Get The App

અજમાવી જૂઓ - મીનાક્ષી તિવારી

Updated: Nov 25th, 2019

GS TEAM

Google News
Google News
અજમાવી જૂઓ -  મીનાક્ષી તિવારી 1 - image


કટલેટનું મિશ્રણ ઢીલું થઇ ગયું હોય તો બ્રેડને પાણીમાં ભીજવી તેમાં ભેળવી દેવાથી કટલેટ બરાબર વાળી શકાશે.

લસણની કળીઓને એક મિનિટ માટે માઇક્રોવેવ ઓવનમાં ગરમ કરવાથી તેના છોતરા સરળતાથી ઉતારી શકાશે.

મચ્છરના ડંખ પર લીંબુનો રસ લગાડવાથી બળતરાથી રાહત થાય છે.

એક ગ્લાસ પાણીમાં અડધા લીંબુનો રસ અને ચપટી મીઠું ભેળવી કોગળા કરવાથી ગળાના દુખાવામાં રાહત થાય છે.

ગરમ પીણાં જેવા કે ચા,દૂધ,કોફી પડવાથી દાઝી જવાય તો તરત જ મીઠું ભભરાવી દેવાથી બળતરા પણ નહીં થાય તેમજ છાલા પણ નહીં પડે.

બાફેલા બટાકાના પાણીમાં ચાંદીના ઘરેણાં કે વાસણ એક કલાક રાખી મૂકી સાફ કરવાથી ચમકીલા થઇ જશે.

સિલ્કની સાડીઓની વચ્ચે બે-ત્રણ લવિંગ રાખવાથી સિલ્ક કાપડમાં જીવાત નહીં પડે.

દૂધ મેળવતી વખતે તેમાં નાળિયેરના બે-ત્રણ ટુકડા રાખવાથી દહીં બે-ત્રણ દિવસ સુધી ખાટું નહીં થાય.

દાળ-શાક-સંભારનો લાલ ચટક રંગ રાખવા તેલનો વઘાર કરતી વખતે તેમાં લાલ મરચાની ભૂક્કી નાખવી.

આદુ-મરચાં વાટતી વખતે તેમાં મીઠું તથા લીંબુ નીચોવાથી આદુ-મરચાં કાળા નથી પડતા તેમજ જલદી બગડતા નથી.

મગની દાળના ભજિયા માટે દાળ થોડી કરકરી રાખવાથી ભજિયા ક્રિસ્પી બને છે.

રીંગણાના ઓળામાં થોડું દહીં નાખવાથી ઓળો સ્વાદિષ્ટ બને છે.

ભીંડાના શાકમાં થોડું દહીં તથા ચણાનો લોટ નાખવાથી શાક સ્વાદિષ્ટ લાગે છે.

Tags :