અજમાવી જૂઓ - મીનાક્ષી તિવારી
* એક વાર ઉપયોગમાં લેવાયેલા તેલમાં ખાદ્યપદાર્થની વાસ આવતી હોય તો તેને દૂર કરવા તેમાં બટાકા તળી લેવા.
* દહીંવડા બનાવતી વખતે વાટેલી દાળમાં એકાદ-બે બાફેલા બટાકાના ટુકડા ભેળવવાથી દહીંવડા પોચા બને છે.
* મીણબત્તીનો ઉપયોગ લાંબા સમય સુધી કરવા મીણબત્તીને પાણીના ગ્લાસમાં રાખી પ્રગટાવવી.
* સવારના ઊટતાં જ તુલસીના છ પાન ચાવવાથી ગલું,મુખ અને પેઢાનું ઇન્ફેકશન થતું નથી.
* ઢોસા લોઢીને ચોંટે નહીં માટે તવા પર પહેલાં અડધો કાંદો અથવા બટાટા ફેરવવા.તવા પર બે-ત્રણ ટીપાં તેલ પાથરી ઢોસા ઉતારવા.
* ઘીની બરણીમાં નાગરવેલનું પાન મૂકવાથી ઘી લાંબા સમય સુધી બગડતું નથી.
* ગાયના દૂધમાં સૂંઠ ઘસી પેસ્ટ બનાવી લમણા અને કપાળ પર લગાડવાથી આધાશીશીમાં રાહત થાય છે.
* દહીંમાં થોડો મરીનો ભૂક્કો અને ગોળ ભેળવીને ખાવાથી શરદીમાં રાહત થાય છે.
* પાલક, મેથી જેવી પાંદડાયુક્ત ભાજીને ગરમ પાણીમાં મીઠું ભેળવી રાંધવાથી ભાજીનો લીલોછમ રંગ જળવાઇ રહે છે ઉપરાંત પૌષ્ટિક તત્વ નાશ નથી પામતા.
* અડધા લીંબુના ફાડિયા પર મીઠું ભભરાવી રાખવાથી લીંબુ બગડશે નહીં.
* નાળિયેરને તેના કોચલામાંથી બહાર કાઢવા ચાકુના ઉપયોગની બદલે નાળિયેરને ગેલ પર જરા ગરમ કરી તેના પર એકાદ-બે દસ્તા ઠોકવાથી તે છાલથી છૂટું પડી જશે.