાય પછી તેના પર મસાલો ભભરાવી નીચેની બાજુએથી રોટલો બરાબર શેકવો.

ટામેટાના સૂપમાં એક ચમચી ફૂદીનાની પેસ્ટ ભેળવવાથી સૂપ સ્વાદિષ્ટ થાય છે તેમજ સોડમ પણ સારી આવે છે.

એલ્યુમિનિયમના વાસણમાંથી કાળાશ દૂર કરવા  પાણીમાં ડુંગળી નાખી ઉકાળવું.

ખજૂરની ચટણી વાટતી વખતે તેમાં એક-બે ચમચી પાણીપૂરીનો મસાલો ભેળવવાથી ચટણીનો રંગ તેમજ સ્વાદ સારો થાય છે.

બ્રેડની બન્ને બાજુએ માખણ લગાડી શેકવાથી બ્રેડ ક્રિસ્પી થાય છે તેમજ સ્વાદ પણ સારો આવે છે.

Tags :